અનેક ઔષધિય ગુણોથી ભરપૂર છે નિલગીરીના પાન, જાણો તમામ ફાયદાઓ

|

Jan 19, 2021 | 11:39 AM

યુકેલિપ્ટસ એટલે જે નિલગીરીના પાનનો ઉપયોગ અસ્થમા અને શ્વાસ સાથે જોડાયેલી સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ થાય છે. સાથે જ તેમાં રહેલા ગુણોનું પણ ખૂબ મહત્વ છે. આજે અમે તમને નિલગીરીના પાનનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ બતાવીશું. Web Stories View more ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર […]

અનેક ઔષધિય ગુણોથી ભરપૂર છે નિલગીરીના પાન, જાણો તમામ ફાયદાઓ

Follow us on

યુકેલિપ્ટસ એટલે જે નિલગીરીના પાનનો ઉપયોગ અસ્થમા અને શ્વાસ સાથે જોડાયેલી સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ થાય છે. સાથે જ તેમાં રહેલા ગુણોનું પણ ખૂબ મહત્વ છે. આજે અમે તમને નિલગીરીના પાનનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ બતાવીશું.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

નીલગીરી એવરગ્રીન વૃક્ષ છે. તે મૂળ ઓસ્ટ્રેલિયન વૃક્ષ છે. તેના પાંદડા શરદી, ખાંસીને ઓછું કરે છે. ગળામાં ખારાશ, સાઈનસાઈટીસ અને બ્રોનકાઈટીસ જેવી સમસ્યાઓને દૂર કરવા નીલગીરી ફાયદાકારક છે. કફનો નાશ કરવા માટે શ્રેષ્ઠ છે. નિલગીરીના તેલનો ઉપયોગ ખાંસીની દવાઓમાં કરવામાં આવે છે.

  

યુકેલિપ્ટસની ચા પણ બનાવી શકાય છે :

નિલગીરીના પાંદડાનો ઉપયોગ સામાન્ય રીતે હર્બલ ચા બનાવવા માટે કરવામાં આવે છે. જો તમે નિયમિત રીતે નિલગીરીના પાંદડાથી બનેલી ચા પીશો તો તમને શ્વાસ અને અન્ય સંક્રમણથી બચી શકો છો. તેની ચા બનાવવા માટે તમે નિલગીરીના પાનને સારી રીતે ધોઈ લો અને પછી તેને પાણીમાં સારી રીતે ગરમ કરો. ત્યારપછી આ હૂંફાળા પાણીનું સેવન કરો.

જો ગળામાં કફ થયો હોય તો આ જ પાણીથી તમે કોગળા પણ કરી શકો છો. કોગળા કરવાથી બંધ નાક અને શરદીની તકલીફ દૂર થઈ જશે.

નિલગીરીના પાનના બીજા ફાયદાઓ :
1). દાંતને સ્વસ્થ રાખવામાં આ પાનનો ઉપયોગ કરી શકો છો. તેનો ઉપયોગ તમે માઉથવોશ તરીકે કરી શકો છો. દાંતોમાં રહેલા બેક્ટેરિયાને દૂર કરવામાં મદદ કરે છે.
2). ફંગલ ઇન્ફેક્શન અને ઇજાને દૂર કરવામાં પણ તે મદદ કરે છે.
3). માંસપેશીઓ અને હાડકાના દુઃખાવામાં પણ તે મદદરૂપ સાબિત થાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 1:56 pm, Wed, 23 September 20

Next Article