શું તમને હેડકી આવવાની સમસ્યો છે? કરો આ ઉપચાર

|

Oct 07, 2020 | 6:14 PM

હેડકી આવવું ભલે સામાન્ય લાગે છે, અને કેટલાક લોકો તેને બીજા યાદ કરતા હોય તેની સાથે જોડી દેતા હોય છે. પણ ક્યારેક ક્યારેક વધારે હેડકી આવે તો તેનાથી કંટાળી જવાય છે અને ગુસ્સો પણ આવે છે. હેડકી આવવું ખૂબ સામાન્ય છે. સામાન્ય રીતે હેડકી તેની જાતે જ બંધ થઈ જાય છે. પણ ક્યારેક ક્યારેક તે […]

શું તમને હેડકી આવવાની સમસ્યો છે? કરો આ ઉપચાર

Follow us on

હેડકી આવવું ભલે સામાન્ય લાગે છે, અને કેટલાક લોકો તેને બીજા યાદ કરતા હોય તેની સાથે જોડી દેતા હોય છે. પણ ક્યારેક ક્યારેક વધારે હેડકી આવે તો તેનાથી કંટાળી જવાય છે અને ગુસ્સો પણ આવે છે. હેડકી આવવું ખૂબ સામાન્ય છે. સામાન્ય રીતે હેડકી તેની જાતે જ બંધ થઈ જાય છે. પણ ક્યારેક ક્યારેક તે લાંબા સમય સુધી પણ ચાલે છે. આપણે જાણીશું કે આખરે આપણને હેડકી કેમ આવે છે અને તેના ઘરગથ્થુ ઉપચાર શું છે ?

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કેમ આવે છે હેડકી ?

હૃદય અને ફેફસાને ડાયફ્રામ નામની માંસપેશી અલગ કરે છે. આ માંસપેશીનું બ્રિધીંગ એટલે કે શ્વાસોશ્વાસ માટે મહત્વપૂર્ણ ભૂમિકા છે. જ્યારે શ્વાસ લેતી વખતે ફેફસા સંકોચાય છે. ત્યારે આપણા ફેફસામાં હવા માટે જગ્યા ભરાય છે. જ્યારે કોઈ કારણથી અચાનક ડાયફ્રામ નામની માંસપેશીનું સંકોચન વારેવારે થવા લાગે છે. ત્યારે આપણને હેડકી આવે છે.

હેડકી આવવાના સામાન્ય કારણો ?

1). દારૂનો વધારે નશો કરવો કે ધુમ્રપાન કરવું.
2). ગભરામણ થવી કે સ્ટ્રેસ લેવો.
3). ક્યારેક વધારે ઉત્સાહિત થવાથી પણ હેડકી આવે છે.
4). હવાના તાપમાનમાં અચાનક ફેરફાર થવાના કારણે.
5). ખોરાક ચાવીને ન ખાવાથી. વધારે તીખું ખાવાથી કે ડાઈજેશન યોગ્ય રીતે ન થવાથી.

જો વધારે હેડકી આવે તો એક ચમચી ખાંડ ખાઈ લેવી. અથવા તમે પાણી સાથે ખાંડ અને મીઠું ઘોળીને પી શકો છો. તમે લીંબુ અને મધ પણ વાપરી શકો છો. કેટલીક વાર તમે થોડીવાર માટે શ્વાસ અટકાવીને પ્રયત્ન કરી જુઓ. એવું કરવાથી ફેફસામાં કાર્બન ડાયોક્સાઇડ ભરાશે અને ડાયાફ્રામ એક્ટિવ થવાથી હેડકી બંધ થઈ જશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Published On - 10:30 am, Thu, 24 September 20

Next Article