દિવસભર એનર્જેટિક રહેવા માટે Black Tea પીવાનું શરૂ કરો, જાણો બીજા 7 ફાયદા

|

Oct 22, 2020 | 1:40 PM

દુનિયાભરમાં ચાનો શોખ રાખવાવાળાની કમી નથી. ચા ના અલગ-અલગ સ્વાદ અને પ્રકારના પોતાના ફાયદા રહેલા છે. પણ શું તમે જાણો છો કે કાળી ચા પણ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. કાળી ચા થી થતા ફાયદા વિશે વાતો જાણીએ. 1). કાળી ચા આપણા માટે ખુબ જ ફાયદાકારક છે. રોજ એક કપ કાળી […]

દિવસભર એનર્જેટિક રહેવા માટે Black Tea પીવાનું શરૂ કરો, જાણો બીજા 7 ફાયદા

Follow us on

દુનિયાભરમાં ચાનો શોખ રાખવાવાળાની કમી નથી. ચા ના અલગ-અલગ સ્વાદ અને પ્રકારના પોતાના ફાયદા રહેલા છે. પણ શું તમે જાણો છો કે કાળી ચા પણ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. કાળી ચા થી થતા ફાયદા વિશે વાતો જાણીએ.

1). કાળી ચા આપણા માટે ખુબ જ ફાયદાકારક છે. રોજ એક કપ કાળી ચા પીવાથી શરીરની સ્વસ્થતા જળવાઈ રહે છે. તેમાં રહેલા ફ્લેવેનોઇડ્સ એલડીએલ કોલેસ્ટ્રોલ ઓછું કરે છે. આ ઉપરાંત તેના પ્રયોગથી હૃદયની ધમનીઓને સ્વસ્થ રાખવામાં અને લોહી જામવાની પ્રક્રિયાને ઓછું થવામાં મદદ મળે છે .

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

2). કાળી ચા રોજ પોતાની ડાયટમાં સામેલ કરવાથી તમે પ્રોસ્ટેટ, ઓવેરિયન અને ફેફસાના કેન્સરથી બચી શકો છો. કાળી ચા નો પ્રયોગ શરીરમાં કેન્સર કોશિકાઓનો નાશ કરવામાં મદદ કરે છે. તે મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સરની સંભાવનાને રોકે છે સાથે જ મોઢાના કેન્સરથી બચાવવામાં પણ મદદ કરે છે.

3).દિમાગી કોશિકાઓને સ્વસ્થ બનાવી રાખવા માટે અને સાથે જ તેમાં લોહીના પ્રવાહને સારું બનાવવા માટે કાળી ચા ખૂબ જ ઉપયોગી સાબિત થઇ શકે છે. દિવસમાં લગભગ ચાર કપ કાળી ચાનું, સેવન તણાવને ઓછો કરવામાં મદદ કરે છે. સાથે જ દિમાગની યાદશકિત વધારવા માટે પણ મદદરૂપ થાય છે.

4). કાળી ચામાં રહેલા તત્વ પાચન માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ ઉપરાંત ગેસ સહિતની પાચન સંબંધિત અનેક સમસ્યાઓ માટે પણ ફાયદાકારક સાબિત થાય છે. સાથે જ ડાયરિયા અથવા તો કબજિયાત થવા પર પણ ચાનું સેવન ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

5). રોજ કાળી ચા પીવાનો એક સૌથી શ્રેષ્ઠ ફાયદો એ છે કે તેને પીધા પછી તમે વધારે ઊર્જાનો અનુભવ કરશો અને સક્રિય પણ રહેશો. કાળી ચામાં રહેલા કેફીન કોફી અથવા કોલડ્રિન્કની સરખામણીમાં વધારે ફાયદાકારક હોય છે. તે તમારા દિમાગને સતર્ક રાખે છે અને જેના કારણે તમારા શરીરમાં એનર્જી બની રહે છે.

6). તે તમારા શરીરમાં કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું રાખે છે જેનાથી તમારું વજન ધીરે ધીરે ઓછું થવા લાગે છે. આ ઉપરાંત તેમાં ફેટ ખૂબ જ ઓછી માત્રામાં હોય છે જે ઓબેસિટીને નથી વધારતું. સાથે જ તે શરીરમાં મેટાબોલિઝ્મ પ્રક્રિયાને વધારવામાં સહાયક થાય છે જે વજન ઓછું કરવામાં મદદ કરે છે.

7). કાળી ચા પીવાથી તમારી ત્વચાની સમસ્યાઓ ખાસ કરીને સંક્રમણથી બચવામાં મદદ કરે છે. આ ઉપરાંત તમને કરચલીઓથી પણ બચાવે છે તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ તત્વ ત્વચાના કેન્સરથી પણ બચાવે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article