Diet: જાડીયાપણાથી છુટકારો મેળવવા માટે ડાયેટમાં સામેલ કરો આ શાકભાજી

|

Mar 09, 2021 | 2:28 PM

મોટાપો ઓછું કરવા માટે આપણે કલાકો સુધી જીમમાં વર્કઆઉટ કરીએ છીએ અને ડાયેટિંગ પણ કરીએ છીએ. ડાયટમાં ક્યાં શાકભાજી સામેલ કરવાથી વજનને ઓછું કરી શકાય.

Diet: જાડીયાપણાથી છુટકારો મેળવવા માટે ડાયેટમાં સામેલ કરો આ શાકભાજી

Follow us on

Diet: મોટાપો એક ગંભીર બીમારી બની ગઈ છે. આજના જમાનામાં જંક ફૂડના કારણે યુવાવર્ગમાં મોટાપાનું પ્રમાણ વધે છે. મોટાપાનું સૌથી મોટું કારણ આપણી લાઇફસ્ટાઇલ અને ખોરાક છે. મોટાપો ઓછું કરવા માટે આપણે કલાકો સુધી જીમમાં વર્કઆઉટ કરીએ છીએ અને ડાયેટિંગ પણ કરીએ છીએ. ડાયટમાં ક્યાં શાકભાજી સામેલ કરવાથી વજનને ઓછું કરી શકાય.

પાલકને કરો સામેલ
પોષક તત્વોથી સમૃદ્ધ પાલક પેટની ચરબી અને વજન ઘટાડવા માટે સૌથી અસરકારક માનવામાં આવે છે. પાલક ફાઇબર અને આયર્નથી ભરપુર છે. પાલક તમારા સ્વાસ્થ્ય અને વજનને ઘટાડવા માટે સારી માનવામાં આવે છે.

ગાજરથી ઝડપથી વજન થાય છે ઓછું
ગાજરમાં ઓછી કેલરી અને પોષક તત્વોથી ભરપુર શાકભાજી હોય છે જે વજન ઘટાડવામાં મદદગાર છે. ગાજર રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે તેમાં પુષ્કળ બીટા કેરોટિન અને વિટામિન-એ ફાઇબર હોય છે, જે આરોગ્ય માટે મહત્વપૂર્ણ છે. ગાજર ભૂખને શાંત કરે છે તેમ જ તમારું વજન નિયંત્રિત કરે છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

વટાણા વજનને કંટ્રોલ કરવામાં છે મદદગાર
વટાણા સારી માત્રામાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને ફાઇબરમાં જોવા મળે છે. લીલા વટાણામાં ઝીરો કોલેસ્ટરોલ હોય છે, જે તમારા સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. લીલા વટાણા માત્ર સ્વાદમાં જ સારા નથી હોતા પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. તે વજન ઘટાડવામાં પણ મદદગાર છે.

મૂળાને કરો ડાયેટમાં સામેલ
મૂળા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. મૂળામાં ખૂબ ઓછી કેલરી હોય છે, પરંતુ તેમાં વધારે પ્રમાણમાં ફાઈબર હોવાને કારણે તે ખાધા પછી તમને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. ફાઇબર તમારા પેટને લાંબા સમય સુધી ભરાવામાં મદદ કરી શકે છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Next Article