Deep breathing Benefit : રોજ થોડા સમય માટે ઊંડા શ્વાસ (Deep breathing ) લેવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો અને તંદુરસ્તીમાં વધારો થાય છે. જ્યારે આપણે ચિંતામાં કે તકલીફમાં હોઈએ ત્યારે હૃદયના ધબકારા તેજ થઈ જાય છે. બ્લડ ફળો, હૃદય અને મગજ તરફ ધસી જાય છે . તેનાથી બચવા માટે રોજ ઊંડા શ્વાસ (deep breathing) લેવાનો અભ્યાસ કરવો જોઈએ.
ભલે સ્ટ્રેસ હોય કે ન હોય પણ ઊંડા શ્વાસ લેવા જોઈએ. તેનાથી મન અને શરીરને આરામ મળે છે. ઊંઘ સારી આવે છે અને એકાગ્રતા વધે છે.
શરીરમાંથી ઝેરી તત્વો ઘટે છે : ધીમા અને ઊંડા લાંબા શ્વાસ લેવાથી સ્વભાવ શાંત બને છે. સારી અને ગાઢ ઊંઘ આવે છે. જો અનિદ્રાની તકલીફ હોય તો સુતા પહેલા ઊંડા શ્વાસ લો. કાર્બન ડાયોક્સાઇડ પ્રાકૃતિક ઝેરી કચરો છે અને તે ઉછવાસથી બહાર આવે છે. ટૂંકા શ્વાસ દરમ્યાન ફેફસાં ઓછા કામ કરે છે અને લોકોને આ કચરાને બહાર ફેંકવા માટે વધારે મહેનત કરવી પડે છે.
ઇમ્યુનિટી મજબૂત બને છે ઊંડા શ્વાસ લેવાથી તાજો ઓક્સિજન મળે છે અને ઝેરી તત્વો તથા કાર્બન ડાયોક્સાઇડ બહાર ફેંકાય છે. જ્યારે બ્લડ ઓક્સીનેટેડ હોય ત્યારે શરીરની પ્રતિરક્ષા પ્રણાલી મજબૂત બને છે. શરીરના મહત્વપૂર્ણ અંગો યોગ્ય કામ કરતા નથી શકતા અને હેલ્ધી બ્લડ ફેલાવતા તત્વોનો નાશ કરે છે.
પીડા ઓછી થાય છે જ્યારે તમે ઊંડા શ્વાસ લો છો ત્યારે શરીરમાં એન્ડોર્ફિન બને છે. આ ફિલ ગુડ હોર્મોન છે અને શરીર દ્વારા બનાવેલું એક પ્રાકૃતિક દર્દનિવારક છે.
સ્ટ્રેસ ઓછો થાય છે ઊંડા શ્વાસ લેવાથી ચિંતાજનક વિચારો અને ગભરામણ થી આરામ મળે છે. હાર્ટ ની ગતિ ધીમી પડે છે ,આથી શરીર વધારે ઓકસીજન લઈ શકે છે. ઊંડા શ્વાસ લેવાથી બ્લડ ફ્લોની ગતિ વધે છે તેનાથી ઝેરી તત્વો શરીર બહાર કાઢવામાં મદદ મળે છે.
નોંધ- આ લેખ વાચકોને વધુ માહિતિ ઉપયોગમાં આવવા માટે લખાયો છે. આ સંદર્ભમાં પોતાના ફેમિલી ડોક્ટરની પણ સલાહ લેવી જરૂરી છે.