કફ નોતરી શકે છે બીજી 28 પ્રકારની બિમારીને, જાણો કઈ વસ્તુથી રાખશો દુરી ?

|

Oct 27, 2020 | 11:55 AM

શરીરમાં કફનું સંતુલન યોગ્ય રહેવું જરૂરી છે. કફ વધવાથી તમને 28 પ્રકારના રોગ થઈ શકે છે. પરંતુ તેનાથી બચવા માટે તમને એવી વસ્તુથી બચવું પડશે જે કફ પેદા કરે છે અથવા તો કફને વધારે છે. આવો જાણીએ કફ હોય ત્યારે કઇ વસ્તુ ન ખાવી જોઈએ અને કઈ વસ્તુનું સેવન કરવું જોઈએ. ચરબીયુક્ત વસ્તુઓ ખાવાથી કફ […]

કફ નોતરી શકે છે બીજી 28 પ્રકારની બિમારીને, જાણો કઈ વસ્તુથી રાખશો દુરી ?

Follow us on

શરીરમાં કફનું સંતુલન યોગ્ય રહેવું જરૂરી છે. કફ વધવાથી તમને 28 પ્રકારના રોગ થઈ શકે છે. પરંતુ તેનાથી બચવા માટે તમને એવી વસ્તુથી બચવું પડશે જે કફ પેદા કરે છે અથવા તો કફને વધારે છે. આવો જાણીએ કફ હોય ત્યારે કઇ વસ્તુ ન ખાવી જોઈએ અને કઈ વસ્તુનું સેવન કરવું જોઈએ.

ચરબીયુક્ત વસ્તુઓ ખાવાથી કફ વધી શકે છે, જેથી શક્ય હોય ત્યાં સુધી તેનાથી બચવાનો પ્રયત્ન કરો.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

દૂધ કફને વધારે છે જો તમારી પ્રકૃતિ કફની છે તો તમારે દૂધનું સેવન ઓછું કરવું જોઈએ. અથવા તો હળદરની સાથે તેનું સેવન કરવું.

કફમાં માંસનું સેવન તમારા માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે. અને તેના માટે કફ થવા પર માંસનું સેવન કરવાથી બચવું જોઈએ જો કફની ખાંસી થઈ હોય તો માંસનું સેવન ઓછામાં ઓછો કરો.

માખણમાં સૌથી વધારે ચરબી હોય છે જેથી તે કફ વધારવાનું કામ કરે છે. કફની સમસ્યામાં માખણ અથવા તો માખણ યુક્ત વસ્તુઓનું સેવન ન કરો.

પનીરથી કફ બને છે. કેટલાક લોકોને પાચન સંબંધી સમસ્યાઓ પણ થઈ શકે છે. તો કેટલાક લોકોને પનીર આસાનીથી પચતું પણ નથી. જેથી તેનું વધારે પડતું સેવન ન કરો.

શું ખાવું ?
સવારે અથવા દિવસના ભોજન પછી ગોળનું સેવન ફાયદાકારક હોઈ શકે છે. ગોળની તાસીર ગરમ હોય છે. તે કફ ને ઓછું કરવા માટે મદદરૂપ છે. સાથે જ તે પાચન ક્રિયાને પણ સારી બનાવે છે.

તુલસી, સૂંઠ, આદુ અને મધ જેવી વસ્તુઓનું સેવન કફને ઓછુ કરવામાં ખૂબ જ ફાયદાકારક થાય છે. તો એને કોઈ પણ રીતે પોતાની ડાયટમાં સામેલ કરો.

નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને આ બિમારીમાં તજજ્ઞ કે ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી.

 

આ પણ વાંચોઃ માથાના દુઃખાવાથી છુટકારો મેળવવા માટે અજમાવો ઘરેલૂ ઉપાયો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article