માથાના દુઃખાવાથી છુટકારો મેળવવા માટે અજમાવો ઘરેલૂ ઉપાયો

માથાના દુઃખાવાથી છુટકારો મેળવવા માટે અજમાવો ઘરેલૂ ઉપાયો

વ્યસ્ત જીવનશૈલી, કામનું પ્રેશર અને સ્ટ્રેસને કારણે માથામાં દુખાવો થવો સામાન્ય વાત બની ગઈ છે. કડક તડકામાં જવાથી અથવા તો બદલાતા મોસમને કારણે પણ માથાના દુખાવાની પરેશાની થઈ શકે છે. કેટલીક વાર આપણને એકદમ જ માથામાં તીવ્ર દુખાવો શરૂ થઇ જાય છે, તેવામાં એક જ વસ્તુ યાદ આવે છે અને તે છે માથાનો દુખાવાની દવા. પણ ડોક્ટરનુ માનીએ તો માથાના દુખાવા માટે દવા લેવું હાનિકારક હોઇ શકે છે. અને તેનો સાઇડ ઇફેક્ટ પણ થઈ શકે છે. તેવામાં માથાના દુખાવાથી છુટકારો મેળવવા માટે ઘરેલૂ ઉપાયો અજમાવી જુઓ.

માથાના દુખાવાથી છુટકારો મેળવવા માટે આદુ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. થોડો આદુંનો રસ અને તેટલી જ માત્રામાં લીંબૂનો રસ મિક્ષ કરીને દિવસમાં બે વાર પીવાથી, તમને માથાના દુખાવાની પરેશાની થી આરામ મળે છે. પણ વધારે માથાનો દુખાવો થાય તો ડૉક્ટરનો સંપર્ક જરૂર કરો.

માથાના દુખાવામાં તજનો ઉપયોગ પણ કરી શકાય છે. તે માથાના દુખાવામાં જલ્દી રાહત આપે છે. તેના માટે તમારે તજ પાઉડરને પાણીમાં મેળવીને પેસ્ટ બનાવો. અને તેને માથા પર લગભગ અડધો કલાક સુધી લગાવો અડધો કલાક પછી તેને ધોઈ નાંખો. તમને તમને આરામ મળશે.

માથાના દુખાવામાં તમે લવિંગનો ઉપયોગ પણ કરી શકો છો. તે આ ઘરેલુ નુસખો અપનાવીને, તમે આ દર્દથી રાહત મેળવી શકો છો. તેના માટે તમારે ચાર પાંચ લવિંગને તવા પર ગરમ કરી લો. તેને રૂમાલમાં રાખો અને જ્યારે માથામાં દુખાવો થાય, ત્યારે થોડી થોડી વારે રૂમાલને માથા પર ફેરવો. આવું કરવાથી માથાનો દુખાવા માં રાહત મળશે.

માથાનો દુખાવો થવા પર આપણે સૌથી પહેલા ચા વિશે વિચારીએ છીએ. અને તેના માટે તમારે કાળી મરી અને ફુદીનાની ચા પી શકો છો. તેને પીવાથી તમને માથાના દુખાવામાં રાહત મળશે.

તુલસીના ફાયદાથી આપણે સૌ પરિચિત છે. જો તમે માથાનો દુખાવાથી પરેશાન છો. તો તુલસી ના પાનથી માથાના દુખાવા જલ્દી રાહત મેળવી શકો છો. તમે લોકોને ઘણીવાર માથાનો દુખાવો થતાં ચા અથવા કોફી પીતા જોયા હશે. તેની જગ્યાએ તમે તુલસીના પાંદડાને પાણીમાં ઉકાળીને સેવન કરો. તેનાથી માથાના દુખાવા માં રાહત મળશે.

નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને આ બિમારીમાં તજજ્ઞ કે ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી.

આ પણ વાંચોઃ ફક્ત દાંતની સફાઈ જ નહિં, આ કામમાં પણ ઉપયોગમાં આવી શકે છે ટૂથપેસ્ટ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Click on your DTH Provider to Add TV9 Gujarati