મેડિકલ શોપ પર મળી શકે છે કોરોનાની વેક્સીન, સબસીડીને લઈને પણ એક્સપર્ટની વિચારણા

|

Dec 25, 2020 | 3:37 PM

કોરોના રસીનું અંતિમ સ્વરૂપ આવી ગયા બાદ, જેઓ તેને ખરીદવામાં સક્ષમ હશે તેમના માટે દવાની દુકાનો પર પણ રસી ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ નિર્ણય 2021ના બીજા ક્વાર્ટર સુધીમાં ઉપલબ્ધ કોરોના વાયરસ રસીની સંખ્યાના આધારે લેવામાં આવશે. હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ ટીમના નિષ્ણાંતે જણાવ્યું કે ખાનગી બજારોમાં રસીના ભાવ પર સબસિડી પણ મળી શકે છે. જો […]

મેડિકલ શોપ પર મળી શકે છે કોરોનાની વેક્સીન, સબસીડીને લઈને પણ એક્સપર્ટની વિચારણા

Follow us on

કોરોના રસીનું અંતિમ સ્વરૂપ આવી ગયા બાદ, જેઓ તેને ખરીદવામાં સક્ષમ હશે તેમના માટે દવાની દુકાનો પર પણ રસી ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ નિર્ણય 2021ના બીજા ક્વાર્ટર સુધીમાં ઉપલબ્ધ કોરોના વાયરસ રસીની સંખ્યાના આધારે લેવામાં આવશે. હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ ટીમના નિષ્ણાંતે જણાવ્યું કે ખાનગી બજારોમાં રસીના ભાવ પર સબસિડી પણ મળી શકે છે.

જો કે આ નિર્ણય કોવિડ – 19 વેક્સીન ઉમેદવારોની મંજુરી પર આધાર રાખશે. રસીના. સંશોધન સાથે સંકળાયેલા નિષ્ણાંતનું કહેવું છે કે આવું જ ઉન્ફ્યુએન્ઝાની રસી માટે પણ કરવામાં આવ્યું હતું. જે લોકો પૈસા ચૂકવે શકે છે એમને ખાનગી બજારમાંથી રસી મેળવીને ઉપયોગ કરવાની છૂટ છે.

સરકારનો લક્ષ્યાંક: જૂલાઈ સુધી 30 કરોડ વેક્સીન

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આગાઉ કેન્દ્ર સરકારની ઘોષણા પ્રમાણે આવતા વર્ષે જૂલાઈ સુધીમાં 30 કરોડ લોકોને રસી આપવાનું લક્ષ્ય છે. આ માટે લાભાર્થીઓની સૂચી પણ તૈયાર કરવામાં આવી છે. જેમાં પ્રથમ તબક્કામાં આશરે ૩ કરોડ આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન કામદારો સામેલ છે.

હાલમાં સેરમ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયા દ્વારા ભારતમાં વિકસિત કરવામાં આવી રહેલી બે વેક્સીન ફાઈઝર બાયોટીક અને ઓક્સફર્ડએક્સ્ટ્રાઝેનેકાના ટ્રાયલ આંકની તપાસ કેન્દ્રીય ડ્રગ રેગ્યુલેટરી ઓર્ગેનાઈઝેશન દ્વારા કરવામાં આવી રહી છે.

Next Article