Swiggyથી આવેલા ફૂડમાંથી નીકળી લોહીવાળી Bandage, કંપનીએ માગી માફી, રેસ્ટોરન્ટને કરી બ્લેકલિસ્ટ, જુઓ VIDEO
ફૂડ એપ્લિકેશન પરથી ફૂડ મગાવવામાં કેટલાંયે ચિત્ર-વિચિત્ર કિસ્સાઓ બની રહ્યાં છે. અવારનવાર આવી ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે. ત્યારે ફરી એક વાર આવો જ એક વિચિત્ર અને ચીતરી ચડે તેવો કિસ્સો સામે આવ્યો છે. ઑનલાઈન ફૂડ ઓર્ડર કરતી એપ્લિકશન Swiggyનું નામ આ વખતે સમાચારોમાં છે. એક વ્યક્તિએ સ્વિગી પર નોન-વેજ ફૂડ ઓર્ડર કર્યું હતું. ઓર્ડર […]

ફૂડ એપ્લિકેશન પરથી ફૂડ મગાવવામાં કેટલાંયે ચિત્ર-વિચિત્ર કિસ્સાઓ બની રહ્યાં છે. અવારનવાર આવી ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે. ત્યારે ફરી એક વાર આવો જ એક વિચિત્ર અને ચીતરી ચડે તેવો કિસ્સો સામે આવ્યો છે.
ઑનલાઈન ફૂડ ઓર્ડર કરતી એપ્લિકશન Swiggyનું નામ આ વખતે સમાચારોમાં છે. એક વ્યક્તિએ સ્વિગી પર નોન-વેજ ફૂડ ઓર્ડર કર્યું હતું. ઓર્ડર આવી પણ ગયો અને આ વ્યક્તિએ ખાવાનું શરૂ પણ કરી દીધું. પરંતુ જ્યારે આ વ્યક્તિએ તેમાંથી અડધું ભોજન કરી લીધું ત્યારબાદ તેણે ફૂડ પેકમાં એવી વસ્તુ જોઈ કે જેના વિશે સાંભળીએ તો આપણને પણ ચીતરી ચડે.
આ વ્યક્તિના ફૂડ પેકમાંથી ભોજનની અંદરથી, એક લોહીવાબઈ બેન્ડેઝ મળી આવી. આ વ્યક્તિએ તરત જ રેસ્ટોરન્ટ સાથે વાત કરી. પરંતુ ત્યાંથી તેને કંઈ મદદ ન મળી. આખરે આ વ્યક્તિએ સોશિયલ મીડિયા પર આ આખો કિસ્સો મૂક્યો. અને સ્વિગીને ટ્વિટ કર્યું.
આ ઘટના ચેન્નાઈમાં બની છે. મુરુગન નામની વ્યક્તિએ આ ફૂડ ઓર્ડર કર્યું હતું અને આખરે તેણે આ આખી ઘટના ફેસબુક પર મૂકી છે. ત્યારથી જ સોશિયલ મીડિયા પર લોકો સ્વિગી પર વરસી પડ્યા છે.
જુઓ VIDEO:
#Chennai man finds blood-stained bandage in food delivered from Swiggy #TV9News
#Chennai man finds blood-stained bandage in food delivered from Swiggy#TV9News
TV9 Gujarati यांनी वर पोस्ट केले मंगळवार, १२ फेब्रुवारी, २०१९
મુરુગને પોતાની પોસ્ટમાં લખ્યું કે આટલી મોટી ભૂલ થયા બાદ પણ કોણ ફરીથી એ જ જગ્યાનું ખરાબ ખાવાનું ખાઈ શકે. ખાવામાં પ્રાથમિક ચોખ્ખાઈની પણ જે ધ્યાન ન રાખી શકે તેવા સ્વિગી અને રેસ્ટોરન્ટ બંને વિરૂદ્ધ તે કેસ દાખલ કરવા માગે છે. સાથે જ તેણે લોહીવાળી બેન્ડેજનો ફોટો પણ શેર કર્યો છે.
રેસ્ટોરન્ટ સાથે વાત કર્યા બાદ તો તેને કોઈ સારો રિસ્પોન્સ મળ્યો જ નહીં. પરંતુ જ્યારે તેણે સ્વિગી એપ્લિકેશનથી પણ સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો તો પણ કોઈ જ રિસ્પોન્સ નહીં. આખરે તેણે સોશિયલ મીડિયાનો સહારો લીધો.
જોકે બાદમાં મુરુગને પોતાની પોસ્ટને એડિટ કરી અને લોકોને જણાવ્યું કે રેસ્ટોરન્ટ સાથે તેની વાતચીત થઈ ગઈ છે અને ફરીથી આવી ભૂલ નહીં થાય તેની ખાતરી આપી છે. સાથે જ સ્વિગીએ આ મામલે તપાસના આદેશ પણ આપ્યા છે. સ્વિગીએ આ રેસ્ટોરન્ટને પોતાના લિસ્ટમાંથી સસ્પેન્ડ પણ કરી દીધી છે. અને હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
[yop_poll id=1366]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]