ચા પીવાના શોખીનો ચેતી જજો, વધુ પડતી ચા પીવાથી થાય નુકસાન

ચા પીવી ઘણા લોકોને પસંદ હોય છે. તેમનું માનવું છે કે ચાની એક ચૂસકી એનર્જીથી ભરપૂર હોય છે. સવાર સવારની ચા હોય અથવા તો ઓફિસમાં કામ દરમિયાન પીવાતી ચા હોય તેને ના પાડવી થોડી મુશ્કેલ થઈ જાય છે. જે લોકો ચાના શોખીન છે તે લોકોનું માનવું હોય છે, કે ચા દિવસભરની થકાવટને દૂર કરવામાં મદદગાર […]

ચા પીવાના શોખીનો ચેતી જજો, વધુ પડતી ચા પીવાથી થાય નુકસાન
Parul Mahadik

| Edited By: Kunjan Shukal

Oct 25, 2020 | 7:49 PM

ચા પીવી ઘણા લોકોને પસંદ હોય છે. તેમનું માનવું છે કે ચાની એક ચૂસકી એનર્જીથી ભરપૂર હોય છે. સવાર સવારની ચા હોય અથવા તો ઓફિસમાં કામ દરમિયાન પીવાતી ચા હોય તેને ના પાડવી થોડી મુશ્કેલ થઈ જાય છે. જે લોકો ચાના શોખીન છે તે લોકોનું માનવું હોય છે, કે ચા દિવસભરની થકાવટને દૂર કરવામાં મદદગાર સાબિત થાય છે પણ શું તમે જાણો છો ચાનું વધારે પડતું સેવન તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક પણ થઈ શકે છે.

Cha piva na shokhino mate khas lekh vadhu padti cha piva thi thata nukshan vishe pan janvu che jaruri

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ચા પીવાથી થનારા નુકસાન

1. સવારે સૌથી પહેલા કોઈનો વિચાર આવતો હોય તો તે છે ચા. પરંતુ ખાલી પેટે પીવામાં આવેલી ચા તમારા માટે નુકસાનકારક સાબિત થઇ શકે છે. ખાલી પેટે ચા પીવાથી એસીડીટીની સમસ્યા થઈ શકે છે. જો તમે સવારની ચા પીવા માગતા હો તો કંઈક હળવો નાસ્તો કર્યા પછી જ ચા પીઓ.

2. જો તમે વધારે ચા પીવો છો તો ચા તમારા પાચનતંત્રને કમજોર કરી શકે છે. સાથે જ ચાનું વધારે પડતું સેવન તમારી ભૂખ પણ ઓછી કરી નાખે છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

3. ચામાં કેફીન હોય છે. જે તમારા બ્લડ પ્રેશરને વધારે છે. જેથી બને તેટલું પોતાની દિનચર્યામાં ચાને ઓછું પીવાનું રાખો.

4. વધારે ચા પીવાથી હૃદયની બીમારી પણ થઈ શકે છે. ત્યાં ચા તમારા સુગર લેવલને વધારે છે, જે તમારું વજન વધારી શકે છે. જેના કારણે મોટાપણું આવી શકે છે.

5. આપણે સામાન્ય રીતે જોઈએ છીએ કે લોકો એકવારમાં વધારે ચા બનાવી દે છે અને તેને વારંવાર ગરમ કરીને ચા પીએ છે. પરંતુ તે તમારા આરોગ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે, જેથી એ વાતનું જરૂર ધ્યાન આપો તો ચા તેટલી જ બનાવો જેટલી પીવી હોય. અને હંમેશા તાજી ચાનું સેવન કરો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને આ બિમારીમાં તજજ્ઞ કે ફેમિલી ડોક્ટરની સલાહ અવશ્ય લઈ લેવી.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati