એન્ટિબાયોટિક ગુણ ધરાવતું કપૂર તેલ કરાવશે ત્વચા અને વાળને આ જાદુઈ ફાયદા

|

Dec 11, 2020 | 8:46 PM

કપૂર પોતાના એન્ટીબાયોટિક અને એન્ટી-ફંગલ ગુણોને કારણે પૂજા અને હવન સામગ્રી સિવાય આરોગ્ય અને સુંદરતા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. જો તમે તમારા બ્યુટી પ્રોડક્ટ્સમાં તેને જોડી દેશો તો તમારી ઘણી સમસ્યાઓ હલ થઈ જશે. જેટલું લાભકારી કપૂર છે, તેટલું જ બહુ કીમતી છે કપૂરનું તેલ પણ. તો આવો જાણીએ કપૂરના તેલના જાદુઈ ફાયદા. […]

એન્ટિબાયોટિક ગુણ ધરાવતું કપૂર તેલ કરાવશે ત્વચા અને વાળને આ જાદુઈ ફાયદા

Follow us on

કપૂર પોતાના એન્ટીબાયોટિક અને એન્ટી-ફંગલ ગુણોને કારણે પૂજા અને હવન સામગ્રી સિવાય આરોગ્ય અને સુંદરતા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. જો તમે તમારા બ્યુટી પ્રોડક્ટ્સમાં તેને જોડી દેશો તો તમારી ઘણી સમસ્યાઓ હલ થઈ જશે. જેટલું લાભકારી કપૂર છે, તેટલું જ બહુ કીમતી છે કપૂરનું તેલ પણ.

તો આવો જાણીએ કપૂરના તેલના જાદુઈ ફાયદા. પરંતુ તેના માટે અમે તમને બતાવીએ કે કઈ રીતે તમે કપૂરનું તેલ ઘર પર જ બનાવી શકો છો.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

આમ તો કપૂરનું તેલ બજારમાં પણ ઉપલબ્ધ હોય છે. પણ તેને ઘર પણ ખુબ જ આસાનીથી તૈયાર કરી શકાય છે. તેને ઘર પર બનાવવા માટે નારિયેળ તેલમાં કપૂર ના થોડા ટુકડા નાખો અને તેની કોઈ એરટાઇટ ડબ્બામાં ભરીને મૂકી દો. થોડા સમયમાં નારિયેલ તેલ
કપૂરના તત્વોને ગ્રહણ કરી લેશે. અને થઈ જશે તમારું કપૂરનું તેલ તૈયાર. હવે જાણીએ તેના આઠ જાદુઈ ફાયદા.

1). કપૂર ના તેલ ને ત્વચા પર લગાવવાથી ફુલ્લી અને ખીલ સારા થઈ જાય છે. તેનાથી ફક્ત ખીલ ઓછા થાય છે એટલું જ નથી, તે ત્વચા પર ખીલ ના જુના ડાઘ-ધબ્બા ને પણ જડમૂળથી ખતમ કરી દે છે.

2). એક ટબમાં હૂંફાળું ગરમ પાણી લો અને તેમાં થોડું કપૂરનું તેલ નાખો. હવે થોડીવાર તેમાં પોતાના પગ નાખીને બેસો. તેનાથી તમારી એડીઓ સાફ થઈ જશે અને ફાટેલી એડીઓ પણ જલ્દી સારી થઈ જશે. તમારા પગમાં કોઈ ઇન્ફેક્શન અથવા ફંગસ હોય તો આવું કરવાથી તે પણ ઘટી જશે અને સાથે જ તમને દુખાવાથી પણ રાહત મળશે.

3). કપૂરનું તેલ માથામાં લગાવવાથી વાળ જલદી ઊગે છે. મજબૂત થાય છે અને ખરતાં અટકે છે. તેના માટે તમારે કપૂરના તેલને દહીંમાં ભેળવીને વાળના મૂળમાં લગાવો. અને અડધા કલાકથી એક કલાક પછી વાળને ધોઇ કાઢો.

4).સ્કિન પર જો કોઈ દાઝી જવાનું અથવા તો ઈજાનું નિશાન હોય, ત્યારે પણ કપૂરના તેલ તે ભાગ પર લગાવવાથી નિશાન હલકા થઇ જાય છે.

5). ત્વચા પર કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો કપૂરનું તેલ તેને સમાપ્ત કરી દેશે અને તમને સાફ, સ્વસ્થ, ચીકણી અને ડાઘ ધબ્બા વગરની સ્કીન આપશે.

6). આંતરિક ઇજા માં પણ કપૂરનું તેલ ખૂબ જ અસરકારક ઔષધી છે. જે શરીરના કોઈપણ ભાગમાં દર્દ થવા પર કપૂરનું તેલ હળવું હૂંફાળું ગરમ કરીને તે જગ્યા પર મસાજ કરવાથી દુખાવાથી રાહત મળે છે.

7). તણાવ ઓછો કરવા માટે પણ કપૂરનું તેલ ફાયદાકારક છે. તેને માથા પર લગાવવાથી અથવા તો માથામાં તેને મસાજ કરવાથી તણાવ ઓછો થાય છે.

8). વાળ ખરતા હોય અથવા તો ડેન્ડ્રફની સમસ્યા હોય, તો કપૂરના તેલથી મસાજ કરો. તેનાથી બંને સમસ્યાઓ હલ થઈ જશે સાથે જ તમને વાળ ફરી ઉગવામાં પણ મદદ મળશે.

આ પણ વાંચોઃ ચા સાથે આ નાસ્તો કરતાં હોવ તો તમે કરી રહ્યા છો ભૂલ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Published On - 1:00 pm, Wed, 28 October 20

Next Article