ચા સાથે આ નાસ્તો કરતાં હોવ તો તમે કરી રહ્યા છો ભૂલ

ચા સાથે આ નાસ્તો કરતાં હોવ તો તમે કરી રહ્યા છો ભૂલ

ખાલી પેટે ચા પીવી આરોગ્ય માટે નુકસાનકારક છે. અને એટલા માટે જ તમારે ચા પીતી વખતે કંઈક ને કંઈક જરૂર ખાવું જોઈએ. પણ તમે ચા પીતા સમયે અથવા ચા પીધા બાદ, જે પણ કંઈ ખાવો છો તેની આરોગ્ય પર ખરાબ અસર તો નથી પડી રહીને ? તેનો જવાબ તમે જાણવા માંગો છો તો આ લેખ તમારા માટે જ છે.

ચણાના લોટની વસ્તુઓ
નમકીન હોય, મીઠી હોય અથવા તો બીજું કંઈ. દરેક મોસમમાં ચણાના લોટ થી બનેલી વસ્તુઓ ચા સાથે નાસ્તામાં સૌથી કૉમન છે. પણ જો તમને પણ એ આદત છે તો થોભી જજો. આ આદત હેલ્ધી નથી. આરોગ્ય નિષ્ણાતો માને છે કે ચા સાથે ચણાના લોટથી બનેલી વસ્તુઓ ન ખાવી જોઈએ.તે શરીરમાં પોષક તત્વોની કમી કરે છે. આ ઉપરાંત ચા સાથે બેસનની વસ્તુઓનું સેવન પેટ અને પાચન સંબંધિત મુશ્કેલી પેદા કરી શકે છે.

કાચી વસ્તુઓ
કાચી વસ્તુઓ જેમકે સલાડ, અંકુરિત અનાજ, અથવા તો બાફેલા ઈંડા જેવી વસ્તુઓ પણ ચા સાથે લેવું તમારા આરોગ્ય માટે અને પેટ માટે નુકસાનકારક છે. આ ઉપરાંત ગરમ અને ઠંડા નું મિશ્રણ થશે તે પણ પેટ સંબંધી સમસ્યાઓ વધારી દેશે.

હળદર વાળી વસ્તુઓ
જો તમે ચા સાથે અથવા ચા પીધા પછી તરત એવી વસ્તુઓનું સેવન કરો છો જેમાં હળદર ની માત્રા વધારે છે. તો તે તમારા માટે નુકશાનદાયક સાબિત થઇ શકે છે. તેનું મુખ્ય કારણ છે ચા અને હળદરમાં રહેલા રાસાયણિક તત્વ. જે પેટમાં રસાયણિક ક્રિયા કરીને તમારા પાચનતંત્રને નુકસાન પહોંચાડી શકે છે. તેમજ પેટ માટે નુકસાનકારક તત્વો નું નિર્માણ કરે છે. તેથી જ્યારે પણ ચા પીવા બેસો ત્યારે આવી વસ્તુઓથી દૂર રહો.

લીંબુ
ચા સાથે એવી વસ્તુનો પ્રયોગ બિલકુલ ના કરો. જેમાં લીંબૂ ની માત્રા હોય. તે નુક્સાનદાયક છે. કેટલાક લોકો ચામાં લીંબુ નીચોવીને લેમન ટી બનાવીને પીએ છે. પણ તે ચા માં એસીડીટી અને પાચન સંબંધિત ગેસની સમસ્યા પેદા કરી શકે છે. ચા માં લીંબુ મેળવીને પીવાથી પેટમાં બના કેમિકલ શરીર માટે ઝેર જેટલું જ ખતરનાક સાબિત થઇ શકે છે.

ઠંડી વસ્તુઓ
ચા પહેલા પાણી પીવો તો ઠીક છે પણ ચા સાથે અથવા ચા પીધા પછી જ પાણી અથવા કોઈપણ ઠંડી વસ્તુ નું સેવન કરવું, કોઇપણ રીતે યોગ્ય નથી. ચા પીધાના તરત પછી પાણી પીવું પાચનતંત્ર પર ખરાબ અસર નાખે છે. અને ગંભીર એસિડિટીની સમસ્યા તેમજ પેટની સમસ્યાઓ ઉભી કરી શકે છે.

આ પણ વાંચોઃ કબજિયાત, એસીડીટીથી છુટકારો મેળવવા અઠવાડિયામાં એક દિવસ ભૂખ્યા રહીને જુઓ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Click on your DTH Provider to Add TV9 Gujarati