શું તમે ભોજનમાં વધારે મીઠું તો નથી લઈ રહ્યા ને ? વાંચો આ આર્ટિકલ

|

Oct 10, 2020 | 5:59 PM

જેવી રીતે બે વ્યક્તિઓનો સ્વભાવ, વ્યક્તિત્વ અને વિચારો નથી મળતા તેવી જ રીતે લોકોની ખાણીપીણીમાં પણ ફરક હોય છે. કોઈને મીઠું ખાવાનું પસંદ પડે છે તો કોઈને તીખું. ઘરનું પૌષ્ટિક ભોજન જમવાવાળાનું આરોગ્ય બહારનું મસાલેદાર ખાવાનું પસંદ કરતાં લોકો કરતા સારું હોય છે. ડાયેટમાં લોકો કેટલી માત્રામાં મીઠું ખાય છે તેના પર પર પણ તેમનું […]

શું તમે ભોજનમાં વધારે મીઠું તો નથી લઈ રહ્યા ને ? વાંચો આ આર્ટિકલ

Follow us on

જેવી રીતે બે વ્યક્તિઓનો સ્વભાવ, વ્યક્તિત્વ અને વિચારો નથી મળતા તેવી જ રીતે લોકોની ખાણીપીણીમાં પણ ફરક હોય છે. કોઈને મીઠું ખાવાનું પસંદ પડે છે તો કોઈને તીખું. ઘરનું પૌષ્ટિક ભોજન જમવાવાળાનું આરોગ્ય બહારનું મસાલેદાર ખાવાનું પસંદ કરતાં લોકો કરતા સારું હોય છે.

ડાયેટમાં લોકો કેટલી માત્રામાં મીઠું ખાય છે તેના પર પર પણ તેમનું આરોગ્ય રહેલું છે. વધારે મીઠું ખાવાવાળા પણ ઘણી બીમારીઓની ચપેટમાં આવી શકો છો. આવો જાણીએ કે કઈ રીતે ?

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

1). વધારે સોડિયમ ખાવાથી આર્ટરિજ વધી જાય છે. તેના કારણે હૃદયના ધબકારા વધી જાય છે. હૃદયમાં જ્યારે રક્તનો પ્રવાહ યોગ્ય રીતે નથી થતો ત્યારે હૃદયની બીમારીનો ખતરો વધી જાય છે. તેનાથી સ્ટ્રોક આવવાની પણ સંભાવના વધી જાય છે.

2). વધારે મીઠું ખાવાથી હાઈ બીપીનો ખતરો રહેલો છે. તેનાથી આંખોની રોશની પણ પ્રભાવિત થાય છે. સોડિયમની માત્રા વધારે હોય તો ફેટી લીવર પણ વધી શકે છે. તેના કારણે લીવરની આજુબાજુ ફેટ જમા થઈ જાય છે, સોજો આવી જાય છે અને કિડની ફિલ્ટર કરવા અસક્ષમ થઈ જાય છે.

3). આ બીમારીઓ દૂર કરવા માટે જરૂરી છે કે લોકો મીઠુંનું સેવન ઓછું કરે. જોકે શરીરમાં સોડિયમની માત્રા ઓછી હોવાથી પણ ઘણા રોગો થાય છે. તેવામાં જરૂરી છે કે શરીરમાં સોડિયમની માત્રા ન તો વધારે હોવી જોઈએ ન તો ઓછી. તેથી આરોગ્ય નિષ્ણાંતો કહે છે 2300 મિલિગ્રામથી વધારે મીઠું નહિ ખાવું જોઈએ. કોઈપણ સ્વસ્થ વ્યક્તિએ દૈનિક આહારમાં 4 થી 5 ગ્રામ મીઠું ખાવું જોઈએ.

આ પણ વાંચોઃઘરે જ ડાયાબિટીસ ચેક કરતાં હોવ, તો આ ભૂલ કદાપી ના કરતાં

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article