AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાનના દુઃખાવાથી છો પરેશાન? તો અજમાવો આ ઘરગથ્થુ ઈલાજ.

કાનની પીડા એ એક સામાન્ય સમસ્યા છે. પણ સાથે સાથે જ ખૂબ જ સતાવે પણ છે. કાનની પીડા માટે કોઈ ચોક્કસ ઉંમર નથી હોતી. તે નાના છોકરાને પણ થઈ શકે છે અને વૃદ્ધને પણ થઈ શકે છે. અને ક્યારેક તો આ પીડાને આપણે સાવ અવગણી જ દઈએ છે. પણ શું તમે જાણો છો કે વારંવાર […]

કાનના દુઃખાવાથી છો પરેશાન? તો અજમાવો આ ઘરગથ્થુ ઈલાજ.
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 07, 2020 | 6:32 PM
Share

કાનની પીડા એ એક સામાન્ય સમસ્યા છે. પણ સાથે સાથે જ ખૂબ જ સતાવે પણ છે. કાનની પીડા માટે કોઈ ચોક્કસ ઉંમર નથી હોતી. તે નાના છોકરાને પણ થઈ શકે છે અને વૃદ્ધને પણ થઈ શકે છે. અને ક્યારેક તો આ પીડાને આપણે સાવ અવગણી જ દઈએ છે. પણ શું તમે જાણો છો કે વારંવાર આવી રીતે કાનની પીડાને ઇગ્નોર કરવી તે તમને ભવિષ્યમાં બહેરા પણ બનાવી શકે છે. કાનની પીડા દૂર કરવાના કેટલાક ઘરગથ્થુ ઉપાયો છે. જે તમને પીડાથી રાહતઆપી શકે છે. પણ તે પહેલા તમારે કાનમાં ઉદ્ભવતી પીડા પાછળનું કારણ જાણવું જરૂરી છે.

– સાઇનસની સમસ્યા હોવી – કાનમાં એર વેક્સ જામી જવી – નાહતી વખતે કાનમાં પાણી અથવા સાબુ જતો રહેવો. – કાનની કેનાલમાં એક્ઝિમા હોવું – દાતમાં કોઈ પ્રકારનું સંક્રમણ થવું

– જડબામાં દુખાવો થવો કે સંધિવા થવું – જડબામાં કોઈ પ્રકારનું સંક્રમણ થવું – લાંબા સમય સુધી ફોન પર વાતો કરવી. – ઠંડી લાગી જવી. – ગળુ ખરાબ થઈ જવું. – કાનમાં કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન થવું

તુલસી : તુલસી એક આયુર્વેદિક ઔષધિ છે અને તેના ઘણા બધા ઔષધિય ઉપયોગો છે. તેમાં એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે કાનની પીડાને ઓછી કરવામાં મદદ કરી શકે છે. તુલસીના 6-7 તાજા પાનને પીસીને તેમાંથી રસ કાઢી લેવો. તે રસના 2-3 ટીપાં જે કાનમાં પીડા થઈ રહી છે તેમાં નાખવાથી પીડામાં ઘટાડો થશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

લસણ : કાનની પીડાને ઓછી કરવા માટે લસણનો ઉપયોગ એક સારો વિકલ્પ છે. તેમાં જીવાણુનાશક અને એન્ટિ ઇન્ફ્લેમેટરી ગુણો સમાયેલા છે, જે પીડા અને સોજાને ઓછા કરવામાં મદદ કરે છે. 3 લસણની કળીઓને વાટીને તેમાં ત્રણ મોટા ચમચા સરસિયાનું તેલ ભેળવી લેવું, હવે તેને ગરમ કરવું. અને લસણની કળિયો જ્યાં સુધી કાળી ન થાય ત્યાં સુધી તેને ગરમ કરવું. હવે તેલને ઠંડુ પાડી તે તેલના 2-3 ટીપાં પીડાગ્રસ્તના કાનમાં નાખવા.

આદુ : આદુમાં એન્ટિ બેક્ટેરિયલ અને એન્ટિ ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે જે કોઈ પણ પીડા કે સોજાને ઘટાડવામાં લાભપ્રદ સાબિત થાય છે. આદુના એક ટુકડાને વાટીને તેમાંથી રસ કાઢી લેવો, હવે તે રસના 2 ટીપાં તમારા કાનમાં નાખવા, કાનની પીડા દૂર કરવા માટે આ ઉપાય ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે.

ગરમ શેક : ગરમ પાણીમાં એક સ્વચ્છ નેપ્કીન કે રૂમાલ પલાળી તેને નીચોવી લેવો. હવે તમને જ્યાં પીડા થઈ રહી હોય તેના પર ગરમ રૂમાલથી સારી રીતે શેક કરી લેવો. જ્યાં સુધી તમને પીડા ઓછી થતી ન જણાય ત્યાં સુધી આ પ્રયોગ ચાલુ રાખવો

લવીંગ : લવીંગ એક કુદરતી દર્દનાશક ઔષધી છે. અરધી ચમચી લવિંગનું તેલ અને તલનું તેલ હળવું ગરમ કરીને મિક્સ કરી લેવું. તે તેલમાં એક કોટન બોલ પલાળવો, હવે તેને કાનની કેનાલ પર રાખવું. તે પીડામાં તુરત જ રાહત આપવાનું કામ કરશે.

ડુંગળીનો રસ : એક ડુંગળીને પીસીને તેનો રસ કાઢી, તે રસને હુંફાળો ગરમ કરવો અને તેના બે ટીપાં પીડાગ્રસ્ત કાનમાં નાખવા. તેનાથી પીડામાં ઘણી રાહત થશે.

મીઠુ: મીઠુ પીડા નાશક તરીકે કામ કરે છે. એક વાસણમાં થોડું મીઠુ લઈ તેને ધીમી આંચે ગરમ કરવું. મીઠું ભૂરું થાય ત્યારે તેને વાસણમાંથી ડીશમાં લઈ લેવું. હવે આ મીઠાને એક સ્વચ્છ સુતરાઉ કાપડમાં લઈને તેની પોટલી બનાવી લેવી. હવે તેને તમારા કાનમાં જ્યાં પીડા થઈ રહી છે તેના ઉપર રાખો. આ ઉપાયથી તમારી પીડા તેમજ સોજો દૂર થઈ જશે

બદામનું તેલ: આપણે બધા જાણીએ છીએ કે બદામનું તેલ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભપ્રદ છે. આ ઉપરાંત તે કાનની પીડાને ઘટાડવામાં પણ ઉત્તમ રીતે મદદ કરે છે. તેના માટે તમારે થોડું બદામનું તેલ ગરમ કરવું. હુંફાળુ ગરમ કરવું અને તેના 2-3 ટીપાં પીડાગ્રસ્ત કાનમાં ઉમેરવા. તમે ઇચ્છો તો પીડામાં રાહત મેળવવા માટે તમે આ તેલનું કાનની આસપાસ માલીશ પણ કરી શકો છો.

લીમડો: લીમડાના ગુણોથી આપણે બધા જ માહિતગાર છીએ. તેનો ઉપયોગ પ્રાચીન સમયથી રોગમુક્તિ માટે કરવામાં આવે છે. લીમડામાં ભરપૂર આયુર્વેદિક ગુણો સમાયેલા છે. તેમાં એન્ટિફંગલ ગુણ છે જે સંક્રમણ સામે લડવામાં મદદ કરે છે, અને તેના એન્ટિ ઇન્ફ્લેમેટરી ગુણો પીડા તેમજ સોજાને ઘટાડવામાં પણ મદદ કરે છે. લીમડાના તાજા પાનને પીસીને તેનો રસ કાઢી લો, હવે પીડાને દૂર કરવા માટે લીમડાના રસના કેટલાક ટીપાં કાનમાં નાખો.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">