Amulએ વેચવાનું શરૂ કર્યું સૌથી ખાસ અને ઘણું મોંઘું દૂધ જેની કિંમત છે રૂ.100 પ્રતિ લીટર, સૌથી પહેલા ગુજરાતમાં શરૂ થયું તેનું વેચાણ VIDEO

Amulએ વેચવાનું શરૂ કર્યું સૌથી ખાસ અને ઘણું મોંઘું દૂધ જેની કિંમત છે રૂ.100 પ્રતિ લીટર, સૌથી પહેલા ગુજરાતમાં શરૂ થયું તેનું વેચાણ VIDEO

ગુજરાતમાં અને દેશભરમાં દૂધ અને દૂધની બનાવટો માટે અમૂલ નામ મોખરે ગણાય છે. ત્યારે અમૂલે છેલ્લા 3-4 દિવસથી એવ એવું દૂધ વેચવાનું શરૂ કર્યું છે જેના ઘણાં ફાયદાઓ છે અને સામે તેની કિંમત પણ વધારે છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના આણંદમાં એક કાર્યક્રમમાં ઉંટડીના દૂધના ફાયદાઓ વિશે વાત કરી હતી. અને હવે આશરે ત્રણેક મહિના બાદ ગુજરાત કૉ-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને મંગળવારે ગુજરાતના કેટલાક બજારોમાં અમૂલ ફ્રેશ કેમલ મિલ્ક લૉન્ચ કરવાની જાહેરાત કરી છે. જેમાં ગાંધીનગર, અમદાવાદ અને કચ્છનો સમાવેશ થાય છે.

અમૂલ ‘ફ્રેશ કેમલ મિલ્ક’ પાઉચમાં નહીં પરંતુ બોટલ્સમાં આવશે અને તે 500ml દૂધની કિંમત 100 રૂપિયા હશે.

GCMMFના એક અધિકારીના જણાવ્યા પ્રમાણે આ દૂધની 3 દિવસની શેલ્ફ લાઈફ હશે. અને તેને ઠંડામાં રાખવું પડશે.

અગાઉ અમૂલ ઉંટડીના દૂધનો ઉપયોગ ચોકલેટની બનાવટમાં કરી ચૂક્યું છે અને હવે અમદાવાદ, ગાંધીનગર અને ભૂજ જેવા માર્કેટમાં ઉંટડીના દૂધનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે.

આ અંગે અમૂલના મેનેજિંગ ડાયરેક્ટર આર.એસ.સોઢીએ TV9 ગુજરાતીને કહ્યું,

“ભારતમાં સૌપ્રથમ વાર ઉંટડીનું દૂધ અમૂલ દ્વારા લૉન્ચ કરવામાં આવ્યું છે. કચ્છમાં હજારો કેમલ બ્રીડર્સ છે જેમને દૂધની યોગ્ય કિંમત જ નહોતી મળી રહી. કોઈ ઉંટડીનું દૂધ જ નહોતું ખરીદતું. પરંતુ અમે બધું જ ઓર્ગેનાઈઝ્ડ રીતે કર્યું. હવે આ પશુપાલકોને પહેલા કરતા દૂધના બમણા ભાવ મળે છે.”

સાથે જ MDએ જણાવ્યું કે હાલ ભૂજ સહકારી સંઘ ખાતે તેનુ પ્રોસેસિંગ કરવામાં આવી રહ્યું છે. અને ત્યાંથી જ પેક થઈ રેફ્રિજરેટેડ ગાડીઓમાં અમદાવાદ-ગાંધીનગરના માર્કેટમાં પહોંચાડવામાં આવે છે.

હજી અમૂલે ઉંટડીના દૂધને લૉન્ચ કર્યે 3-4 દિવસ થયા છે ત્યાં લોકો તરફથી પણ સારો રિસ્પોન્સ મળી રહ્યો હોવાની વાત એમડીએ કરી.

કેમ ખાસ છે ઉંટડીનું દૂધ?

ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ગુજરાત-આણંદની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ઉંટડીના દૂધના લાભ કહ્યા હતા. ત્યારે ઉંટડીના દૂધના મુખ્ય ફાયદાઓ જોઈએ તો…

ડાયાબિટીસમાં આપે છે આરામ

ઉંટડીનું દૂધ ડાયાબિટીસના દર્દીઓ માટે રામબાણ સમાન છે. ઉંટડીના એક લીટર દૂધમાં 52 યૂનિટ ઈન્સ્યુલિન મળી આવે છે. જે અન્ય પ્રાણીઓના દૂધમાં મળતા ઈન્સ્યુલિન કરતા ઘણું વધારે છે. ઈન્સ્યુલિન શરીરમાં પ્રતિકારક શક્તિ વધારે છે. તેનું નિયમિતપણે સેવન કરવાથી થોડા મહિનાઓમાં જ ડાયાબિટીસમાં ફરક જોઈ શકાય છે.

સરળતાથી પચી જાય છે

ઉંટડીનું દૂધ પચવામાં સરળ હોય છે. દૂધમાં શર્કરા, પ્રોટીન, કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ, સુગર, ફાઈબર, લેક્ટિક અમ્લ, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન એ, વિટામિન ઈ, વિટામિન બી2, વિટામિન સી, સોડિયમ, ફાસ્ફોરસ, પોટેશિયમ, ઝિંક, જેવા તત્વો મળી આવે છે. તે તત્વો શરીરને સુંદર અને નિરોગી બનાવે છે.

બીમારીઓથી બચાવે છે

ઉંટડીના દૂધમાં વિટામિન અને ખનીજ ભરપૂર પ્રમાણમાં હોય છે. તેમાં મળી આવતું એન્ટિ બૉડી શરૂરને બીમારીમાંથી બચાવે છે.

જુઓ VIDEO: 

સ્કિનની સમસ્યામાં મળે છે રાહત

બીમારીઓમાં રાહત આપતું ઉંટડીનું દૂધ સ્કિન માટે ફાયદાકારક છે. ઉંટડીના દૂધમાં રહેલું અલ્ફા હાઈડ્રોક્સિલ અમ્લ ત્વચાને ગ્લો અપાવે છે. આ જ કારણ છે કે ઉંટડીના દૂધનો ઉપયોગ સૌંદર્યસંબંધી પ્રોડક્ટ્સ બનાવવામાં કરાય છે.

હાડકા મજબૂત કરે છે

ઉંટડીના દૂધમાં ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ હોય છે. તેના સેવનથી હાડકા મજબૂત બને છે. સાથે લોહીમાંથી ટોક્સિન્સ દૂર થાય છે અને લિવર સાફ રહે છે.

બાળકના વિકાસ માટે ફાયદારૂપ

એટલું જ નહીં, ઉંટડીના દૂધનું નિયમિતપણે સેવન કરવાથી બાળકના મગજનો વિકાસ વધુ સારો થાય છે. બાળકની સમજવા-વિચારવાની શક્તિ વધે છે. સાથે ઉંટડીનું દૂધ બાળકને કુપોષણથી બચાવે છે.

દિવાળી 2018થી GCMMF ઉંટડીનું દૂધ લોન્ચ કરવાની યોદના બનાવી રહ્યું હતું. હાલ ભૂજમાં 20 હજાર લીટરનો પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે.

કચ્છમાં ઉંટડીનું દૂધ એકત્ર કરતી સરહદ ડેરીના અધિકારીઓએ કહ્યું કે હાલ ગાયનું દૂધ દૂધ ઉત્પાદકો માટે 28-30 રૂપિયે લીટર મળે છે જ્યારે કે ગુજરાતમાં ઉંટનું દૂધ 50-55 રૂપિયે લીટર મળે છે.

ઉંટડીના દૂધમાંથી બને આ પણ

ઉંટડીના દૂધમાંથી સુગંધિત દૂધ, ચા, કૉફી તેમજ કુલ્ફી પણ બનાવવામાં આવે છે. સાથે જ રાજસ્થાનમાં તો ઉંટડીના દૂધમાં પેંડા, બરફી, ગુલાબજાંબુ, આઈસક્રિમ, મીઠાઈ અને ચોકલેટ પણ તૈયાર કરાઈ રહી છે. તો જેમ અન્ય દૂધમાંથી પનીર, ઘી અને માખણ બનાવો તેમ ઉંટડીના દૂધમાંથી પણ બનાવી શકાય છે.

ઉલ્લેખનીય છે કે પહેલા ઉંટડીના દૂધને ખાદ્ય પદાર્થ નહોતું મનાતું એટલે ઉંટપાલકો તેને વેચી નહોતા શક્તા. પરંતુ આખરે ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણે ફેબ્રુઆરી, 2017માં તેને ખાદ્ય પદાર્થની માન્યતા આપી અને FSSAI તરફથી લીલી ઝંડી મળ્યા બાદ બજારમાં આ દૂધનું વેચાણ શક્ય બન્યું છે.

વિવિધ દૂધની કિંમતો આ પ્રમાણે છે

અમૂલ ફ્રેશ કેમલ મિલ્ક- રૂ.100 પ્રતિ લિટર

અમૂલ ડાયમન્ડ- રૂ.54 પ્રતિ લિટર

અમૂલ ગોલ્ડ- રૂ.52 પ્રતિ લિટર

અમૂલ શક્તિ- રૂ.48 પ્રતિ લિટર

અમૂલ કાઉ (ગાય) મિલ્ક- રૂ.44 પ્રતિ લિટર

અમૂલ તાજા- રૂ.40 પ્રતિ લિટર

[yop_poll id=762]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati