આ સમાચાર વાંચ્યા પછી તમને રેસ્ટોરન્ટમાં હાથથી જમવામાં સહેજ પણ શરમ નહિં આવે

|

Oct 28, 2020 | 9:39 AM

આજકાલ મોટાભાગના લોકો ચમચીથી જ ભોજન જમે છે. ખાસ કરીને જ્યારે તેઓ બહાર કોઈ રેસ્ટોરન્ટ હોટલમાં જમવા ગયા હોય ત્યારે. જો તમને પણ આવામાં કોઈપણ સમયે હાથથી ખાવામાં શરમ આવે છે, તો તમને જણાવી દઈએ કે હાથથી ખાવાથી તમને ઘણા બધા ફાયદા મળશે. આવો જાણીએ તેના વિશે. ચમચીથી ખાવાની જગ્યાએ જો આપણે હાથથી ભોજન જમીએ […]

આ સમાચાર વાંચ્યા પછી તમને રેસ્ટોરન્ટમાં હાથથી જમવામાં સહેજ પણ શરમ નહિં આવે

Follow us on

આજકાલ મોટાભાગના લોકો ચમચીથી જ ભોજન જમે છે. ખાસ કરીને જ્યારે તેઓ બહાર કોઈ રેસ્ટોરન્ટ હોટલમાં જમવા ગયા હોય ત્યારે. જો તમને પણ આવામાં કોઈપણ સમયે હાથથી ખાવામાં શરમ આવે છે, તો તમને જણાવી દઈએ કે હાથથી ખાવાથી તમને ઘણા બધા ફાયદા મળશે. આવો જાણીએ તેના વિશે.

ચમચીથી ખાવાની જગ્યાએ જો આપણે હાથથી ભોજન જમીએ છીએ, તો મોઢું નથી દાઝતું, કારણકે ચમચીના તાપમાન ખાવા સમયે બદલાય છે અને આપણને તેની ખબર નથી પડતી. જ્યારે હાથથી ખાવાથી આપણને તાપમાન નો આભાસ થઈ જાય છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

જ્યારે આપણે હાથથી ભોજન જમીએ છીએ, ત્યારે આંગળી અને હાથના અંગૂઠા એક સાથે મળવાથી મુદ્રા બને છે. તેના કારણે શરીરમાં વિશેષ રૂપથી ઉર્જા પેદા થાય છે, જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

હાથથી ખાતી વખતે આપણે હાથ ધોવા પર વિશેષ ધ્યાન આપીએ છીએ. જ્યારે ચમચીથી ખાતી વખતે આપણે રાખેલી ચમચીનો ઉપયોગ કરીએ છે. જેમાં જીવાણુઓના ઉપસ્થિતિની સંભાવના સૌથી વધારે હોય છે.

જ્યારે આપણે હાથથી જમીએ છીએ ત્યારે આપણા શરીરમાં પંચતત્વો નું સંતુલન યોગ્ય હોય છે, જ્યારે ચમચીથી ખાવાથી આપણને તે લાભ મળતો નથી.

હાથથી ભોજન જમવું સ્પર્શ ચિકિત્સા જેવું છે. તેમાં આપણા હાથ, મોઢું, પેટ અને દિમાગ માં એકરીતે સંકલન બને છે. શરીરના આંતરિક સંકેતોના માધ્યમથી જ ભોજન પચે છે, જેથી તે સુપોષિત થાય છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article