AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નારિયેલ પાણીના આ ફાયદાઓ જાણીને તમે હવે તેને પીવાની ના નહીં પાડી શકો!

ઉનાળાની ઋતુમાં શરીરમાં પાણી ઘટી જવાની ઘટના બને છે. ઘણી વખત તો ઓછું પાણી પીવાથી ચક્કર પણ આવી જાય છે. લૂ લાગે નહીં તે માટે શરીરને એનર્જીની જરુર પડે છે તેમાં નારિયેલ પાણી એ કારગર ઉપાય છે. ઉનાળામાં નારિયેલ પાણી પીવાના અનેક ફાયદાઓ છે. ખાસ કરીને વારંવાર તરસ છીપાવવા માટે જે નોર્મલ પાણી પીવું પડે […]

નારિયેલ પાણીના આ ફાયદાઓ જાણીને તમે હવે તેને પીવાની ના નહીં પાડી શકો!
| Updated on: May 15, 2019 | 11:30 AM
Share

ઉનાળાની ઋતુમાં શરીરમાં પાણી ઘટી જવાની ઘટના બને છે. ઘણી વખત તો ઓછું પાણી પીવાથી ચક્કર પણ આવી જાય છે. લૂ લાગે નહીં તે માટે શરીરને એનર્જીની જરુર પડે છે તેમાં નારિયેલ પાણી એ કારગર ઉપાય છે.

ઉનાળામાં નારિયેલ પાણી પીવાના અનેક ફાયદાઓ છે. ખાસ કરીને વારંવાર તરસ છીપાવવા માટે જે નોર્મલ પાણી પીવું પડે છે તેની રાહત પણ નારિયેલ પાણી પીવાથી થાય છે. નારિયેલ પાણીએ રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.

નારિયેલ પાણી પીવાથી ક્યાં ફાયદાઓ થાય?

1. વજન ઘટાડવામાં મદદરુપ શરીરમાં વજન વધારો આજે મોટી સમસ્યા છે. જેના લીધે અનેક બિમારીઓ પણ ફેલાઈ જાય છે અને ચરબીની માત્રા વધી જવાથી હાર્ટ એટેકનો ખતરો પણ રહે છે. નારિયલે પાણીમાં કેલરી ઓછી હોવાથી તે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે.

2. રોગ પ્રતિકારક શક્તિમાં વધારો નારિયેલ પાણીમાં એન્ટી બેક્ટેરીયલ અને એન્ટી વાયરલ ગુણો હોય છે. જેના લીધે રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. આમ શરીરમાં ઈન્ફેક્શન જેવી બિમારીઓથી ખાસ્સી રાહત નારિયેલ પાણી આપી શકે છે.

3. હાઈ-બ્લડ પ્રેશરના દર્દીઓ માટે ફાયદાકારક જે લોકો હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી પીડાઈ રહ્યાં છે તેમના માટે નારિયેલ પાણી ખૂબ જ ઉપયોગી છે. નારિયેલ પાણી પીવાથી બ્લડ પ્રેશર નોર્મલ થઈ જાય છે. નારિયલે પાણીમાં વિટામીન-સી, મેગ્નેશીયમ અને પોટેશિયમ હોવાથી તે બ્લડ પ્રેશરને કાબૂ કરવામાં મદદ કરે છે.

4. ચામડી માટે ફાયદાકારક

નારિયેલ પાણી આરોગ્ય માટે તો સારુ છે જે પણ જે લોકો ખીલની સમસ્યાથી છૂટકારો મેળવવા માગે છે તેમને નારિયેલ પાણીથી મોઢું ધોઈને રાત્રે સુવુ જોઈએ. જેના લીધે ખીલની સમસ્યાથી છૂટકારો મળશે અને ચામડી પણ સુંદર બનશે.

5. કિડની નારિયેલ પાણીમાં એવા તત્ત્વો છે જેમ કે મિનરલ્સ, પોટેશિયમ અને મેગ્નેશિયમ એ કિડનીની સમસ્યાઓને દૂર કરવામાં ખાસ ઉપયોગી છે. આમ ઉનાળામાં નારિયેલ પાણી શરીરમાં ખાસ ઉર્જા આપે છે અને તે બિલકુલ નેચરલ છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
નેતાઓના વાયદાથી કંટાળેલ જનતા મેદાને! ગટર મુદ્દે તંત્ર સામે 'લાલ આંખ'
જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video
જિમ જેહાદના રવાડે ચઢેલા વિધર્મીની SOGએ કાઢી 'હવા' - જુઓ Video
ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ
ભાવનગરમાં કોંગ્રેસે 22 વર્ષિય કોલેજિયન દીકરીને આપી ટિકિટ
ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ
ચોટીલામાં કોંગ્રેસનો અનોખો દાવ, કિન્નર ઉમેદવાર વૈશાલી દેવીને આપી ટિકિટ
ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં જોડાયા
ભાજપના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ કોંગ્રેસમાં જોડાયા
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે મોટા સમાચાર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મામલે મોટા સમાચાર
g clip-path="url(#clip0_868_265)">