એક શાકના 300 ફાયદા ! જાણશો તો, તમે બે હાથે ખાશો શાક !

|

Sep 18, 2020 | 4:48 PM

આજે તમને એક એવી ઔષધીય શાક વિશે જણાવીશું કે, જેના દ્વારા તમે અસંખ્ય રોગોથી, કાયમી છુટકારો મેળવી શકો છો. આ ઔષધીય છોડનું નામ છે સરગવો. જેને આપણે સેકટાની સિંગ કે સરગવાની સિંગો પણ કહીએ છીએ. સરગવાની અંદર ભરપૂર માત્રામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન એ, વિટામિન સી અને વિટામિન બી જેવા પોષક તત્વો […]

એક શાકના 300 ફાયદા ! જાણશો તો, તમે બે હાથે ખાશો શાક !

Follow us on

આજે તમને એક એવી ઔષધીય શાક વિશે જણાવીશું કે, જેના દ્વારા તમે અસંખ્ય રોગોથી, કાયમી છુટકારો મેળવી શકો છો. આ ઔષધીય છોડનું નામ છે સરગવો. જેને આપણે સેકટાની સિંગ કે સરગવાની સિંગો પણ કહીએ છીએ.

સરગવાની અંદર ભરપૂર માત્રામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન એ, વિટામિન સી અને વિટામિન બી જેવા પોષક તત્વો હોય છે. આથી સરગવાની શીંગોનું સેવન કરવાના કારણે તમે અનેક પ્રકારની બીમારીઓથી દૂર રહી શકો છો. સરગવાના ઝાડમાં તેના મૂળથી માંડી તેના ફૂલ અને ફળ સુધી દરેક વસ્તુઓ પૌષ્ટિક હોય છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

સરગવાના મૂળ દ્વારા તમે દમ, પથરી અને કમળા જેવી સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો. સરગવાની છાલનો ઉપયોગ કરીને તમે વાની સમસ્યા અને યકૃતનાના રોગોથી છુટકારો મેળવી શકો છો. તેના ફળનો ઉપયોગ કરી અને તમે પેટના લગતા દરેક રોગોમાંથી છુટકારો મેળવી શકો છો. તેના ફળ દ્વારા તમે નેત્ર રોગ અને વા તથા પીત જેવી સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો.

વાની અને વાળની સમસ્યામાં
સરગવો વા ની સમસ્યા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. સરગવાનાં મૂળને બેથી ચાર ગ્રામ જેટલી હિંગ અને સિંધવ નમક સાથે ભેળવીને ખાવામાં આવે તો વાળની સમસ્યામાં અકસીર ઈલાજ સાબિત થાય છે.

સાંધાના દુઃખાવા અને માઈગ્રેનની સમસ્યા
સરગવાનું સેવન કરવાના કારણે શરીરની અંદર રહેલી વાત ની પ્રકૃતિ શાંત પામે છે. જેથી કરીને શરીરની અંદર કોઈપણ જગ્યાએ સોજો આવ્યો હોય અથવા તો સાંધાના દુખાવા હોય કે માઈગ્રેનની સમસ્યા હોય તો તેમાંથી છુટકારો મળે છે.

પેટની સમસ્યામાં
સરગવાના પાન નું સિંધવ નમક સાથે સેવન કરવામાં આવે તો તેના કારણે પેટને લગતી દરેક સમસ્યાઓ દૂર થઈ જાય છે. આ ઉપરાંત સરગવાના પાનના એક ચમચી રસ ની અંદર એક ચમચી જેટલું મધ અને નારિયળ પાણી ભેળવી પીવામાં આવે તો તેના કારણે પેટના બધા જ પ્રકારના વિકારો દૂર થાય છે.

શુક્રાણુની સંખ્યા વધારવા :
સરગવાની સિંગ નું સેવન શુક્રાણુઓની સંખ્યા વધારે છે અને સાથે સાથે શુક્રાણુઓની ગુણવત્તા માં પણ વધારો કરે છે. રાત્રે જો સરગવાની શીંગોનું દૂધની સાથે સેવન કરવામાં આવે તો તે મહિલાઓ માટે માસિક ધર્મની દરેક પ્રકારની સમસ્યાઓ નો રામબાણ ઇલાજ સાબિત થાય છે. ગર્ભવતી બહેનોને પણ આ સિંગ ખાવાની સલાહ આપવામાં આવે છે.

મેદસ્વીપણાથી છુટકારો :
સરગવાનું સેવન કરવાના કારણે શરીરની અંદર જામેલી વધારાની ચરબી દૂર થાય છે, અને આથી જ વ્યક્તિઓને મોટાપાની સમસ્યાથી છુટકારો મળે છે. જો સવાર-સાંજ સરગવાના રસનું સેવન કરવામાં આવે તો તેના કારણે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા ખૂબ જ રાહત મળે છે.

લોહીની ઉણપ દૂર કરવા
સરગવાની અંદર ભરપૂર માત્રામાં આયરન હોય છે આથી તેનું સેવન કરવાના કારણે શરીરની અંદર હિમોગ્લોબિનની માત્રા વધે છે, અને સાથે સાથે શરીરની અંદર નવું લોહી બને છે.

રોગ પ્રતિકારક શક્તિ વધારવા
સરગવા ની અંદર રહેલા વિવિધ પ્રકારના પોષક તત્વો તમારા શરીરની ઇમ્યુનિટી વધારે છે. જેથી કરીને તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે, અને તમે વારંવાર બીમાર પડતા અટકો છો. સરગવાના કોમળ પાનનું શાક ખાવાથી પેટ હલકું રહે છે. તેમાં વિટામિન એ હોય છે એટલે તે આંખો માટે પણ સારું હોય છે.

આ પણ વાંચોઃસુંદર પાંપણ માટે આઇ કોસ્મેટિકની જરૂર નથી, આટલું કરશો તો તમારી પાંપણ લાગશે ભરાવદાર

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

(નોંધ- આ લેખ માત્ર જાણકારી માટે છે. આપે ઉપયોગ કરતા પૂર્વે આ બાબતે નિષ્ણાંતનો સંપર્ક કરવો)

 

Published On - 4:39 pm, Sun, 13 September 20

Next Article