દુનિયાના સૌથી નાના ડૉક્ટરની હિંમતની સ્ટોરી, ગુજરાતના રહેવાસી છે ડૉ. ગણેશ બારૈયા
ગુજરાતના ગણેશ બારૈયા 25 વર્ષના છે પરંતુ જોવામાં તે 5 વર્ષના બાળક જેવા લાગે છે, કારણ કે, તે વામનત્વનો શિકાર છે. તેની લંબાઈ માત્ર 3 ફીટ છે. આજે તે મેડિકલ ઓફિસર બની ગયા છે પરંતુ અહી સુધી પહોંચવા માટે તેમણે લાંબી સફર કરી છે. સુપ્રીમ કોર્ટ સુધી લડાઈ લડી છે. અંતે તેને પહેલી પોસ્ટિંગ મળી ગઈ છે.

પંખ સે કુછ નહીં હોતા, હોંસલો સે ઉડાન હોતી હૈ આ પંક્તિ ગણેશ બારૈયાએ સાર્થક કરી દેખાડી છે. તેમણેએ સાબિત કરી દીધું છે કે, પૈસા કે પાવરથી કાંઈ નથી થતું જો તમારામાં આવડત છે. તો કોઈ પણ અવરોધનોને તમે પાર કરી તમારું સપનું પૂર્ણ કરી શકો છો.આજે હોંસલો સે ઉડાન ગણેશ બારૈયા ભરી રહ્યો છે.જેનું સપનું એક પૈસાદાર પિતાનો દીકરો કે એક સમાન્ય પરિવારમાંથી આવતો દીકરો પણ જોતો હોય છે. 25 વર્ષની ઉંમરમાં માત્ર 3 ફુટ લંબાઇ ધરાવતા અને 20 કિલો વજનવાળા ગણેશ બારૈયાએએ કરી દેખાડ્યું છે. ઘણા લોકો જે વિચારતા હતા તે અશક્ય હતું.
દુનિયાના સૌથી નાના ડૉક્ટર
તબીબી પ્રેક્ટિસ કરવાના પોતાના અધિકાર માટે સુપ્રીમ કોર્ટ સુધી લડનારા આ નાના ડૉક્ટરે ગુરુવારે મેડિકલ ઓફિસર તરીકેની તેમની પહેલી પોસ્ટિંગ શરૂ કરી. આ બારૈયા માટે એક નોંધપાત્ર સંઘર્ષનો અંત છે, જે વામનતા સાથે જન્મ્યા હતા, જેના પરિણામે 72% ચાલવામાં પરેશાની થાય છે.બારૈયા જન્મથી જ વામન્તવનો શિકાર છે. તેની શારીરિક સીમાઓ હોવા છતાં, તેણે ધોરણ 12 માં 87% મેળવ્યા. ત્યારબાદ તેણે ડૉક્ટર બનવાના પોતાના સ્વપ્નને આગળ ધપાવ્યું. તેણે NEETની તૈયારી કરી અને પાસ થઈ ગયો. ગણેશ બારૈયાએ NEETમાં 233 ગુણ મેળવ્યા. તે ખૂબ જ ખુશ હતો, પરંતુ પછી કંઈક એવું બન્યું જેણે તેના સપના ચકનાચૂર કરી નાખ્યા.
View this post on Instagram
ગુજરાત સરકારે રોક્યો
2018માં ગુજરાત સરકારે ગણેશ બારૈયા અને 2 અન્ય વિકલાંગ વિદ્યાર્થીઓને એમબીબીએસમાં પ્રવેશ આપવાની ના પાડી હતી. બારૈયાએ આનો વિરોધ કર્યો, તેમના શાળાના પ્રિન્સિપાલ દલપત કટારિયા અને ટ્રસ્ટી રેવતસિંહ સરવૈયાએ તેની મદદ કરી, તેમણે લડાઈ લડી, અંતે સુપ્રીમ કોર્ટે વિદ્યાર્થીઓના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો હતો. શરીર રચના વિચ્છેદન વર્ગો દરમિયાન, મિત્રો અને પ્રોફેસરો તેમના માટે આગળની હરોળની બેઠકો અનામત રાખતા હતા.
મિત્રો ખભા પર બેસાડીને ઓપરેશન ટેબલ પર બતાવતા
મેડિકલ સ્કૂલે બારૈયાને અનોખા પડકારો રજૂ કર્યા. એનાટોમી ડિસેક્શન ક્લાસ દરમિયાન, તેમના મિત્રો અને પ્રોફેસરો તેમના માટે આગળની હરોળની બેઠકો અનામત રાખતા હતા. સર્જરી દરમિયાન ક્લાસમેન્ટ તેમને તેમના ખભા પર લઈ જતા જેથી તેઓ ઓપરેશન ટેબલ પર જોઈ શકે.
હવે ગણેશનું સપનું ભાવનગર જિલ્લાના ગોરખી ગામમાં પોતાના પરિવાર માટે એક સુંદર ઘર બનાવવાનું છે. તેના માતા-પિતા ખેડુત છે. ગણેશ બરૈયાના 8 ભાઈ-બહેનો છે. તેની 7 બહેનો અને એક નાનો ભાઈ છે. તેમણે કહ્યું મારા મિત્રો અને પ્રોફેસરે મને ખુબ સપોર્ટ કર્યો છે.
