World Lion Day 2021: છેલ્લા 100 વર્ષમાં સિંહની વસ્તીની ઐતિહાસિક શ્રેણીમાં 80 ટકાથી વધુનો ઘટાડો, જાણો વિશ્વ સિંહ દિવસનો ઈતિહાસ અને તેનું મહત્વ

|

Aug 10, 2021 | 11:29 AM

ગુજરાત સરકાર દ્વારા વર્ષે 2020માં જૂન મહિનામાં હાથ ધરવામાં આવેલી વસ્તી ગણતરી મુજબ તેમાં વધારો જોવા મળ્યો હતો. ઉપરાંત ભારતમાં 2015 માં 523 થી અત્યાર સુધીમાં સિંહની વસ્તીમાં સૌથી વધુ 29 ટકાનો વધારો જોવા મળ્યો છે.

World Lion Day 2021: છેલ્લા 100 વર્ષમાં સિંહની વસ્તીની ઐતિહાસિક શ્રેણીમાં 80 ટકાથી વધુનો ઘટાડો, જાણો વિશ્વ સિંહ દિવસનો ઈતિહાસ અને તેનું મહત્વ
World Lion Day 2021

Follow us on

World Lion Day 2021:  વિશ્વ સિંહ દિવસ દર વર્ષે 10 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. વિશ્વ સિંહ દિવસ સિંહની ઘટતી જતી વસ્તી અને સંરક્ષણ માટે જાગૃતિ લાવવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે.હાલમાં, ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર (International Union For Conservation of Nature) ની રેડ લિસ્ટમાં સિંહોને સૂચિબદ્ધ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે,એશિયાટિક સિંહ (Asiatic Lion) ભારતમાં જોવા મળતી પાંચ મોટી બિલાડીઓમાંની એક છે ઉપરાંત અન્ય ચાર પ્રજાતિની વાત કરવામાં આવે તો રોયલ બંગાળ વાઘ, ભારતીય ચિત્તો, વાદળ ચિત્તો અને સ્નો ચિત્તાનો (Snow Leopard)સમાવેશ થાય છે.

વિશ્વ સિંહ દિવસનો ઇતિહાસ

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

વર્ષો પહેલા સિંહો એશિયા, આફ્રિકા, મધ્ય પૂર્વ અને યુરોપમાં મુક્તપણે ફરતા હતા. જો કે, છેલ્લા 100 વર્ષમાં તેમની વસ્તીની ઐતિહાસિક શ્રેણીમાં 80 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે. સિંહો હાલમાં 25 થી વધુ આફ્રિકન દેશો (African Country) અને એક એશિયન દેશમાં (Asian Country) અસ્તિત્વ ધરાવે છે.તાજેતરમાં કરવામાં આવેલા સર્વે મુજબ, તેમની સંખ્યા અંદાજે 30,000 થી ઘટીને લગભગ જેટલી 20,000 થઈ છે.

ભારતમાં જોવા મળતા એશિયાટિક સિંહો મોટે ભાગે પ્રતિબંધિત ગીર ફોરેસ્ટ (Gir Forest) અને નેશનલ પાર્ક (National park) અને તેની આસપાસના વિસ્તારોમાં જોવા મળે છે. પ્રાચીન સમયના કેટલાક ચિત્રો, સાહિત્ય અને સિંહના શિકારના દ્રશ્યો દર્શાવે છે કે સિંહો ભારતીય પૌરાણિક કથાઓ, શાહી પ્રતીકો અને તેની સાંસ્કૃતિક ઓળખનો એક મહત્વપૂર્ણ ભાગ હતા.

વિશ્વ સિંહ દિવસનું મહત્વ

સિંહો તેમના નિવાસ સ્થાન અને આસપાસના વિસ્તારોના સર્વોચ્ચ શિકારી છે, જેથી ઇકોલોજીકલ (Ecological) સંતુલન જાળવવામાં મદદરૂપ થાય છે. સિંહો શિકારની વસ્તીના નિયંત્રણમાં પરોક્ષ રીતે મદદ કરે છે. ઉપરાંત તેમનું સંરક્ષણ કુદરતી વન વિસ્તારો અને વસવાટોના રક્ષણમાં પણ મદદ કરે છે અને જૈવવિવિધતા વ્યવસ્થાપનમાં પણ મદદરૂપ બને છે.

આપને જણાવી દઈએ કે,ભારત સરકાર (Government) પહેલેથી જ વિવિધ યોજનાઓ અને પ્રોજેક્ટ્સ (Projects)દ્વારા સિંહોના રક્ષણ માટે પ્રયાસો કરી રહી છે. જો કે, તેમની વસ્તીમાં વધારો અને જંગલ અને કુદરતી રહેઠાણ ઘટવાથી તેઓ માનવીની નજીક આવ્યા છે, અને શિકાર અને પ્રદેશની શોધમાં તેમણે સંરક્ષિત વિસ્તારોમાંથી(Protected Areas) દૂર જવાનું શરૂ કર્યું છે.

 

આ પણ વાંચો: PMUY Ujjwala Yojana 2021: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉજ્જવલા 2.0 લોન્ચ કરશે, વિડિયો કોન્ફરન્સનાં માધ્યમથી લાભાર્થીઓ અને દેશવાસીઓ સાથે વાત કરશે

આ પણ વાંચો: Punjab: CM અમરિંદર સિંહ આજે સોનિયા ગાંધી સાથે કરશે મુલાકાત, કેબિનેટમાં ફેરબદલ અંગે ચર્ચા થવાની સંભાવના

Next Article