Morbi: મહિલા કર્મચારીએ બેંકમાથી કરી 15 લાખની ઉચાપત, પોલીસે મહિલા સહિત મેનેજરની કરી ધરપકડ

|

May 07, 2022 | 6:02 PM

હાલ આ કેસમાં એક મહિલા સહિત બે કર્મચારી સામે રૂ.15 લાખની ઉચાપત કરવા સબબ પોલીસ (Police) કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસે ઉચાપત કેસમાં ધરપકડ બાદ તપાસ કરતા એ સામે આવ્યું છે કે છેલ્લા 5 મહિનાથી બેંકના નાણાં કટકે કટકે કાઢતા હતા.

Morbi: મહિલા કર્મચારીએ બેંકમાથી કરી 15 લાખની ઉચાપત, પોલીસે મહિલા સહિત મેનેજરની કરી ધરપકડ
નાણા ઉચાપતના મામલે બેન્ક કર્મી સામે કાર્યવાહી (Symbolic Image)

Follow us on

આજકાલ બેંકો સાથે છેતરપિંડીની (Bank Fraud) ઘટના સામે આવી રહી છે. સામાન્ય રીતે આવી ઘટનામાં એવું બનતું હોય છે કે, બેંકમાં કામ કરતા કર્મચારીઓ જ સંકળાયેલા હોય અને આ કર્મચારીઓની મદદથી જ ઋણ લેનારે લાખો-કરોડોની છેતરપિંડી કરવાની હિંમત કરી હોય છે. આવી ઘટનાઓમાં રક્ષક જ ભક્ષક બન્યાની ઉક્તિ સાચી ઠરતી હોય છે. આવો જ એક કિસ્સો મોરબીના લાલપર ગામમા સામે આવ્યો છે. જેમાં એક મહિલા કર્મચારીએ 15 લાખ રૂપિયાની ઉચાપત કરી હોવાનું સામે આવ્યું છે.

શું છે સમગ્ર મામલો ?

મોરબીના લાલપર ગામમાં આવેલી ઈન્ડુસઇન્ડ બેંકની મહિલા કર્મચારી નેહા ગજ્જરે ગ્રાહકોના ખાતામાં રૂપિયા જમા કરવાના બદલે પોતાની પાસે રાખીને કૌભાંડ આચર્યું હતું. જેમાં બાદમાં એટીએમમાં જે રૂપિયા હોય તેમાંથી કેટલીક રકમ ઉપાડી ખાતેદારોના ખાતામાં નાખી દેવામાં આવતી હતી. આમ ટ્રાજેક્શનમાં ગોટાળા કરીને લાખો રૂપિયાની રકમ ચાઉ કરી હતી. હાલ આ કેસમાં એક મહિલા સહિત બે કર્મચારી સામે રૂ.15 લાખની ઉચાપત કરવા સબબ પોલીસ કાર્યવાહી હાથ ધરાઈ છે. પોલીસે ઉચાપત કેસમાં ધરપકડ બાદ તપાસ કરતા એ સામે આવ્યું છે કે મહિલા કર્મચારીને દેણું થઈ ગયું હોય, છેલ્લા 5 મહિનાથી બેંકના નાણાં કટકે કટકે તેમાંથી કાઢતા હતા.

મોરબીના લાલપર નજીક આવેલ ઇન્ડુસઈન્ડ બેંક (IndusInd Bank) ના રાજકોટના ક્લસ્ટર બ્રાન્ચ મેનેજર હાર્દિકભાઈ હરીશભાઈ નાગર સહિત ત્રણ અધિકારીઓની ટીમ સાથે લાલપર ખાતે બેંકમાં વિઝિટમાં ગયા હતા. જ્યાં બેન્ક મેનેજર અમરીશ પટેલ દ્વારા એટીએમના ટ્રાન્ઝેક્શન ચેક કરવામાં આવતા નાણાકીય ભૂલો સામે આવી હતી. ક્લસ્ટર મેનેજર હાર્દિકભાઈ હરીશભાઈ નાગર સહિતની ટીમ દ્વારા વિગતવાર એટીએમના હિસાબની ચકાસણી કરવામાં આવતા એટીએમ બેલેન્સમાં ગોટાળો નજરે ચડ્યો.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

જેમાં બેલેન્સ તો 33, 88,200 હોવી જોઈએ પરંતુ એટીએમમાંથી ફક્ત 18,88,200 જોવા મળતા એટીએમ કસ્ટોડીયન નેહાબેન ધનસુખભાઈ ગજ્જર તેમજ જીજ્ઞેશભાઈ ચંદુભાઈ માનસેતાની પૂછપરછ કરતા એટીએમ કસ્ટોડીયન નેહાબેન ગજ્જરે પ્રથમ ગલ્લાતલા કર્યા બાદ એટીએમ મશીનમાંથી 15 લાખ અંગત વપરાશ માટે કાઢી લીધા હોવાનું કબૂલ્યું હતું. આથી આ બનાવની ફરિયાદ નોંધાતા તાલુકા પોલીસે આરોપી નેહાબેન ધનસુખભાઈ ગજ્જર તેમજ જીજ્ઞેશભાઈ ચંદુભાઈ માનસેતાની ધરપકડ કરી હતી.

બાદમાં બન્ને આરોપીને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં કોર્ટે તા.7 સુધીના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા. રિમાન્ડ દરમિયાન સામે આવ્યું હતું કે છેલ્લા 5 મહીનાથી નાણાંની આ ગોલમાલ ચાલી રહી હતી. તેમજ મહિલા કર્મચારીને દેણું થઈ ગયું હતું જેની ભરપાઈ કરવા તેણે બેંકના નાણાં લેવાનું શરૂ કર્યું હતું. વધુમાં એવું પણ જાણવા મળ્યું છે કે જે ગ્રાહક નાણાં ડિપોઝીટ કરતા તે નાણાં પણ અંગત ઉપયોગ માટે લેવામાં આવતા હતા.

Next Article