માતાનો મઢ બન્યો ઐતિહાસીક ઘટનાનુ સાક્ષી ! માં આશાપુરા પાસે 350 વર્ષમાં પ્રથમવાર પત્રી મહિલાએ ઝીલી

|

Oct 13, 2021 | 6:47 PM

એક પરંપરા મુજબ રાજવી પરિવાર દ્વારા 350 વર્ષથી આ પરંપરાગત પુજન થાય છે. પત્રીના પાન માતાજીને આઠમના દિવસે પ્રસાદરૂપે ખભા પર ધરાવાય છે. અને ત્યાર બાદ સ્વયંભુ રીતે માતાજી તેના આશીર્વાદ પત્રીવીધી ઝીલનારની જોળીમાં નાખી આપે છે.

માતાનો મઢ બન્યો ઐતિહાસીક ઘટનાનુ સાક્ષી ! માં આશાપુરા પાસે 350 વર્ષમાં પ્રથમવાર પત્રી મહિલાએ ઝીલી
Witness the historical event that became the mother's madh! In Ashapura, for the first time in 350 years, a woman died

Follow us on

કચ્છનુ ખ્યાતનામ તિર્થધામ માતાનામઢ આજે ઐતિહાસીક ધડીનુ સાક્ષી બન્યુ હતુ. આજે કચ્છની રાજાશાહી પરંપરા પ્રમાણે આઠમના પવિત્ર દિવસે પત્રી વિધિ કરવામાં આવી હતી જે 350 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર રાજવી પરિવારની મહિલા દ્રારા કરવામાં આવી હતી પ્રાગ્મલજીના નિધન બાદ આ મામલે કોર્ટમાં પહોચ્યો હતો અને કોર્ટના આદેશ અનુસાર કચ્છના મહારાણી પ્રિતીદીવીએ આજે પરંપરા જાળવવા સાથે પત્રીનો પ્રસાદ જીલ્યો હતો. અને કચ્છ સહિત દેશમાં સુખશાંતિ માટે કામના કરી હતી.

પ્રજાની સુખાકારીનો સંકેત માતા પ્રસાદીરૂપે આપે છે.

એક પરંપરા મુજબ રાજવી પરિવાર દ્રારા 350 વર્ષથી આ પરંપરાગત પુજન થાય છે. પત્રીના પાન માતાજીને આઠમના દિવસે પ્રસાદરૂપે ખભા પર ધરાવાય છે. અને ત્યાર બાદ સ્વયંભુ રીતે માતાજી તેના આશીર્વાદ પત્રીવીધી ઝીલનારની જોળીમાં નાખી આપે છે. કચ્છના રાજવી પરિવાર દ્રારા 27 જેટલી આવી રાજાશાહી પરંપરાનુ પાલન કરાય છે. જો કે પ્રાગ્લમજી ત્રીજાના નિધન બાદ આ પરંપરા માટે અન્ય રાજ પરિવારના સભ્યોની નિયુક્તીનો મુદ્દો કોર્ટમાં પહોચ્યા બાદ કોર્ટે મહારાણી પ્રિતીદેવીને આ પુજન કરવાના હક્કો આપ્યા હતા .

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

મહારાણી પ્રિતીદેવીએ આજે ચાચરાકુંડથી ચામર લઈ માતાજીના આશીર્વાદ લેવા માટે આશાપુરા મંદિરે પહોંચ્યા હતા વર્ષો પહેલા ભુજમાં ચામરવીધી બાદ ગાડાથી રાજવી પરિવાર માતાનામઢ જતુ અને પત્રીવીધીની પુજન કરતા જો કે સમય જતા તેમાં ફેરફાર થયો પરંતુ પરંપરા આજે પણ જળવાઇ છે. આજે મહારાણી પ્રતિધીવીએ કચ્છ સહિત સમગ્ર વિશ્ર્વની મહામારી દુર કરવા પ્રાથના કરી હતી અને ત્યાર બાદ માતાજીના ખભા પર થી પતરી ( એક સુંગધિત વનસ્પતિ નાં પાન જે માતાજી ને ચડાવ્યા હોય છે ) તે આશીર્વાદ રૂપે ખોળામાં આવ્યા હતા અને એ આશીર્વાદ લેખાય છે આવી માન્યતા કચ્છ અને કચ્છ બહાર વસ્તા ભક્તોમાં વર્ષોથી છે.

કચ્છના માતાનામઢ માં આશાપુરાના દર્શન માટે દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવે છે અને માં આશાપુરા પર તેની આસ્થામાં સતત વધારો થઇ રહ્યો છે. જો કે ભક્તોની સાથે વર્ષોની પરંપરા પણ આજે ટકી રહી છે જેમાં આજે ઐતિહાસીક રીતે પ્રથમવાર કોઇ મહિલાએ પત્રીવીધીમાં ભાલ લઇ કચ્છ અને વિશ્વની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

આ પણ વાંચો : ગાંધીનગરમાં દેવાંશની હત્યા : પોલીસે હત્યા કરનારા એક સગીર સહીત 4 આરોપીઓને ઝડપી પાડ્યા, જાણો શા માટે કરી હત્યા

 

Published On - 6:46 pm, Wed, 13 October 21

Next Article