શ્રમિકોની વાપસી સાથે જ સુરતમાં વધ્યા કોરોનાના કેસ, છેલ્લા 12 દિવસમાં 3 હજાર કેસ વધ્યા

|

Sep 18, 2020 | 8:00 PM

સુરત શહેરમાં છેલ્લા 12 જ દિવસમાં કોરોનાના 3 હજાર કેસ વધ્યા છે. કોરોનાના કેસ વધવા માટે  લોકો માસ્ક ધારણ ના કરતા હોવાનું તેમજ વતનથી પરત ફરી રહેલા શ્રમિકોને હાલ તો  જવાબદાર માનવામાં આવે છે. સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતુ અટકાવવા માટે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીના પગલા લેવાઈ રહ્યાં છે. પરંતુ પ્રજાજનો દ્વારા પુરતો સહકાર મળતો […]

શ્રમિકોની વાપસી સાથે જ સુરતમાં વધ્યા કોરોનાના કેસ, છેલ્લા 12 દિવસમાં 3 હજાર કેસ વધ્યા

Follow us on

સુરત શહેરમાં છેલ્લા 12 જ દિવસમાં કોરોનાના 3 હજાર કેસ વધ્યા છે. કોરોનાના કેસ વધવા માટે  લોકો માસ્ક ધારણ ના કરતા હોવાનું તેમજ વતનથી પરત ફરી રહેલા શ્રમિકોને હાલ તો  જવાબદાર માનવામાં આવે છે. સુરતમાં કોરોનાનું સંક્રમણ વધતુ અટકાવવા માટે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા સાવચેતીના પગલા લેવાઈ રહ્યાં છે. પરંતુ પ્રજાજનો દ્વારા પુરતો સહકાર મળતો ના હોવાથી દિન પ્રતિદિન કોરોનાના કેસ વધી રહ્યા છે.

 છેલ્લા 12 દિવસમાં જ પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં અધધ 3 હજાર જેટલો વધારો થયો છે. આંકડા પ્રમાણે જોવા જઈએ તો.

27 ઓગષ્ટે 20,055 દર્દીઓ હતા.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

1 સપ્ટેમ્બરે 21215 દર્દીઓ નોંધાયા.

5 સપ્ટેમ્બરે 22310 દર્દીઓ વધ્યા.

8 સપ્ટેમ્બરે 23,113 દર્દીઓ નોંધાયા.

હાલ સૌથી વધારે કેસો અઠવા વિસ્તારમાં છે. જ્યાં શિક્ષિત વર્ગ હોવા છતાં માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે. કોરોનાની મારક શક્તિ ભલે ઘટી હોય પણ સાવચેતી રાખવાની તેટલી જ જરૂરી છે. સુરતમાં હાલ એક્ટિવ કેસોની સંખ્યા 2402 છે. જ્યારે શહેર જિલ્લા મળીને કુલ 851 દર્દીઓનું કોરોનામાં મોત થયું છે. સુરતમાં રિકવરી રેટ 87.5 % થયો છે.

 

આ પણ વાંચોઃકોરોના માટે માસ્ક એ જ વેકસિન, સુરત મ્યુ, કમિશનરે લોકોને ચેતવ્યા, ગાઈડલાઈનનુ પાલન નહી કરો તો કોરોનાનું સંક્રમણ વધશે

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Published On - 10:11 am, Wed, 9 September 20

Next Article