ઠંડુગાર ગુજરાત: જાણો આગામી દિવસોમાં ગુજરાતના તાપમાનમાં કેટલો થશે ફેરફાર?

|

Dec 30, 2018 | 9:40 AM

ઉત્તર ભારતમાં પડી રહેલી હિમવર્ષાના પગલે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કાતિલ ઠંડી અનુભવાઇ રહી છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત સહિતના શહેરમાં કોલ્ડ વેવની અસરને કારણે ઠંડા પવન ફૂંકાતા જન જીવન પર માઠી અસર પડી રહી છે. રાજ્યમાં ઠંડા પવનોને કારણે આખો દિવસ વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે.ત્યારે 6 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ […]

ઠંડુગાર ગુજરાત: જાણો આગામી દિવસોમાં ગુજરાતના તાપમાનમાં કેટલો થશે ફેરફાર?

Follow us on

ઉત્તર ભારતમાં પડી રહેલી હિમવર્ષાના પગલે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કાતિલ ઠંડી અનુભવાઇ રહી છે.

અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત સહિતના શહેરમાં કોલ્ડ વેવની અસરને કારણે ઠંડા પવન ફૂંકાતા જન જીવન પર માઠી અસર પડી રહી છે. રાજ્યમાં ઠંડા પવનોને કારણે આખો દિવસ વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે.ત્યારે 6 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરનું તાપમાન અનુક્રમે 9.3 અને 7.6 ડિગ્રી નોંધાતા વહેલી સવારે રક્ત થિજવી દેતી ઠંડીનો અહેસાસ થતો હતો.

બીજી તરફ હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, અમદાવાદ, ગાંધીનગર, વલસાડ, સુરત, વડોદરા, કચ્છ, ભાવનગર, રાજકોટ સહિતના શહેરમાં બે દિવસ કોલ્ડ વેવની અસરને કારણે ઠંડા પવન ફૂંકાશે જેથી તાપમાનમાં હજુ ઘટાડો થવાની વકી છે.

ગિરનાર પર્વત તેમજ જંગલ વિસ્તારમાં ટાઢાબોળ વાતાવરણથી પ્રવાસીઓ અને પ્રાણી-પક્ષીઓ તીવ્ર ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. ગિરનાર પર્વત પર 1.5 ડિગ્રી જેટલુ આ સીઝનનું રેકોર્ડબ્રેક નીચું તાપમાન નોંધાતા ગિરનાર હિમાલયમાં ફેરવવાની કગાર પર પહોંચ્યો હતો.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

જુઓ વીડિયો:

ઠંડુગાર ગુજરાત

6 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર
કંડલાનું તાપમાન 6.7 ડિગ્રી
વડોદરાનું તાપમાન 7.2 ડિગ્રી
ગાંધીનગરનું તાપમાન 7.6 ડિગ્રી

ડીસાનું તાપમાન 7.8 ડિગ્રી
વલસાડનું તાપમાન 8.1 ડિગ્રી
અમદાવાદનું તાપમાન 9.3 ડિગ્રી
દિવનું તાપમાન 10 ડિગ્રી
અમરેલીનું તાપમાન 10.2 ડિગ્રી
ભૂજનું તાપમાન 10.4 ડિગ્રી
સુરેન્દ્રનગરનું તાપમાન 10.5 ડિગ્રી
રાજકોટનું તાપમાન 12 ડિગ્રી

[yop_poll id=393]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article