રાજ્યમાં આજથી ફરી ઠંડીનો ચમકારો જોવા મળશે. ગુજરાત (Gujarat)માં હવામાન વિભાગે ફરીથી ઠંડી (cold)વધવાની આગાહી કરી છે. રાજ્યમાં આગામી 48 કલાક તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા હવામાન વિભાગે (Meteorological Department) દર્શાવી છે. બે દિવસ બાદ ફરી ઠંડીમાં ઘટાડો થશે.
રાજ્યમાં ઠંડીના વધુ એક રાઉન્ડ માટે ફરી એક રાઉન્ડ શરુ થવા જઇ રહ્યો છે. આગામી 48 કલાકમાં રાજ્યમાં તાપમાનનો પારો ગગડવાની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે. રાજયમાં તાપમાનનો પારો 3થી 5 ડિગ્રી ઘટશે, જેના પગલે રાજ્યમાં ફરી કાતિલ ઠંડીનો અનુભવ થઇ શકે છે. ગુરુવારે રાજ્યના મોટાભાગના શહેરોમાં 15 ડિગ્રીથી ઉપર તાપમાનનો પારો નોંધાયો હતો. ગાંધીનગરમાં 16.8, અમદાવાદમાં 18.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. જો કે આજથી તાપમાન ઘટતા ઠંડીનો અનુભવ થશે.બે દિવસ બાદ ફરી ઠંડીમાં ઘટાડો થશે.
ઉત્તર પૂર્વીય પવનોને કારણે રાજ્યમાં ઠંડી વધી રહી છે. તો બીજી તરફ લોકોને સાવચેતી રાખવા હવામાન વિભાગે અપીલ કરી છે. બાળકો, સગર્ભા અને વૃદ્ધો તેમજ બીમાર લોકોને સાવચેત રહેવા સૂચના આપી દેવામાં આવી છે.
રાજ્યમાં છેલ્લા થોડા દિવસથી હવામાન સતત બદલાતુ જોવા મળી રહ્યુ છે. ગુજરાતમાં થોડા થોડા દિવસે તાપમાન વધતુ અને ઘટતુ જઇ રહ્યુ છે. સતત બદલાતા વાતાવરણને કારણે લોકોમાં શરદી-ઉધરસ સહિતની બીમારીઓ ફેલાઇ છે. ત્યાર બાદ કમોસમી વરસાદ પણ ઘણી વાર પડી ગયો છે. હવે ફરીથી રાજ્યમાં ઠંડીની આગાહી આપવામાં આવી છે. એક તરફ કોરોનાના કેસો વધતા જઇ રહ્યા છે ત્યારે લોકોએ બદલાતી ઋતુ વચ્ચે સ્વાસ્થ્ય વિશે ખાસ તકેદારીઓ રાખવાની જરુર છે.
એક તરફ રાજ્યમાં કોરોનાના કેસોમાં ધરખમ વધારો થઇ રહ્યો છે. બીજી તરફ હવામાનના બદલાવાના કારણે લોકો રોગચાળાની ઝપેટમાં આવી રહ્યા છે. ઘરે ઘરે શરદી ઉધરસના કેસો નોંધાઇ રહ્યા છે. આ વચ્ચે ખરેખર કોરોનાના લક્ષણોને સમજવા પણ લોકો માટે અઘરા થઇ રહ્યા છે. ત્યારે હવે ફરી રાજ્યમાં ઠંડી વધવાની આગાહી કરવામાં આવી છે જેને કારણે લોકો સાથે આરોગ્ય તંત્ર પણ ચિંતામાં મુકાયુ છે.
આ પણ વાંચો-
આ પણ વાંચો-
Published On - 8:49 am, Fri, 4 February 22