GIR SOMNATHમાં સફેદ માખીનો ઉપદ્રવ વધ્યો, ખેડૂતો થયા ચિંતિત

|

Jan 22, 2021 | 4:32 PM

ગીર સોમનાથ(GIR SOMNATH) જીલ્લો સાનુકૂળ જમીન અને હવામાનના કારણે લીલા નાળિયેરનો (GREEN COCONUT) ગઢ માનવામાં આવે છે.

GIR SOMNATHમાં સફેદ માખીનો ઉપદ્રવ વધ્યો, ખેડૂતો થયા ચિંતિત
Coconut

Follow us on

ગીરસોમનાથ(GIR SOMNATH) જીલ્લો સાનુકૂળ જમીન અને હવામાનના કારણે લીલા નાળિયેરનો (GREEN COCONUT) ગઢ માનવામાં આવે છે. જેમાં કોરોના (CORONA) મહામારીની જેમ જ સફેદ માખીનો રોગ વ્યાપ્યો છે. તમામ બગીચાઓ માખીના ત્રાસથી સુકાઇ રહ્યા છે. સફેદ માખીએ ખેડુતોની ઊંઘ હરામ કરી દીધી છે.

ગીર સોમનાથ જીલ્લાના દરિયા પટ્ટીના ખેતરોમાં પાણી યોગ્ય ન હોવાથી મોટાભાગે ખેડુતો નાળિયેરના બગીચાઓ છે. અહી 40 ટકાથી વધુ ખેતી નાળીયેર આધારીત છે. જેમાં સફેદ માખીએ ભારે ફફડાટ મચાવ્યો છે. તો આ માખીના નાશ માટે ખેડુતો ભારે પ્રયાસો પણ કરી રહ્યા છે. સફેદ માખીના કારણે પાક ખુબ ઘટ્યો છે. હાલ 50 થી 60 ટકા પાક ઘટ્યો છે. એક ઝાડ જે 150 નાળીયેર આપતું તે હાલ 20 થી 25 નાળીયેર આપે છે, જેથી ભારે ચિંતા છે. બગીચા બચાવવા ખેડૂતો ફોગીંગ કરી રહ્યા છે જેથી માખી નીચે પડી મરી જાય છે ત્યારે સરકાર ખેડુતોને આ પાકમાં મદદ કરે તે જરૂરી છે.

નોંધનીય છે કે, આ રોગ અનેક વખત આવ્યો છે પરંતુ ખેતી નિષ્ણાંતોની સલાહથી પાણી અને સોડાના મિશ્રણ વાળી દવાઓ ઊપયોગ કરી તેની સામે જીતી જવાઈ છે. હાલ ખેડુતોએ નવતર કીમીયો ફોગીંગ મશીનથી આખા બગીચાઓમાં દવાનો છંટકાવ કરતા માખીઓ નીચે પડી અને મોત પામી રહી છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ પણ વાંચો: BIRTHDAY SPECIAL: આખરે એવું તે શું કારણ છે કે NETAJIના મોતનું રહસ્ય હજુ સુધી જાણી શકાયું નથી

Published On - 4:30 pm, Fri, 22 January 21

Next Article