કોઈ વ્યક્તિ વ્યાજખોરોના ચુંગાલમાં ફસાય તો શું કરવું? સાંભળો ભરૂચ એસપી ડો લીના પાટીલનો જવાબ
જિલ્લા પોલીસને આવા બનાવોમાં તાત્કાલીક ફરિયાદ દાખલ કરીને કાયદેસરના પગલાં લેવા માટે આદશો મળ્યા છે. બળજબરી પૂર્વક નાણાં વસૂલ કરનારા સામે ગુનો દાખલ કર્યા બાદ ઝડપી પુરાવા એકઠા કરીને ધરપકડ કરવામાં આવી રહી છે જેથી આરોપીઓ દ્વારા આગોતરા જામીન લેવાની અથવા અદાલત તરફથી તપાસ ઉપર સ્ટે અથવા રાહત મેળવવાની શક્યતા નકારી શકાય.
આજની મોંઘવારીમાં વિવિધ સમસ્યાઓનો સામનો કરતા લોકો વ્યાજે નાણાં લેવા મજબૂર બને છે. કેટલાક તકવાદીઓ જરુરીયાતમંદ લોકોની મજબુરીનો લાભ ઉઠાવી ઉંચા વ્યાજે નાણાંનું ધિરાણ કર્યા બાદ અનેક ઘણું વ્યાજ વસુલે છે. નાણાં પરત કરવામાં મુશ્કેલી અનુભવનારને બાદમાં ધાક ધમકી આપીને તેના બદલે મિલકતો પડાવી લેવાના કિસ્સા સામે આવે છે. આ વ્યાજના વિષચક્રમાં ફસાયેલા લોકો પરિવાર સાથે સામુહિક આત્મહત્યા કરવાના બનાવો પણ સામે આવી ચુક્યા છ જેના કારણે સરકાર સક્રિય બની છે. ગુજરાત પોલીસ વડા આશિષ ભાટિયાએ વ્યાજખોરીના દૂષણને ડામવા કડક હાથે કાર્યવાહી કરવા આદેશો આપ્યા છે. ગેરકાયદસર રીતે આડેધડ વ્યાજ વસૂલનારા સામે તાત્કાલી ફરિયાદ નોધીને તુરંત ધરપકડ કરવામાં આવી રહી છે. જો તમે પણ વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયા છો તો શું કરવું? આ બાબતે ભરૂચ એસપી ડો. લીના પાટીલે માર્ગદર્શન આપ્યું હતું. ભરૂચમાં 7 વ્યાજખોરોની ધરપકડ સાથે પોલીસે કડક કાર્યવાહીની શરૂઆતનો સંકેત પણ આપ્યો છે.
ગુજરાત રાજ્યમાં વ્યાજખોરીનું દૂષણ દૂર કરવા દ્વારા વ્યાજની વસૂલીના નામે લોકોને પાયમાલ કકરનારાઓ સામે કાયદાઓ બનાવાયા છે. વ્યાજખોરો દ્વારા વ્યાજના પૈસા માટે લોકોને કનડગત સામે કાર્યવાહી કરવા રાજય પોલીસ વડા આશિષ ભાટિયા દ્વારા આદેશ કરવામાંઆવ્યો છે. જરુરીયાતમંદ લોકોને ગેરકાયદેસર રીતે ઉંચા વ્યાજે રૃપિયાનું ધિરાણ કરીને પાછળથી નાણાનું અનેક ઘણું વ્યાજ વસૂલવા માટે ધાક -ધમકી આપીને બળજબરી પૂર્વક ઘણી વખત દેણદારની મિકલતો પણ લખાવી લેવામાં આવે છે. આ બદીને ડામવા માટે પોલીસ વડાએ તમામ જિલ્લા-શહેર પોલીસને આવા બનાવોમાં તાત્કાલીક ફરિયાદ દાખલ કરીને કાયદેસરના પગલાં લેવા માટે આદશો આપ્યા છે.
જિલ્લા પોલીસને આવા બનાવોમાં તાત્કાલીક ફરિયાદ દાખલ કરીને કાયદેસરના પગલાં લેવા માટે આદશો મળ્યા છે. બળજબરી પૂર્વક નાણાં વસૂલ કરનારા સામે ગુનો દાખલ કર્યા બાદ ઝડપી પુરાવા એકઠા કરીને ધરપકડ કરવામાં આવી રહી છે જેથી આરોપીઓ દ્વારા આગોતરા જામીન લેવાની અથવા અદાલત તરફથી તપાસ ઉપર સ્ટે અથવા રાહત મેળવવાની શક્યતા નકારી શકાય. વ્યાજખોરો દ્વારા નાણાંની અવેજમાં દેણદારોને ધાક-ધમકી આપીને મિલકતો પણ પડાવી લેવામાં આવતી હોય છેઆ કિસ્સાઓમાં પોલીસ અધિકારીઓને વિશેષ સૂચનાઓ પણ આપવામાં આવી છે.