ગુજરાતમાં પુરુષની સરખામણીમાં શું વધી છે મહિલાઓની ઊંચાઇ? એક સર્વેમાં ખુલાસો

|

Nov 12, 2021 | 7:43 PM

ગુજરાતની વાત કરીએ તો ગુજરાતી પુરુષોની ઊંચાઈ 0.95 સેમી ઘટી ગઈ છે. જ્યારે ગુજરાતી મહિલાઓની ઊંચાઈમાં 1.20 સેમી જેટલો વધારો જોવા મળ્યો છે.

ગુજરાતમાં પુરુષની સરખામણીમાં શું વધી છે મહિલાઓની ઊંચાઇ?  એક સર્વેમાં ખુલાસો
what-has-increased-the-height-of-women-compared-to-men-in-gujarat-a-surprising-revelation-in-a-survey

Follow us on

એક સર્વે અનુસાર ગુજરાતમાં વ્યક્તિની ઊંચાઇની બાબતમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. ગુજરાતમાં અન્ય ભારતીય પુરુષોની સરખામણીમાં પુરુષોની ઊંચાઈ 0.95 સેમી જેટલી ઘટી છે. જ્યારે ગુજરાતી મહિલાઓની ઊંચાઈમાં 1.20 સેમી જેટલો વધારો જોવા મળ્યો છે.

સામાન્ય જીવન હોય કે પછી કોઇ પોલીસ અધિકારી જેવી નોકરી તેમાં વ્યક્તિની ઊંચાઇનું ખૂબ જ મહત્વ હોય છે. ઊંચાઇમાં થોડા પણ તફાવતના કારણે ઘણા વ્યક્તિઓનું કરિયર બનતું અને બગડતું હોય છે. ભારતમાં તો ઊંચાઇને લઇને ઘણા લોકો પોતાના મનપસંદ કરિયરમાં જઇ શકતા નથી. એક સર્વે અનુસાર ભારતમાં લોકોની સરેરાશ ઊંચાઈમાં ઘટાડો થયો હોવાનું નોંધાયુ છે.

જેએનયુના રિસર્ચર કે. કે. ચૌધરી, સયન દાસ અને પ્રાચીનકુમારના રિસર્ચમાં સામે આવ્યું છે કે વિશ્વના લોકોની સરેરાશ ઊંચાઈ વધી છે. પરંતુ, ભારતીયોની ઊંચાઈ 1.10 સેમી ઘટી છે. વિશ્વના ઘણા દેશોમાં લોકોની સરેરાશ ઊંચાઈ અને સરેરાશ ઉંમરમાં વધારો નોંધાયો છે. પણ, ભારતમાં આ ગણતરી ઊંધી પડી છે અને લોકોની સરેરાશ ઊંચાઈમાં ઘટાડો થયો હોવાનું જેએનયુના રિસર્ચર કે. કે. ચૌધરી, સયન દાસ અને પ્રાચીનકુમાર ઘોડાજ્કરના રિસર્ચમાં સામે આવ્યું છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

જેએનયુના રિસર્ચર કે. કે. ચૌધરી, સયન દાસ અને પ્રાચીનકુમાર ઘોડાજ્કરે રિસર્ચ કરવા માટે નેશનલ ફેમિલી એન્ડ હેલ્થના 1998થી 2015 સુધીમાં થયેલા 3 સરવેનો આધાર લીધો હતો. આ બધા સરવેનો સાર કાઢતા ભારતીયોની સરેરાશ ઊંચાઈમાં પુરુષોમાં 1.10 સેમી(95 ટકા સીઆઈ) જેટલો ઘટાડો આવ્યો છે. જ્યારે મહિલાની ઊંચાઈ સરવે 3માં વધી હતી. જ્યારે સરવે-4માં ફરી ઘટી છે.

ગુજરાતમાં સર્વે કઇક અલગ જ આવ્યો છે. ગુજરાતની જ વાત કરીએ તો ગુજરાતી પુરુષોની ઊંચાઈ 0.95 સેમી ઘટી ગઈ છે. જ્યારે ગુજરાતી મહિલાઓની ઊંચાઈમાં 1.20 સેમી જેટલો વધારો જોવા મળ્યો છે. જોકે ઊંચાઈ ધર્મ, જાતિ, ઉંમર અને વેલ્થ જેવા અલગ અલગ ઈન્ડેક્સમાં ઘટી છે. જ્યારે મહિલાઓમાં દરેક કેટેગરીમાં પરિણામો અલગ અલગ રહ્યાં છે. ગરીબવર્ગની મહિલાઓની ઊંચાઈ સતત ઘટતી રહી છે જ્યારે શ્રીમંત વર્ગમાં ઊંચાઈમાં વધારો નોંધાયો છે.

આ પણ વાંચોઃ AHMEDABAD : SVP હોસ્પિટલમાંથી 500થી વધારે કર્મચારીઓને એક સાથે છુટા કરી દેવાયા, જાણો શું છે કારણ

આ પણ વાંચોઃ VSP Apprentice Recruitment 2021: એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ભરતી, પરીક્ષા વગર મળશે નોકરી

 

Published On - 7:18 pm, Fri, 12 November 21

Next Article