સ્માર્ટ સિટી સુરતમાં ખરાબ રસ્તાને લઈને કયા લાગ્યા પોસ્ટર્સ ? જુઓ આ અહેવાલ

|

Aug 30, 2020 | 11:27 AM

સુરત ભલે સ્માર્ટ સિટી ગણાતુ હોય પરંતુ તેના રસ્તાઓ સ્માર્ટ નથી. સુરત મનપાનું તંત્ર સ્માર્ટ છે તેથી, ખરાબ રસ્તાઓને લઈને રહીશોએ સ્માર્ટ તંત્રને ખરાબ રસ્તા દેખાડવા, બેનર્સ અને પોસ્ટર્સ લગાવવા પડ્યા છે. સુરતમાં વિકાસના કામ કેવા હોય છે તે આ બેનર્સમાં કટાક્ષ સ્વરૂપે દર્શાવવામાં આવ્યુ છે.   Web Stories View more IPL 2024માં સુનિલ નારાયણની […]

સ્માર્ટ સિટી સુરતમાં ખરાબ રસ્તાને લઈને કયા લાગ્યા પોસ્ટર્સ ? જુઓ આ અહેવાલ

Follow us on

સુરત ભલે સ્માર્ટ સિટી ગણાતુ હોય પરંતુ તેના રસ્તાઓ સ્માર્ટ નથી. સુરત મનપાનું તંત્ર સ્માર્ટ છે તેથી, ખરાબ રસ્તાઓને લઈને રહીશોએ સ્માર્ટ તંત્રને ખરાબ રસ્તા દેખાડવા, બેનર્સ અને પોસ્ટર્સ લગાવવા પડ્યા છે. સુરતમાં વિકાસના કામ કેવા હોય છે તે આ બેનર્સમાં કટાક્ષ સ્વરૂપે દર્શાવવામાં આવ્યુ છે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

સ્માર્ટ સીટીની રેસમાં સતત આગ્રિમ ક્રમે આવતી સુરત મહાનગર પાલિકાના રાંદેર વિસ્તારના રસ્તાઓની હાલત કફોડી કહી શકાય તેવી છે.જેથી જ સ્માર્ટ સીટીના જાગૃત અને સ્માર્ટ નાગરિકોએ મનપાને ઘોર નીંદરમાંથી જગાડવા માટે અદભુત કહી શકાય તેવા બેનરો ઠેર-ઠેર લાગવી દીધા હતા.બેનરો ઉપર વ્યંગાત્મ્ક ભાષામાં લખેલ વાક્યો અને શબ્દો ઉપર એક નજર દોડાવીએ તો તે કઈ આ પ્રકારે લખવામાં આવ્યા હતા.બેનરો ઉપર લખવામાં આવ્યું હતું કે ખાડા વાળું રાંદેર ગામ શરુ થાય છે,પોતાના હાડકાઓનો વીમો કરાવી લેશો…..!!

 

સુરત મહાનગરપાલિકાને અહીં કામો કરવામાં રસ નથી….

રાંદેર ગામતળ સુરત મહાનગરપાલિકાની હદમાં આવે છે…..!!!!

રાંદેરમાં વિકાસના કામો કરાવવા વિઝા લેવાની જરૂર નથી….

રાંદેર ગામતળમાં આપણું હાર્દિક સ્વાગત છે, અહીંના બધા કાર્યો કરવા સ્વંયમ ભગવાન પ્રગટ થવાના છે…

સુરત મહાનગર પાલિકા રામ ભરોસે……વગેરે સૂત્રો બેનર્સ અને પોસ્ટર્સમાં લખીને મનપાના તંત્રને કુભકર્ણની નિદ્રામાંથી જગાડવા મથી રહ્યાં છે.

 

આમાં સુરતના રોડ પર પડેલા ખાડાથી ત્રાહિમામ થતા આ બેનરો લગાવ્યા પણ આ બેનરો જોઈને તો એવું જ લાગે છે કે મનપાને માત્ર સ્વચ્છતા સહીત અન્ય સ્પર્ધાઓમાં સાચા ખોટા નંબરો મેળવવાની રેસમાં અગ્રીમ ક્રમે આવવામાં જ રસ રહ્યો હોઈ તેવું લાગી રહ્યું છે. નહિ કે વિકાસના ઉત્તમ કર્યો કરીને લોકોના જમીની પ્રશ્નો હલ કરવામાં કોઈજ દરકાર નથી…

 

Next Article