
જૈન ધર્મના વિશેષ પર્વની મોસમ દરમિયાન મુસાફરો સરળતાથી ધાર્મિક સ્થળની યાત્રા કરી શકે તે માટે પશ્ચિમ રેલવે બે ખાસ ટ્રેન દોડાવવાનો નિર્ણય કર્યો છે. મુસાફરીની વધતી જતી માંગને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવે, મુંબઈના બાંદ્રા ટર્મિનસ અને પાલિતાણા તેમજ ભાવનગર ટર્મિનસ સ્ટેશન વચ્ચે ખાસ ભાડા પર સ્પેશિયલ ટ્રેનો દોડાવશે.
ટ્રેન નંબર 09229/09230 બાંદ્રા ટર્મિનસ-પાલિતાણા/ભાવનગર ટર્મિનસ સ્પેશિયલ
ટ્રેન નંબર 09229 બાંદ્રા ટર્મિનસ-પાલિતાણા સ્પેશિયલ ગુરુવાર, 20 નવેમ્બર, 2025 ના રોજ બપોરે 1:30 વાગ્યે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને બીજા દિવસે સવારે 06:00 વાગ્યે પાલિતાણા પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નં. 09230 ભાવનગર ટર્મિનસ-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ, બુધવાર, 19 નવેમ્બર, 2025 ના રોજ ભાવનગર ટર્મિનસથી 21.20 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 11:20 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.
ટ્રેન બંને દિશામાં બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ, બોટાદ, ધોળા, સોનગઢ અને સિહોર (ગુજરાત) સ્ટેશનો પર રોકાશે. ટ્રેન નં. 09230 ભાવનગર ટર્મિનસ-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ, ભાવનગર પરા સ્ટેશન પર વધારાનો સ્ટોપેજ ધરાવશે.
આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.
ટ્રેન નં. 09231/09232 બાંદ્રા ટર્મિનસ-પાલિતાણા/ભાવનગર ટર્મિનસ સ્પેશિયલ
ટ્રેન નં. 09231 બાંદ્રા ટર્મિનસ-ભાવનગર ટર્મિનસ સ્પેશિયલ શનિવાર, 22 નવેમ્બર, 2025 ના રોજ બાંદ્રા ટર્મિનસથી 12:45 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 04:45 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નં. 09232 પાલિતાણા-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ શુક્રવાર, 21 નવેમ્બર, 2025 ના રોજ 20:00 વાગ્યે પાલિતાણાથી ઉપડશે અને બીજા દિવસે 10:00 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે.
આ ટ્રેન બોરીવલી, પાલઘર, વાપી, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ, બોટાદ, ધોળા, સોનગઢ અને સિહોર (ગુજરાત) સ્ટેશનો પર બંને દિશામાં રોકાશે. ટ્રેન નંબર 09231 બાંદ્રા ટર્મિનસ-ભાવનગર ટર્મિનસ સ્પેશિયલ ભાવનગર પરા સ્ટેશન પર વધારાનો સ્ટોપેજ ધરાવશે.
આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.
ટ્રેન નંબર 09229, 09230, 09231 અને 09232 માટે બુકિંગ 13 નવેમ્બર, 2025 થી બધા પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
દેશભરમાં સૌથી સલામત અને ઝડપી મુસાફરી માટે જાણીતુ માધ્યમ એટલે રેલવે. એક ગામ કે શહેરથી બીજા ગામ-શહેરને જોડતી રેલવેને લગતા તમામ સમાચાર જાણવા માટે આપ અહીં ક્લિક કરો.