મુંબઈના બાંદ્રાથી સુરત, વડોદરા, અમદાવાદ તરફ આવતી-જતી 3 ટ્રેનને પશ્ચિમ રેલવે આગામી 23 ફેબ્રુઆરી સુધી દોડાવશે

ગુજરાતના વિવિધ શહેરોમાંથી મુંબઈ અને તેની આસપાસના શહેરો અને ઉપનગરો સુધી મુસાફરોના વધી રહેલા ઘસારાને પહોચી વળવા માટે, પશ્ચિમ રેલવેએ, સુરત, વડોદરા, અમદાવાદ તરફ આવતી અને જતી સ્પેશિયલ ટ્રેનને આગામી 23મી ફેબ્રુઆરી સુધી દોડાવવાનો નિર્ણય કર્યો છે.

મુંબઈના બાંદ્રાથી સુરત, વડોદરા, અમદાવાદ તરફ આવતી-જતી 3 ટ્રેનને પશ્ચિમ રેલવે આગામી 23 ફેબ્રુઆરી સુધી દોડાવશે
| Edited By: | Updated on: Jan 21, 2026 | 8:46 PM

ગુજરાતના વિવિધ શહેરોમાંથી મુંબઈ અને તેની આસપાસના શહેરો અને ઉપનગરો સુધી મુસાફરોના વધી રહેલા ધસારાને પહોચી વળવા માટે, પશ્ચિમ રેલવેએ, સુરત, વડોદરા, અમદાવાદ તરફ આવતી અને જતી સ્પેશિયલ ટ્રેનને આગામી 23મી ફેબ્રુઆરી સુધી દોડાવવાનો નિર્ણય કર્યો છે. હાલમાં આ ત્રણેય ટ્રેન સુરત, વડોદરા, અમદાવાદ થઈે કચ્છ અને વેરાવળ તરફ આવ-જા કરી રહી છે.

પશ્ચિમ રેલવે મુસાફરોની સુવિધા અને વધારાના ધસારાને પહોંચી વળવા માટે ખાસ ભાડા પર ત્રણ જોડી સુપરફાસ્ટ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનો ચલાવશે. તેમ પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનીત અભિષેક દ્વારા જાહેર કરાયેલી અખબારી યાદીમાં જણાવાયું છે.  આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:

1) ટ્રેન નં. 09009/09010 બાંદ્રા ટર્મિનસ-ભુજ સુપરફાસ્ટ સાપ્તાહિક સ્પેશિયલ (10 ટ્રિપ્સ)

ટ્રેન નં. 09009 બાંદ્રા ટર્મિનસ-ભુજ સ્પેશિયલ દર રવિવારે બાંદ્રા ટર્મિનસથી સાંજે 19:25 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 09:50 વાગ્યે ભુજ પહોંચશે. આ ટ્રેન 25 જાન્યુઆરીથી 22 ફેબ્રુઆરી, 2026 સુધી ચાલશે. તેવી જ રીતે, ટ્રેન નં. 09010 ભુજ-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ દર સોમવારે ભુજથી બપોરના 14.00 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 05.10 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 26 જાન્યુઆરીથી 23 ફેબ્રુઆરી, 2026 સુધી ચાલશે.

ટ્રેન બોરીવલી, વાપી, સુરત, વડોદરા, અમદાવાદ, ધ્રાંગધ્રા, સામખ્યાલી, ભચાઉ અને ગાંધીધામ સ્ટેશનો પર બંને દિશામાં આવતા અને જતા સમયે રોકાશે.

આ ટ્રેનમાં એસી-2 ટાયર, એસી-3 ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.

2) ટ્રેન નં. 09011- 09012 બાંદ્રા ટર્મિનસ-ભુજ સુપરફાસ્ટ વીકલી સ્પેશિયલ (10 ટ્રિપ્સ)

ટ્રેન નં. 09011 બાંદ્રા ટર્મિનસ-ભુજ સ્પેશિયલ દર મંગળવારે બાંદ્રા ટર્મિનસથી રાત્રે 23.55 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 14.30 વાગ્યે ભુજ પહોંચશે. આ ટ્રેન 27 જાન્યુઆરીથી 24 ફેબ્રુઆરી, 2026 સુધી ચાલશે. તેવી જ રીતે, ટ્રેન નં. 09012 ભુજ-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ દર બુધવારે ભુજથી 14.40 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 8.45 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 28 જાન્યુઆરીથી ૨25 ફેબ્રુઆરી, 2026 સુધી ચાલશે.

ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, અમદાવાદ, ધ્રાંગધ્રા, સામખ્યાલી, ભચાઉ અને ગાંધીધામ સ્ટેશનો પર આવતા અને જતા સમયે રોકાશે. આ ટ્રેનમાં એસી-2 ટાયર, એસી-3 ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.

3) ટ્રેન નં. 09017- 09018 બાંદ્રા ટર્મિનસ-વેરાવળ સાપ્તાહિક સ્પેશિયલ (10 ટ્રિપ્સ)

ટ્રેન નં. 09017 બાંદ્રા ટર્મિનસ-વેરાવળ સ્પેશિયલ દર રવિવારે બાંદ્રા ટર્મિનસથી 14.40 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 08.05 વાગ્યે વેરાવળ પહોંચશે. આ ટ્રેન 25 જાન્યુઆરીથી 22 ફેબ્રુઆરી, 2026 સુધી ચાલશે. તેવી જ રીતે, ટ્રેન નં. 09018 વેરાવળ-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ દર સોમવારે વેરાવળથી 11.05 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 16.55 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. આ ટ્રેન 26 જાન્યુઆરીથી 23 ફેબ્રુઆરી, 2026 સુધી ચાલશે.

આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, આણંદ, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, ગોંડલ, જેતલસર, જૂનાગઢ અને કેશોદ સ્ટેશનો પર આવતા અને જતા સમયે રોકાશે. આ ટ્રેનમાં એસી-2 ટાયર, એસી-3 ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.

ટ્રેન નંબર 09009, 09010,09011, 09012, 09017 અને 09018 માટે બુકિંગ 22 જાન્યુઆરી, 2026 થી બધા પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને રચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો