WELFARE COVID HOSPITAL અગ્નિકાંડમમાં 25 દર્દીઓના જીવ બચાવનાર ભરૂચ પોલીસને સરકારે 5 લાખનું ઇનામ જાહેર કર્યું

|

Jul 02, 2021 | 11:50 AM

WELFARE COVID HOSPITAL માં 1 લી મેના રોજ 18 દર્દીઓ એ જીવ ગુમાવ્યો હતો. કોવિદ હોસ્પિટલમા રત્ન સમયે અચાનક આગ ફાટી નીકળી હતી. આ મામલાની ઉચ્ચ સ્તરીય તપાસ ચાલી રહી છે.

WELFARE COVID HOSPITAL અગ્નિકાંડમમાં 25 દર્દીઓના જીવ બચાવનાર ભરૂચ પોલીસને સરકારે 5 લાખનું ઇનામ જાહેર કર્યું
WELFARE HOSPITAL BHARUCH

Follow us on

1લી મેની રાતે ભરૂચમાં વેલ્ફેર કોવિડ કેર સેન્ટર(WELFARE COVID HOSPITAL)માં અચાનક ફાટી નીકળેલી આગમાં ગુંગળાઈ રહેલા દર્દીઓને જીવન જોખમે બચાવનાર ભરૂચ પોલીસના જવાનોને સરકારે 5 લાખનું ઇનામ જાહેર કર્યું છે. પોલીસકર્મીઓને સાહસને બિરદાવતા આ જાહેરાત રાજ્યના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કરી હતી.

ભરૂચની  વેલફેર કોવિડ હોસ્પિટલમાં આગ ફાટી નીકળતા દર્દીઓ અને સ્ટાફ આગની જવાળાઓમાં ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ ફાયર બ્રિગેડને પોલીસને કરવામાં આવતા તાત્કાલિક ટુકડીઓ રવાના થઇ હતી. આસપાસના વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલી પોલીસને ઘટનાની જાણ થતા બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

પોતાના જીવની પરવાહ કાર્ય વગર પોલીસકર્મીઓએ હોસ્પિટલના કાચ ફોડી ધુમાડાના ગોટા અને આગની જ્વાળાઓ વચ્ચેથી 25 જેટલા દર્દીઓનું રેસ્ક્યુ કર્યું હતું. કમનશીબે ઘટનામાં 18 લોકોએ જાણ ગુમાવી હતી.  આ મામલામાં પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી અને ઘણા દર્દીઓના જીવ બચાવ્યા હતા આ બાબતે ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે ભરૂચ ખાતેની પટેલ વેલ્ફેર કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને બચાવવા માટે સંનિષ્ઠ કામગીરી કરનાર ભરૂચ પોલીસના જવાનોને રૂપિયા પાંચ લાખનું ઇનામ આપવામાં આવશે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

મુખ્ય મંત્રી વિજય રૂપાણીની સરકારે  આ જવાનોની કામગીરીને બિરદાવીને તેમને પ્રોત્સાહન આપવા માટે આ જાહેરાત કરી છે. હોસ્પિટલમાં જયારે આગ લાગી ત્યારે સમગ્ર કેમ્પસમાં અંધારૂં હતું ત્યારે આ જવાનો ત્વરિત પહોંચી વોર્ડના કાચ તોડીને અંદર પ્રવેશ્યા હતાં અને કોરોનાની સારવાર લઇ રહેલા દર્દીઓના જીવ બચાવવા માટે જવાનોએ પોતાના જાનની પરવા કર્યા વગર કોરોનાની સારવાર લઇ રહેલા ૨૫ જેટલાં દર્દીઓના જીવ બચાવ્યા છે અને અતિ વિકટ પરિસ્થિતિમાં કુનેહ પૂર્વક કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખી હતી.

Published On - 11:43 am, Fri, 2 July 21

Next Article