Big News: ખરાબ વાતાવરણમાં નવાબંદરની આશરે 13 થી 15 બોટ ડૂબી, 10થી 15 માછીમારો લાપતા

|

Dec 02, 2021 | 9:24 AM

રાજ્યમાં ખરાબ વાતાવરણ વચ્ચે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ઉનાના નવાબંદરની આશરે 13 થી 15 બોટ ડૂબી હોવાની અને 10થી 15 માછીમારો લાપતા હોવાની માહિતી સામે આવી છે.

Big News: ખરાબ વાતાવરણમાં નવાબંદરની આશરે 13 થી 15 બોટ ડૂબી, 10થી 15 માછીમારો લાપતા
Heavy Rain Effect (File Image)

Follow us on

Gir Somnath: રાજ્યમાં વાતાવરણ પલટાની (Gujarat Unseasonal Rain) ભારે અસર વર્તાઈ છે. ઠેર ઠેર વરસાદ અને પવન ફૂંકાયાની માહિતી સામે આવી છે. તપ ગીર સોમનાથથી ચિંતાજનક સમાચાર આવ્યા છે. નવા બંદરની બોટ દરિયામાં ડૂબી હોવાની માહિતી સામે આવી છે. તો સાથે ઘણા માછીમાર (Fisherman) પણ લાપતા હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક જાણકારી મુજબ ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નવાબંદરની આશરે 13 થી 15 બોટ ડૂબી ગઈ છે.

આશરે 10 થી 15 માછીમારો પણ લાપતા થયા હોવાની માહિતી સામે આવી છે. જણાવી દઈએ કે હવામાન વિભાગે અગાઉ દરિયો ન ખેડવાની સૂચના આપી હતી. તો ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરે ઘટનાની પુષ્ટી કરી છે. તેમજ હાલમાં 4 માછીમારોને બચાવી લેવાયાંની માહિતી કલેકટરે આપી છે.

મોડી રાત્રે ફૂંકાયેલા ભારે પવનના કારણે નવાબંદર દરિયા કિનારે ભારે નુકસાન થયું છે. ત્યારે તમામ બોટ કાંઠા પર લાગરેલી હતી. તંત્ર દ્વારા હાલ તમામ લોકોની શોધખોળ હાથ ધરાઈ છે. દરિયે લાગરેલી હોડીઓ આપસમાં ટકરાતા નુકસાન થયાનું કલેકટરે જણાવ્યું છે. ત્યારે 6 થી 8 જેટલા માછીમાર હજુ લાપતા હોવાનું ખુલાસો થયો છે.

ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન

જણાવી દઈએ કે હવામાન વિભાગે રાજ્યમાં ભારે પવન અને વરસાદની આગાહી કરી હતી. તો વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સની અસરને કારણે આ અસર થવાની આગાહી બાદ માછીમારોને દરિયો નહીં ખેડવા માટે સૂચનાઓ પણ આપી હતી. તો સૂચના હોવા છતાં માછીમારો દરિયામાં ગયા હોવાનું અહેવાલમાં જણાવાયું છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 129 તાલુકામાં છુટોછવાયો કમોસમી વરસાદ વરસ્યો છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા છેલ્લા 3 દિવસથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. સૌથી વધુ સુરતના ઉમેરપાડામાં 6 ઈંચ કમોસમી વરસાદ પડ્યો છે. તો છેલ્લા 24 કલાકમાં રાજ્યના 38 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

વાતાવરણ પલટાતા અનેક સ્થળોએ હિલસ્ટેશન જેવું વાતાવરણ થયું છે અને ઠંડીમાં એકાએક વધારો જોવા મળ્યો છે. વલસાડ, નવસારી, પારડી, ખેરગામ, ઉમેરગામ, મહુવા અને પલસાણામાં 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાની માહિતી સામે આવી છે. તો ડાંગ, સુરત, તાપી, નર્મદા,ભરૂચ, છોટાઉદ્દેપુર, ઉના અને ખાંભામાં 1 ઈંચથી વધુ કમોસમી વરસાદ વરસ્યો છે.

 

 

આ પણ વાંચો: Amreli: માવઠા બાદ માછીમારો અને ખેડૂતોને સહાય કરવા માગ, ભાજપ-કોંગ્રેસના નેતાઓની સરકારને રજૂઆત

Published On - 8:21 am, Thu, 2 December 21

Next Article