મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ, છોટાઉદેપુર-પંચમહાલ જિલ્લામાં સૌથી વધારે વરસાદ નોંધાયો

|

Jul 11, 2022 | 11:30 AM

મધ્ય ગુજરાતમાં મેઘરાજા મન મુકીને વરસ્યા હતા. છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લામાં રાજયનો સૌથી વધારે વરસાદ નોંધાયો છે. અને, આ બંને જિલ્લામાં જળબંબાકારની સ્થિતિનું સર્જન થયું છે.

મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ, છોટાઉદેપુર-પંચમહાલ જિલ્લામાં સૌથી વધારે વરસાદ નોંધાયો
મધ્યગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ

Follow us on

છોટાઉદેપુરના બોડેલીમાં (Bodeli) ભારે વરસાદથી (Rain)ઠેર ઠેર તારાજી સર્જાઇ છે. જેમાં બોડેલી પાસેના પાલેજ ગામમાં ભારે હાલાકી જોવા મળી રહી છે. આ ગામમાં સવારે ૪ વાગ્યે સુધી રેસ્ક્યું ઓપરેશન કરાયું હતું. SDRFની ટીમે મોડીરાત સુધી રાહત અને બચાવ કામગીરી કરી હતી. મધરાતે રેસ્ક્યૂ દ્વારા 500 લોકોનો જીવ બચાવ્યો હતો. જિલ્લામાં ભારે વરસાદને કારણે ઠેર ઠેર ઝાડ પડ્યા, જિલ્લાના અનેક માર્ગો બંધ થઇ ગયા છે. હજુ પણ અનેક ગામોમાં વરસાદી પાણી ઓસર્યા નથી.

બોડેલીમાં સૌથી વધારે 22 ઇંચ વરસાદ નોંધાયો

મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે. સવારથી સાંજ સુધીમાં સુધીમાં છોટાઉદેપુર અને પંચમહાલ જિલ્લામાં અતિ ભારે વરસાદ પડ્યો. રાજ્યમાં સૌથી વધુ વરસાદ છોટાઉદેપુરના બોડેલીમાં થયો છે. બોડેલીમાં 22 ઈંચ અને પાવી જેતપુરમાં 15 ઈંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જ્યારે છોટાઉદેપુરમાં સાડા 12 ઈંચ વરસાદ નોંધાયો.

પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર
સારા તેંડુલકર આ સગાઈથી ખુશ છે, જુઓ ફોટો

 

તો પંચમહાલના જાબુઘોડામાં પણ 15 ઈંચ વરસાદ પડ્યો. આ ઉપરાંત ડાંગ, તાપી, નર્મદા અને નવસારીમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી. ડાંગના વઘઈમાં સાડા 8 ઈંચ, આહવામાં 8 ઈંચ અને સુબીરમાં 6 ઈંચ વરસાદ નોંધાયો. જ્યારે તાપીના ડોલવણમાં 6 ઈંચ અને વલોડમાં 7 ઈંચ વરસાદ પડ્યો. તો નર્મદાના સાગબારા અને ડેડિયાપાડામાં 6-6 ઈંચ તેમજ નવસારીના વાંસદા 6 ઈંચ વરસાદ પડ્યો.

છોટાઉદેપુરમાં ભારે વરસાદને કારણે અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે.ત્યારે નસવાડીની અશ્વિન નદીમાં પણ ઘોડાપૂર આવ્યું છે.અશ્વિન નદીના પાણી નસવાડી શહેરમાં ઘુસી જતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.સાત વર્ષ બાદ નસવાડી શહેરમાં અશ્વિન નદીના પાણી ફરી વળ્યાં છે.જેને લઇ શહેર બે ભાગમાં વહેચાયું છે.નસવાડી સ્ટેશન રોડ અને બજાર રોડનો સંપર્ક કપાયો છે.લોકોને અવરજવર કરવામાં પણ મુશ્કેલી પડી હતી.

પંચમહાલના જાંબુઘોડામાં જળબંબાકાર

પંચમહાલના જાંબુઘોડા તાલુકામાં 15 ઇંચ વરસાદ ખાબક્યો છે. જાંબુઘોડા તાલુકામાં મોડી રાતથી જ સતત વરસાદ વરસી રહ્યો છે. જેને કારણે નદી-નાળા છલકાયા છે. ખેતીલાયક વરસાદ થવાથી ખેડૂતોમાં આનંદની લાગણી છે. ખેતીલાયક વરસાદ થતા ખેડૂતોએ ડાંગરની વાવણી પણ શરૂ કરી છે.

 

Published On - 9:30 am, Mon, 11 July 22

Next Article