સરદાર સરોવરમાંથી છોડાયેલા પાણીએ 3 ગામની 150 વિધા જમીન ધોઈ નાખી, છેલ્લા દશકામાં એક હજાર એકર જમીનનું થયુ ધોવાણ

|

Sep 18, 2020 | 9:02 PM

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી સતત ત્રણ દિવસ સુધી 10 લાખ ક્યુસેકથી વધુ પાણી નર્મદા નદીમાં છોડાતા, ભરૂચના અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘસી ગયુ હતું. ભરૂચ જિલ્લાના નીચાણવાળા વિસ્તારમાં પ્રવેશેલા નર્મદાના પાણીથી અનેક ખેતરો ધોવાઈ ગયા હતા. અંકલેશ્વરના નદી કાઠાના ત્રણ ગામની 150 વિધા જેટલી જમીન નર્મદાના નીરની સાથે ધોવાઈ ગઈ છે. આ પ્રકારના પૂરથી એક […]

સરદાર સરોવરમાંથી છોડાયેલા પાણીએ 3 ગામની 150 વિધા જમીન ધોઈ નાખી, છેલ્લા દશકામાં એક હજાર એકર જમીનનું થયુ ધોવાણ

Follow us on

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી સતત ત્રણ દિવસ સુધી 10 લાખ ક્યુસેકથી વધુ પાણી નર્મદા નદીમાં છોડાતા, ભરૂચના અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘસી ગયુ હતું. ભરૂચ જિલ્લાના નીચાણવાળા વિસ્તારમાં પ્રવેશેલા નર્મદાના પાણીથી અનેક ખેતરો ધોવાઈ ગયા હતા. અંકલેશ્વરના નદી કાઠાના ત્રણ ગામની 150 વિધા જેટલી જમીન નર્મદાના નીરની સાથે ધોવાઈ ગઈ છે. આ પ્રકારના પૂરથી એક દશકામાં સમગ્ર જિલ્લામાં અંદાજે 1000 એકરથી વધુ જમીનનું ધોવાણ થયુ હોવાનું માનવામા આવી રહ્યું છે. ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ અંગે સર્વે કરવામાં આવે તો ધોવાયેલી જમીનની સાચી વિગતો બહાર આવે.

૧૦ લાખ ક્યૂસેકથી વધુ પાણી એકસાથે નર્મદા નદીમાં છોડવામાં આવતા નર્મદાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. અત્યંત તેજ પ્રવાહ સાથે સમુદ્ર તરફ વહેતા પાણીએ અંકલેશ્વર તરફના કાંઠે ભારે તારાજી સર્જી હતી. ગામોમાં ઘુસી આવેલા પાણીએ લોકોના ઘરોમાં માલસામાને નુકશાન પહોચાડ્યું તો સાથે સીમમાં પણ ભારે નુકશાન પહોંચ્યું છે. બોરભાઠા ગામ, બોરબથ બેટ અને સરફુદ્દીન ગામ ની નદી કિનારાની ૧૦૦ થી ૧૫૦ એકર જમીન અસ્તિત્વ ગુમાવી ચુકી છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

સ્થાનિક ખેડૂત કયુમન કેરાવાલાએ જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૩ થી પરિસ્થિતિ વધુ બગડી છે પ્રોટેક્શન વોલનું કામ અડધું છોડી દેવતા ત્રણ ગામના અસ્તિત્વ જોખમમાં છે ૧૧૦૦ એકર અગાઉપાણીમાં ગઈ છે અને વધુ ૧૦૦ થી ૧૫૦ એકર હાલના પૂરમાં ધોવાઈ ગઈ છે. ખેડૂતો અનુસાર નર્મદાને ૩ દાયકાથી વહેણ ભરૂચનો કિનારો છોડી અંકલેશ્વર તરફ બદલ્યું છે. વર્ષ ૨૦૧૩ બાદ પરિસ્થિતિ બદતર બની રહી છે. જમીન ધોવાણ અટકાવવા પ્રોટેક્શન વોલની કામગીરી હાથ ધરાઈ પણ કેટલાક વિસ્તારમાં કામગીરી અધૂરી છોડી દેવતા આ વિસ્તારમાં ધોવાણ ખુબ વધુ થાય છે. સ્થાનિકોની ફરિયાદ મળતાં ધારાસભ્ય દુષ્યંત પટેલ ખેડૂતોની વ્હારે પ્હોચ્યા હતા. ખેતી અને જમીનના ધોવાણ મામલે તેમને વળતર અપાવવા હૈયાધારણા આપી હતી.

 

આ પણ વાંચોઃભાજપના પ્રદેશ પ્રવકત્તા ભરત પંડ્યાને કોરોના, સારવારઅર્થે યુ એન મહેતા હોસ્પિટલમાં દાખલ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Published On - 10:30 am, Tue, 8 September 20

Next Article