Breaking News : શું ખરેખર અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જનર્લ બોઈંગને બચાવી રહ્યું છે ? પાયલોટની ભૂલ હોવાનો કર્યો હતો દાવો

અમદાવાદ પ્લેન ક્રેશ મામલે ચોંકાવનારો દાવો સામે આવ્યો છે. અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જનર્લનો ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. વોલ સ્ટ્રીટ જનર્લ કેપ્ટન સુમિત સભરવાલે ફ્યુઅલ સ્વીચ બંધ કરી હોવાનો અહેવાલ લખવામાં આવ્યો છે.

Breaking News : શું ખરેખર અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જનર્લ બોઈંગને બચાવી રહ્યું છે ? પાયલોટની ભૂલ હોવાનો કર્યો હતો દાવો
Ahmedabad
| Edited By: | Updated on: Jul 17, 2025 | 1:56 PM

અમદાવાદ પ્લેન ક્રેશ મામલે ચોંકાવનારો દાવો સામે આવ્યો છે. અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જનર્લનો ચોંકાવનારો દાવો કરવામાં આવ્યો છે. વોલ સ્ટ્રીટ જનર્લ કેપ્ટન સુમિત સભરવાલે ફ્યુઅલ સ્વીચ બંધ કરી હોવાનો અહેવાલ લખવામાં આવ્યો છે. દુર્ઘટનાની તપાસ કરી રહેલા અમેરિકન અધિકારીઓને ટાંકીને અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે. દાવા મુજબ કો-પાયલોટ ક્લાઈવ કુંદરે કેપ્ટન સુમિતને સવાલ પૂછ્યો હતો. આ ઉપરાંત અહેવાલમાં લખ્યું છે કે કો-પાયલોટે સુમિત પ્રશ્ન પૂછ્યો હતો કે તમે ફ્યુઅલ સ્વીચ કટઓફ કરી ત્યારે પાયલોટ સુમિત શાંત હોવાનું જણાવ્યું છે. તો શું અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જનર્લ બોઈંગને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે ?

અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલનો ચોંકાવનારો દાવો

12 જૂને અમદાવાદમાં એરઈન્ડિયાની ફ્લાઈટ AI-171 ક્રેશ થવાની ઘટનામાં હવે એક નવી જ થીયરી સામે આવી છે. અમેરિકન મીડિયા સમગ્ર ઘટનાને જાણે નવો જ રંગ દેવાનો પ્રયાસ કરી રહ્યું છે. બોઈંગને બરબાદીથી બચાવવા જાણે ભારતીય પાયલોટને નિશાનો બનાવવાનું શરૂ કરાયું છે. અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલે અહેવાલ પ્રકાશિત કરતાં કેપ્ટન સુમિત સભરવાલે ફ્યુઅલ સ્વીચ બંધ કર્યાનો આક્ષેપ કર્યો છે. અહેવાલમાં દાવો કરાયો છે કે કોકપીટના રેકોર્ડિંગથી જાણવા મળે છે કે એન્જિનોમાં ફ્યુઅલની સપ્લાય ખુદ ફ્લાઈટના કેપ્ટન સુમિત સભરવાલે જ બંધ કરી હતી. જો કે આ દાવાથી સૌ કોઈ હેરાન છે. અને અમેરિકન તંત્ર બોઈંગને બચાવવા આ કરી રહ્યું હોવાના આક્ષેપો પણ ઉઠી રહ્યા છે.

હજુ થોડા દિવસ પહેલાં જ AAIB દ્વારા સમગ્ર ઘટનાનો પ્રાથમિક રિપોર્ટ જાહેર કરાયો હતો. જેમાં ક્યાંય પણ એવો દાવો નથી કરાયો કે ફ્યુઅલ સ્વીચ પાયલોટ દ્વારા બંધ કરાઈ હતી. તો આવા આક્ષેપો શા માટે ઊઠી રહ્યા છે તે મોટો સવાલ છે. કેપ્ટન સુમિત સભરવાલ પાસે 15 હજાર 638 કલાકની ઉડાનનો અનુભવ હતો. ઉડાન પહેલાં બન્ને પાયલોટ તપાસમાં ફીટ જણાયા હતા.

 

બીજી તરફ ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલોટ્સ (FIP) અમદાવાદમાં એર ઇન્ડિયા ફ્લાઇટ AI-171 ના દુ:ખદ દુર્ઘટનાને લગતા પ્રારંભિક તારણો અને જાહેર ચર્ચા અંગે ચિંતા વ્યક્ત કરે છે. કહે છે,” શરૂઆતમાં, અમે તપાસ પ્રક્રિયામાંથી પાઇલટ પ્રતિનિધિઓને બાકાત રાખવા બદલ અમારો અસંતોષ નોંધાવવા માંગીએ છીએ. સંપૂર્ણ, પારદર્શક અને ડેટા-આધારિત તપાસ પહેલાં દોષારોપણ કરવું અકાળ અને બેજવાબદાર બંને છે.”

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 1:49 pm, Thu, 17 July 25