Vaccination : ગુજરાતમાં 21 જૂનથી 18 થી 44 વર્ષના લોકો માટે શરૂ થશે વોક-ઈન-વેક્સિનેશન

|

Jun 18, 2021 | 8:27 PM

ગુજરાત(Gujarat) માં 18 થી 44 ની વય જૂથના લોકોને સોમવાર તારીખ 21 મી જૂન 2021 થી બપોરે 3 કલાકથી સમગ્ર રાજ્યના વેક્સિનેશન સેન્ટર પરથી વોક ઈન વેક્સિનેશન(Vaccination) અન્વયે સ્થળ પર રજીસ્ટ્રેશન કરીને રસી આપવામાં આવશે.

Vaccination : ગુજરાતમાં 21 જૂનથી 18 થી 44 વર્ષના લોકો માટે  શરૂ થશે વોક-ઈન-વેક્સિનેશન
ગુજરાતમાં 21 જૂનથી 18 થી 44 વર્ષના લોકો માટે શરૂ થશે વોક-ઈન-વેક્સિનેશન

Follow us on

ગુજરાત(Gujarat) માં 18 થી 44 ની વયજૂથના લોકોને સોમવાર તારીખ 21 મી જૂન 2021 થી બપોરે 3 કલાકથી કોરોના વેક્સિન પ્રાયર-રજીસ્ટ્રેશન વિના સમગ્ર રાજ્યના વેક્સિનેશન સેન્ટર પરથી વોક ઈન વેક્સિનેશન(Vaccination) અન્વયે સ્થળ પર રજીસ્ટ્રેશન કરીને રસી  આપવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

સ્લોટ મેળવેલા લોકોને વેક્સિનેશનમાં અગ્રતા અપાશે

ગુજરાત(Gujarat) માં હાલ 18 થી 44 વયજૂથમાં વેક્સિનેશન માટે અગાઉથી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી સ્થળ, સમય અને તારીખનો સ્લોટ SMS દ્વારા મળ્યા મુજબ વેક્સિનેશન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આવું પ્રાયર રજીસ્ટ્રેશન કરાવીને SMS મારફતે સ્લોટ મેળવેલા લોકોને વેક્સિનેશનમાં અગ્રતા અપાશે.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

વેક્સિનના ડોઝની ઉપલબ્ધતાના આધારે વેક્સિનેશન

જ્યારે 21 જૂન વિશ્વ યોગ દિવસથી બપોરે 3 કલાક બાદથી પ્રાયર રજીસ્ટ્રેશન સિવાય એટલે કે, વોક-ઈન-રજીસ્ટ્રેશન અંતર્ગત રાજ્યભરના બધા જ રસીકરણ કેન્દ્રોએ સ્થળ પર રજીસ્ટ્રેશન કરીને વેક્સિનના ડોઝની ઉપલબ્ધતાના આધારે વેક્સિનેશન(Vaccination) કરવામાં આવશે.

વેક્સિનેશનનની આ પ્રક્રિયા વધુ વેગવંતી બનશે

કોરોનાથી બચવાના અક્સીર શસ્ત્ર તરીકે વધુને વધુ લોકોને વેક્સિન અન્વયે આવરી લેવાની રાજ્ય સરકારની પ્રતિબધ્ધતા રૂપે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.ભારત સરકારે પણ રાજ્યોને વેક્સિનેશનના પૂરતા ડોઝ ઉપલબ્ધ કરાવતાં વેક્સિનેશનનની આ પ્રક્રિયા વધુ વેગવંતી બનશે.

રસીકરણમાં પણ ગુજરાત અગ્રીમ રાજ્યોમાં રહ્યું

ગુજરાતે અત્યાર સુધીમાં 2 કરોડ 15 લાખ વેક્સિન ડોઝ આપીને દેશભરમાં અગ્રીમ સ્થાન મેળવેલું છે.આરોગ્યકર્મીઓ, ફ્રન્ટલાઈન વોરિયર્સ, 45 થી વધુ વયના લોકો તેમજ કોમોર્બીડ વ્યક્તિઓના રસીકરણમાં પણ ગુજરાત અગ્રીમ રાજ્યોમાં રહ્યું છે.

વોક-ઈન-વેક્સિન ઓન ધ  સ્પોટ રજીસ્ટ્રેશનથી

હવે, આગામી વિશ્વ યોગ દિવસ તારીખ 21મી જૂન 2021 થી સમગ્ર રાજ્યમાં 18 થી 44 ની વયજૂથના લોકો માટે બપોરે 3 કલાકથી તમામ રસીકરણ કેન્દ્રો પરથી વોક-ઈન-વેક્સિન ઓન સ્પોટ રજીસ્ટ્રેશનથી વેક્સિન આપવાની શરૂઆત કરીને ગુજરાત આ ક્ષેત્રે પણ દેશના રાજ્યોમાં પ્રથમ પંક્તિમાં રહેવા સંકલ્પબદ્ધ છે.

Published On - 8:20 pm, Fri, 18 June 21

Next Article