ગુજરાતના એક ગામના લોકોએ બચાવી વરરાજાની અનોખી રીતથી ‘ઈજ્જત’

|

May 09, 2019 | 9:05 AM

લગ્નના દિવસ ખુશીઓ લાવે છે પણ છોટા ઉદયપુર જિલ્લાના સંખેડા તાલુકામાં રહેતા નરેશ તડવી માટે લગ્નના દિવસે મોટી વિકટ સ્થિતી બની ગઈ હતી. તેમને ઘરે લગ્ન હોવાથી લગભગ 1 હજાર મહેમાન ઘરે આવવાના હતા. ઘરમાં પાણી ખત્મ થઈ ગયું હતું. મંગળવાર સવારથી જ વીજળી આવી નહતી, તેથી બોરવેલમાંથી પાણી પણ કાઢી શકાય તેમ ન હતું. […]

ગુજરાતના એક ગામના લોકોએ બચાવી વરરાજાની અનોખી રીતથી ઈજ્જત

Follow us on

લગ્નના દિવસ ખુશીઓ લાવે છે પણ છોટા ઉદયપુર જિલ્લાના સંખેડા તાલુકામાં રહેતા નરેશ તડવી માટે લગ્નના દિવસે મોટી વિકટ સ્થિતી બની ગઈ હતી.

તેમને ઘરે લગ્ન હોવાથી લગભગ 1 હજાર મહેમાન ઘરે આવવાના હતા. ઘરમાં પાણી ખત્મ થઈ ગયું હતું. મંગળવાર સવારથી જ વીજળી આવી નહતી, તેથી બોરવેલમાંથી પાણી પણ કાઢી શકાય તેમ ન હતું. મજબૂરીથી તડવી પરીવારના સભ્યોએ ગામના દરેક ઘરે જઈને પાણીના દાન માટે વિનંતી કરી જેથી મહેમાનો માટે જમવાનું બનાવી શકાય.

TV9 Gujarati

WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024

 

નરેશ તડવીએ કહ્યું કે ગામમાં રોજ વીજળી જાય છે પણ વીજળી સાંજે જ જાય છે પણ મંગળવારે તો સવારે જ વીજળી જતી રહી હતી, તેથી બોરવેલ પણ ચાલુ કરી શકયા નહીં. ગામમાં એક જ હેન્ડપંપ હતો. જે કામ કરતો હતો પણ મહેમાનોના પીવા માટે અને જમવાનું બનાવવા માટે જેટલું પાણી જોઈએ તેટલું પાણી કાઢવા માટે ઘણાં કલાકો નીકળી જાય તેમ હતુ.

તેમને વધુમાં જણાવ્યું કે તેથી અમે ઘરે-ઘરે જઈને લોકો પાસેથી પાણી માંગ્યુ. આખા ગામમાંથી લગભગ 35થી 40 મહિલાઓએ તડવી પરિવારને 2-2 ઘડા પાણી આપ્યું. નરેશએ કહ્યું કે 2 ડ્રમ ભરવા માટે જરૂરી પાણી મળી ગયું હતું. તે સિવાય વધારે પાણી માટે પણ ઘણી મહિલાઓ હેન્ડપંપથી પાણી લેવા માટે લાઈનમાં ઉભી રહી હતી. સવારે તો મોટી મુશ્કેલી ઉભી થઈ હતી કારણ કે દુરના શહેરો અને ગામમાંથી બપોરના ભોજન માટે મહેમાન આવવા લાગ્યા હતા.

આ પણ વાંચો: લોકોને આકરી ગરમીમાંથી થોડી રાહત મળી શકે છે, ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટા પડી શકે

આ આદિવાસી વિસ્તારમાં બધા જ લોકો પાણીની તંગી સહન કરી રહ્યા છે. આ વિસ્તારમાં ઘણી વાર મહેમાન માટે પાણીની વ્યવસ્થા કરવા માટે કન્યાઓ પણ હેન્ડપંપથી પાણી કાઢવા માટે લાઈનમાં ઉભી રહે છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article