વિક્રમ સંવત 2077નું વાર્ષિક ભવિષ્યફળ, વાંચો મીન રાશિના જાતકોનું કેવુ છે ભવિષ્ય?

|

Jan 16, 2021 | 3:59 PM

વિક્રમ સંવત 2077નું નવુ વર્ષ મીન રાશીના (દ, ચ, ઝ, થ ઉપરથી નામ ધરાવનારા) જાતકો માટે કેવુ જશે ? સમગ્ર વર્ષ માનસિક, નાણાકીય, આરોગ્ય, પ્રવાસ, શિક્ષણ, નોકરી, ધંધો, જમીન, કોર્ટ કચેરીની દ્રષ્ટિએ ઉપરાંત મહિલા અને વિદ્યાર્થી વર્ગને કેવુ જશે વર્ષ તેના પર કરીએ એક નજર. માનસિક સ્થિતિ વર્ષના પ્રારંભથી જ આપ એટલા બધા પ્રસન્ન હશો […]

વિક્રમ સંવત 2077નું વાર્ષિક ભવિષ્યફળ, વાંચો મીન રાશિના જાતકોનું કેવુ છે ભવિષ્ય?

Follow us on

વિક્રમ સંવત 2077નું નવુ વર્ષ મીન રાશીના (દ, ચ, ઝ, થ ઉપરથી નામ ધરાવનારા) જાતકો માટે કેવુ જશે ? સમગ્ર વર્ષ માનસિક, નાણાકીય, આરોગ્ય, પ્રવાસ, શિક્ષણ, નોકરી, ધંધો, જમીન, કોર્ટ કચેરીની દ્રષ્ટિએ ઉપરાંત મહિલા અને વિદ્યાર્થી વર્ગને કેવુ જશે વર્ષ તેના પર કરીએ એક નજર.

માનસિક સ્થિતિ

વર્ષના પ્રારંભથી જ આપ એટલા બધા પ્રસન્ન હશો કે મનથી કોઈ પણ પ્રકારનું દુઃખ આપ વ્યક્ત નહીં કરી શકો એટલે મનથી આપ પૂર્ણ રીતે સ્વસ્થ્ય હશો. આપે લીધેલા નિર્ણયો યોગ્ય હોવાથી આપની માનસિક સ્થિતિ શ્રેષ્ઠ રહેશે. વર્ષના મધ્ય ભાગ પછી નાની મોટી ઉતાવળને કારણે આપની માનસિક સ્થિતિ કથળી શકે છે.

નાણાકીય સ્થિતિ

આ વર્ષ દરમ્યાન આપ ઘણો બધો ફાયદો મેળવી શકશો. આપના આવકના જેટલા પણ સ્થાનો છે તેમાંથી આવક થતાં આપ ખૂબ પ્રસન્ન રહી શકો. આવકના બીજા નવા સ્રોતો પણ આ વર્ષે આપ પ્રસ્થાપિત કરી શકો છો. વર્ષના મધ્ય ભાગ પછી ભાગીદારો સાથે મતભેદ થતાં આપની પરિસ્થિતિ થોડી વિકટ બની શકે છે.

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

ભાવ કુંડળી

રાશિ નો મંત્ર : || ૐ નમઃ શિવાય ||
અનુકૂળ દેવતા : ભગવાન આશુતોષ.
અનુકૂળ વ્યવસાય : વકીલાત અને ઠંડા પાણી સંબંધિત.
અનુકૂળ રત્ન : નીલમ.
અનુકૂળ ગ્રહ : રાહુ.
શુભ રંગ : વાદળી.
શુભ અંક : 6.
શુભ વાર : બુધવાર.
શુભ દિશા : વાયવ્ય.
મિત્ર રાશિ : મેષ, મિથુન.
શત્રુ રાશિ : તુલા, વૃષભ.

લગ્નજીવન અને દાંપત્ય

આપના વૈવાહિક જીવનમાં આ વર્ષ દરમ્યાન એક નવું પુષ્પ ઉમેરતા આપ ખૂબ આનદમાં રહી શકો છો. દામ્પત્યજીવનમાં આવનારો સમય સુવર્ણના સૂર્યોદય સમાન હશે. કોઈ પ્રકારના વાદ-વિવાદ કે સમસ્યાનો બેસીને ઉકેલ શોધી શકશો. લગ્ન કરવા માટે ઇચ્છુક લોકોને આ વર્ષે સુંદર પાત્ર મળી શકે છે. આપનો વિશ્વાસ આપના સંબંધોને આગવી દિશા આપી શકે તેમ છે. સામજિક દૃષ્ટિકોણે લગ્નગ્રંથિથી જોડતા આપના આત્મવિશ્વાસમાં વધારો થતો જોવા મળે.

આરોગ્ય અને પ્રવાસ

આ વર્ષ દરમ્યાન કોઈ મોટા ગ્રહોની આંટીઘૂંટી બનતી નથી. જેના કારણે આપની તબિયતમાં વધારે કોઈ ફેરફાર જાણતો નથી, પરંતુ આપના મનમાં એવું ચાલ્યા કરશે કે મને કોઈ રોગ છે, પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ હોય. શરીરની નાની-મોટી તકલીફો રહ્યા કરશે, પરંતુ પોતાના કામમાં હશો તો એટલો વાંધો નહીં આવે. આ વર્ષ દરમ્યાન યાત્રા-પ્રવાસથી આપના મન ને પ્રફુલ્લિત કરી શકો છો. કુદરતી સોંદર્ય ધરાવતા સ્થળોની મુલાકાતથી મન પ્રસન્ન રહે.

સંતાન અને અભ્યાસ

સમગ્ર વર્ષ દરમ્યાન આપની રાશિના જાતકોને સંતાન યોગ બને છે અને તે અન્ય વર્ષોની સરખામણીમાં શ્રેષ્ઠ બને છે. માટે આ દિશામાં પ્રયત્ન કરવા. સંતાનના શરીર વધવાના મુદ્દે આપ ચિંતિત થઇ શકો છો. આપના સંતાનોના ભણવામાં મન નહીં લાગવાના મુદ્દે આપ ગંભીરતાથી વિચાર કારશો. આપ જો વાણિજ્ય શાખામાં અભ્યાસ કરતા હો તો આપને જરૂરથી લાભ થશે. સી.એ કે સી.એસની પરીક્ષાઓ વધુ મહેનતે પાસ કરી શકો છો.

નોકરી, ધંધો અને કૃષિ

સમગ્ર વર્ષ દરમ્યાન નોકરીના મુદ્દે જોતા આવનારું વર્ષ થોડુક કંટાળાજનક લાગે. પોતે સ્વતંત્ર નિર્ણયો ન લઇ શકો જેનો રંજ રહ્યા કરે. આપના થકી નાણાકીય હિસાબમાં ગડબડ થતા આપના બોસની નારાજગી વેઠવી પડે. ધંધામાં આ વર્ષે કોઈ પણ પ્રકારનો નફો કે વધુ પડતું નુકસાન જતુ નથી, માટે આપ જેમ વેપાર કરી રહ્યા છો તેમ કરતા રહેવાથી ફાયદો થઈ શકે છે. વર્ષના પ્રારંભથી જ આપ આયોજનબદ્ધ ખેતી કરી શકો છો. ખેતી વિષયક સહાયનો પૂર્ણ લાભ લઇ શકો છો.

જમીન – મકાન – સંપત્તિ

સ્થાવર-જંગમ મિલકતમાં આ વર્ષ આપને ખૂબ લાભ થતો જણાય. નવી કે બીજી ઓફિસ તથા મકાન વસાવવાના પૂર્ણ યોગ બને છે. આપની ખેતીમાં ઉન્નતિ પણ આ વર્ષે જોઈ શકાય. એકંદરે જમીનથી આપને ઘણો બધો લાભ થઈ શકે છે અને આપની ઉન્નતિ પણ થશે. આ વર્ષ દરમ્યાન દરદાગીના કે અન્ય મિલકતમાં વૃદ્ધિ થઇ શકે છે. જો આપની કોઈ મિલકતનો સોદો આ વર્ષે થયો હશે તો તેનો લાભ આપને ભવિષ્યમાં ચોક્કસ પણે થશે જ.

શત્રુ–કોર્ટ–કચેરી

આ વર્ષ શત્રુઓની બાબતે વધુ ચિંતા કરાવે તેમ નથી. આપનો વ્યક્તિગત સ્વભાવ સારો હોવાને કારણે આપના શત્રુઓ પણ આપની સાથે મિત્રતા માટેનો હાથ લંબાવી શકે. જો આપની જન્મકુંડળી ના ગોચરના ગ્રહો બરાબર નહીં હોય તો આપના શત્રુઓમાં વૃદ્ધિ થઇ શકે છે. શેરશટ્ટો કે જુગાર તરફ વળ્યા હશો તો કાયદાકીય આંટીઘૂંટીમાં આવવાના યોગ બને છે. જો આપે વ્યવસાયમાં કે ધંધામાં અનીતિ આચરી હશે તો પણ આપને કોર્ટકેસ ઈત્યાદી થઇ શકે છે.

મહિલા વર્ગ

બહેનો માટે આવનારું વર્ષ માનસિક રીતે ભય તેમજ પીડા કરાવે તેવું હશે. તબિયત ખૂબ સારી રહેશે. કોઈ પણ પ્રકારની શસ્ત્રક્રિયા કે વાઢકાપના કોઈ યોગ બનતા નથી. આપના જીવનસાથીનું નસીબ આપને મવ્યા પછી ખૂબ સારું બની શકે છે. આ વર્ષે આપ બચત કરી શકો છો પરીક્ષામાં પણ કોઈ ખાસ તકલીફ આ વર્ષે નહીં પડે. આત્મવિશ્વાસ આપનું પ્રથમ હથિયાર બનશે. કોઈ પણ પ્રકારના અંધ વિશ્વાસમાં ના રહેવું. મનની કોઈ ગૂંચવણ હશે તો તે દૂર થશે.

પ્રેમ સંબંધ

જો આપ પ્રેમને ખેલ સમજી બેઠા હોવ તો આ વાત આપના માટે ભૂલ ભરેલી રહેશે. આ વર્ષે કોઈ પણ પ્રકારનું બાળપણ ભર્યું પગલું લેશો તો સખત હેરાન થઇ શકો છો. એક તરફી પ્રેમનો ઝોક આપની પરિસ્થિતિને પણ બગાડી શકે છે. આપ જીવનમાં સિદ્ધાંતોનો આગ્રહ રાખતા હશો તો લગ્ન થયા હોવા છતાં પણ બીજા પાત્ર પ્રત્યેનું આકર્ષણ આપ ત્યાગી શકશો. આ વર્ષ દરમ્યાન પ્રેમ સંબંધોને કારણે સમાજમાં આપની બદનામી થાય તો નવાઈની વાત નથી.

વિદેશ યોગ

આવનારા વર્ષમાં વિદેશથી આપને લાભ થતો જણાય. આપના સગાં-સંબંધીઓ વિદેશમાં રહેતા હોવાને કારણે આપની ચિંતામાં ઘટાડો થાય. લાંબાગાળાની વિદેશયાત્રા આ વર્ષે સંભવિત બને છે. માટે વર્ષના મધ્ય ભાગ પછી આપના આરોગ્યને ધ્યાનમાં રાખતા આપ વિદેશયાત્રા કરી શકો છો. જે વિદ્યાર્થી મિત્રો સ્ટુડન્ટ વિઝા પર જવાના પ્રયત્નો કરતા હશે તેમને લાભ થશે. સાથે વ્યવસાય વિઝા પણ આપના માટે લાભકારી બની શકે છે.

નડતર નિવારણ

મીન રાશિના મિત્રોએ સમગ્ર વર્ષ દરમ્યાન પ્રભુ કૃપા પ્રાપ્ત કરવા માટે પીપળાના 21 પાન લઈ તેના પર દાડમની કલમથી ઓમ નમઃ શિવાય મંત્ર ચંદનથી 7 વખત લખવો અને લાલ સુતરના દોરથી માળા બનાવવી અને મહાદેવના મંદિરમાં પ્રદોષના દિવસે ચઢાવવી અને માસમાં આવતી બે પ્રદોષના ઉપવાસ કરવા અને રોજ સાંજે 11 માળા કરવી. દર સોમવારે નિયમિત શિવ મંદિરે જઈને શિવલિંગ પર દુગ્ધાભિષેક કરવો અને પૂજન કરવું.

ગુરુ ગ્રહનું વર્ષફળ

આવનારું આ વર્ષ ગુરુના દૃષ્ટિકોણથી જોતા ધન રાશિથી આગળ વધી વર્ષના અંતે વકરી થઈ અને મકર રાશિમાં જોવા મળે છે. 1 વર્ષમાં ગુરુના બેથી ત્રણ વખત બદલાવને કારણે આપની પરિસ્થિતિ સ્થિર ન થઈ શકે. સંતાનોના પ્રશ્ને આપ મુશ્કેલીઓમાંથી મુક્ત થઈ શકો છો. નવા નવા કામ કરવાની તક ગુરુ મહારાજ આ વર્ષે આપશે. આપના ક્ષેત્રમાં આપની યોગ્યતા બતાવવા માટેનો સમય થઇ ગયો છે. માટે આ વર્ષે આપને વિચાર્યા વગરની તક જરૂરથી મળશે.

શનિ ગ્રહનું વર્ષફળ

વર્ષના પ્રારંભથી જ શનિ મહરાજ લાભસ્થાનમાંથી પસાર થશે. જેના કારણે આપને ખૂબ ધનલાભ થવાની શક્યતાઓ છે. કોર્ટ કેસની બાબતોમાં યોગ્ય નિરાકરણ આવતું જણાશે. ખોટા વ્યાજના તેમજ નાણકીય આંટીઘૂંટીમાંથી આપ બહાર આવી શકો છો. આપ કોઈ ખોટી સોબત કે વ્યસન ન કરો તે જોવું. આમ કરશો તો તે આપના માટે વિનાશ નોતરી શકે છે. એકંદરે શનિ મહરાજની કૃપા સમગ્ર વર્ષ દરમ્યાન આપના ઉપર બનેલી રહેશે.

રાહુ ગ્રહનું વર્ષફળ

વર્ષના પ્રારંભે ત્રીજા સ્થાને વૃષભ રાશિમાં રહેલ રાહુ અને ભાગ્યસ્થાને વૃશ્ચિક રાશિમાં રહેલ કેતુ આપના માટે મહદ્્અંશે લાભકર્તા બનશે. પોતાના ભાઈઓ- બેહનો સાથે નાની-નાની વાતમાં વાદ-વિવાદ થઈ શકે છે. આપનું ધાર્યું કામ ન થતાં ભાગ્યને આપ દોષ આપી શકો છો. ભાગ્યમાં આવતી રુકાવટો આ વર્ષ દરમ્યાન યથાવત રહે તો નવાઈની વાત નથી. આપના કૌટુંબિક ભાઈઓ બેહનો સાથે સંબંધોમાં તિરાડ પડી હશે તો આ વર્ષે એ સુધારવાની તક મળી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Published On - 7:57 am, Mon, 30 November 20

Next Article