મતદારોને ભાજપ તરફી મતદાન કરવા માટે ધમકી ભર્યો વીડિયો થયો વાયરલ

|

Apr 16, 2019 | 6:04 AM

લોકસભા ચૂંટણીમાં મતદાનના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે નેતાઓ મતદારોને ધમકાવવા પર ઉતરી આવ્યા છે. ફરી એકવાર ભાજપના નેતા મત માટે ધમકી આપતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. દાહોદના ફતેપુરાના ધારાસભ્ય રમેશ કટારાનો ધમકીભર્યો વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ મતદારોને ભાજપ તરફી મતદાન કરવા માટે ધમકીભર્યા અવાજે અપીલ કરી રહ્યા છે. તેઓ કહે […]

મતદારોને ભાજપ તરફી મતદાન કરવા માટે ધમકી ભર્યો વીડિયો થયો વાયરલ

Follow us on

લોકસભા ચૂંટણીમાં મતદાનના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે નેતાઓ મતદારોને ધમકાવવા પર ઉતરી આવ્યા છે. ફરી એકવાર ભાજપના નેતા મત માટે ધમકી આપતા હોવાનો વીડિયો વાયરલ થયો છે.

દાહોદના ફતેપુરાના ધારાસભ્ય રમેશ કટારાનો ધમકીભર્યો વીડિયો વાયરલ થયો છે. જેમાં તેઓ મતદારોને ભાજપ તરફી મતદાન કરવા માટે ધમકીભર્યા અવાજે અપીલ કરી રહ્યા છે. તેઓ કહે છે કે, આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેમેરા લઈને બેઠા છે. કયા બુથમાં કેટલા મત મળે છે તે જોશે અને જે બૂથમાં ઓછા મત હશે ત્યાં કામ પણ ઓછુ જ થશે.

TV9 Gujarati

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

ધારાસભ્ય રમેશ કટારાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાજકારણ ગરમાયું છે. વારંવાર ભાજપના નેતાઓના જ આવા ધમકી ભર્યા નિવેદન સામે આવી રહ્યા છે. ત્યારે સવાલ ઉઠે છે કે ભાજપના નેતાઓ કેમ આવી ધમકી આપી રહ્યા છે? વારંવાર આવી ધમકી આપીને, શું તેઓ મતદારોને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે?

નેતા બની અહંકારની ભાવના આવતા તેઓ ભાન ભૂલ્યા છે કે શું.? વળી મતદારો પણ ધમકીથી આવા નેતાઓને મત આપશે ખરા? આવા નેતાઓ સામે ચૂંટણી પંચ કાર્યવાહી કરશે કે નહીં તેવા સવાલ મતદારો ઉઠાવી રહ્યા છે. ફતેપુરા વિધાનસભાના ધારાસભ્ય રમેશ કટારાનો વિડીયો સોશ્યલ મિડીયામાં આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 6:00 am, Tue, 16 April 19

Next Article