Image Credit source: AI Generated
ગાંધીનગર ખાતે 10 થી 12 જાન્યુઆરી 2027 દરમિયાન વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 11મી આવૃત્તિ યોજાશે. ગુજરાતની વિકાસગાથાને વૈશ્વિક સ્તરે રજૂ કરવા માટે રાજ્ય સરકારે આ આયોજન હાથ ધર્યું છે.
મુખ્ય હાઇલાઇટ્સ
- ગ્લોબલ આઉટરીચ: ઓક્ટોબર અને નવેમ્બર 2026 દરમિયાન ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ વિશ્વના 22 દેશોની મુલાકાત લેશે.
- દેશવ્યાપી રોડ-શો: ભારતના 8 પ્રમુખ શહેરોમાં સ્પેશિયલ રોડ-શોનું આયોજન.
- સમિટ થીમ: “વિકસિત ગુજરાત – શેપિંગ ગ્લોબલ ફ્યુચર” (Global Future shaping).
ગ્લોબલ ડેલીગેશન: કયા 22 દેશોમાં યોજાશે બેઠકો?
ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ વિશ્વના અગ્રણી ઉદ્યોગપતિઓ, રોકાણકારો અને ગ્લોબલ CEOs સાથે સેક્ટર-આધારિત રાઉન્ડ ટેબલ બેઠકો યોજશે.
- એશિયા & પેસિફિક: જાપાન, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, વિયેટનામ, મલેશિયા, ઈન્ડોનેશિયા, સિંગાપોર
- યુરોપ: ફ્રાન્સ, જર્મની, નેધરલેન્ડ, ફિનલેન્ડ, ડેનમાર્ક, સ્વીડન, પોલેન્ડ, રશિયા
- મિડલ ઈસ્ટ & આફ્રિકા: UAE, કતાર, ઓમાન, કેન્યા, ટાન્ઝાનિયા, મોઝામ્બિક
વિશેષ કનેક્ટિવિટી: આ મુલાકાતો દરમિયાન UAE, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, યુકે અને EU સાથે ભારત દ્વારા કરવામાં આવેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ્સ (FTA) થી થનારા વેપારી ફાયદાઓ પણ ગ્લોબલ રોકાણકારો સમક્ષ રજૂ કરાશે.
ભારતના આ 8 શહેરોમાં યોજાશે રોડ-શો:
ગુજરાતને દેશના અગ્રણી ઈન્વેસ્ટમેન્ટ હબ તરીકે વધુ મજબૂત કરવા ભારતના નીચેના શહેરોમાં રોડ-શો યોજાશે:
ગુવાહાટી | લખનઉ | બેંગાલુરુ | હૈદ્રાબાદ | ચેન્નાઈ | કોલકાતા | જયપુર | ભુવનેશ્વર
ફ્યુચર સેક્ટર્સ પર વિશેષ ભાર (Focus Sectors)
આ વખતની સમિટમાં ભવિષ્યના ગ્લોબલ ઉદ્યોગો પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે:
સેમિકન્ડક્ટર્સ (Semiconductors)
- સાણંદ: ભારતનું સૌથી વ્યસ્ત સેમિકન્ડક્ટર ક્લસ્ટર. માઇક્રોન (Micron), કેન્સ સેમિકોન (Kaynes) અને CG Power-Renesas જેવા મોટા પ્રોજેક્ટ્સ કાર્યરત/પ્રગતિ હેઠળ.
- ધોલેરા: ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને તાઇવાનની PSMC દ્વારા ભારતનો પ્રથમ વ્યાવસાયિક સેમિકન્ડક્ટર ફેબ (Fab) સ્થાપવાની કામગીરી ચાલુ (ASML ટેક્નોલોજી પાર્ટનર).
ફિનટેક & ડેટા સેન્ટર્સ (Fintech & Data Centers)
- GIFT City: ભારતનું પ્રથમ ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસિસ સેન્ટર (IFSCA હેઠળ).
- 1,000+ સંસ્થાઓ, 20,000+ રોજગારી અને $100 અબજ ડૉલરથી વધુની અસ્કયામતોનું મેનેજમેન્ટ.
ગ્રીન એનર્જી (Green Energy Ecosystem)
- ખાવડા (કચ્છ): 72,000 હેક્ટરમાં ફેલાયેલો 37 GW ક્ષમતાનો વિશ્વનો સૌથી મોટો સોલર-વિન્ડ હાઇબ્રિડ રિન્યુઅલ એનર્જી પાર્ક.
- ગુજરાત ભારતના કુલ રિન્યુએબલ એનર્જી ઉત્પાદનમાં ~18% ફાળો આપે છે.
વર્તમાન સરકારનું વિઝન
“ગુજરાતે પરંપરાગત ઉદ્યોગોમાં પોતાની ક્ષમતા સાબિત કરી છે. હવે રાજ્ય ભવિષ્યના ઉદ્યોગોમાં અગ્રેસર બનવા સજ્જ છે. ગુજરાત આજે આવતીકાલનું નિર્માણ કરી રહ્યું છે.” – ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી, ગુજરાત
”સેમિકન્ડક્ટરથી લઈને બંદરો સુધીના ક્ષેત્રમાં ગુજરાત રોકાણકારોની પ્રથમ પસંદગી છે. રાજ્યમાં કરાયેલું દરેક રોકાણ સુરક્ષિત છે અને તેના પર યોગ્ય વળતરની પૂરતી ખાતરી છે.” — હર્ષ સંઘવી (dycm ગુજરાત)
2 દાયકાની સફળ સફર (વર્ષ 2003 થી વર્ષ 2027)
- વર્ષ 2003: તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂઆત.
- વર્ષ 2024 (10મી આવૃત્તિ): 140થી વધુ દેશોના 61,000+ પ્રતિનિધિઓ અને 30+ પાર્ટનર દેશોની ઐતિહાસિક ભાગીદારી.
- વર્ષ 2027 ટાર્ગેટ: નવી ટેકનોલોજી, કૌશલ્ય અને વૈશ્વિક ભાગીદારી સાથે આર્થિક વિકાસના નવા રેકોર્ડ સર્જવા.
Input Credit: Kinjal Mishra