કોઈ 7 સ્ટાર હોટેલને પણ ટક્કર માકે તેવું ભોજન પીરસાશે વાઈબ્રેન્ટ ગુજરાત સમિટમાં, માત્ર ગુજરાતી નહીં અન્ય ક્યૂઝિન્સનું પણ સ્થાન

|

Jan 15, 2019 | 12:11 PM

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ હવે દેશ-દુનિયામાં જાણીતું નામ બની ગયું છે. દ 2 વર્ષે આ દિવસો દરમિયાન ગુજરાતમાં દેશ-વિદેશથી રોકાણકારો આવે છે અને વિવિધ ક્ષેત્રોમાં ગુજરાતમાં રોકાણ કરવાના MoU સાઈન કરે છે. ત્યારે આ આ સમિટમાં કોઈ પણ કચાશ ન રહી જાય તેનું પૂરતું ધ્યાન રાખવામાં આવે છે. 18થી 20 જાન્યુઆરી દરમિયાન યોજાનાકા વાઈબ્રન્ટ ગુજરાત […]

કોઈ 7 સ્ટાર હોટેલને પણ ટક્કર માકે તેવું ભોજન પીરસાશે વાઈબ્રેન્ટ ગુજરાત સમિટમાં, માત્ર ગુજરાતી નહીં અન્ય ક્યૂઝિન્સનું પણ સ્થાન

Follow us on

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ હવે દેશ-દુનિયામાં જાણીતું નામ બની ગયું છે. દ 2 વર્ષે આ દિવસો દરમિયાન ગુજરાતમાં દેશ-વિદેશથી રોકાણકારો આવે છે અને વિવિધ ક્ષેત્રોમાં ગુજરાતમાં રોકાણ કરવાના MoU સાઈન કરે છે. ત્યારે આ આ સમિટમાં કોઈ પણ કચાશ ન રહી જાય તેનું પૂરતું ધ્યાન રાખવામાં આવે છે.

18થી 20 જાન્યુઆરી દરમિયાન યોજાનાકા વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં દેશ-વિદેશમાંથી આવનારા મહેમાનોને ગુજરાતી ભોજનની સાથે અન્ય ફેમસ વાનગીઓનો પણ સ્વાદ ચાખવા મળશે.

7 સ્ટાર હોટેલ્સને પણ ટક્કર મારે તેવું ફૂડ મેન્યૂ વાઈબ્રન્ટ ગુજરાતમાં આવનારા મહેમાનો માટે નક્કી કરાયું છે. મુખ્ય વાનગીઓની વાત તો છોડો, ખાલી ચા-કૉફીની 15 વેરાઈટીઝ રાખવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

આ રહ્યું વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું ફૂલ મેન્યૂ:

  • વેલકમ ડ્રિંક્સ

ઠંડી છાશ અને લીંબુ પાણી

  • સ્ટાર્ટર

ઢોકળા, સમોસા અને પાત્રા

  • મેઈન કોર્સ

મેઈન કોર્સને અલગ અલગ ક્યુઝિન્સને સ્થાન આપવામાં આવ્યું છે. મેઈન કોર્સમાં આશરે 60 ટકા જેટલી વાનગીઓ ગુજરાતી હશે. તો 20 ટકા વાનગીઓ નોર્થ ઈન્ડિયન હશે અને 20 ટકા વાનગીઓ કોન્ટિનેન્ટ હશે. મેઈન કોર્સમાં બાજરા-મકાઈનો રોટલો, ઘઉંની રોટલી, રીંગણનું શાક, સુરતી પોંક, દાળભાત અને પાપડ જેવી વાનગીઓ હશે. તો પાસ્તા જેવી બેક્ડ ડિશ પણ પીરસવામાં આવશે. તો ખાસ વિદેશી મહેમાનો માટે થાઈ અને ઓરિએન્ટલ વાનગીઓ પણ હશે.

  • ચા-કૉફી

5 પ્રકારની ચા અને 3 પ્રકારની કૉફી સહિત 15 પ્રકારની વેરાઈટીઝ રાખવામાં આવી છે. માત્ર આદુવાળી કે મસાલા ચા જ નહીં, પરંતુ કાદમ ટી, જસ્મીન ટી, ચર્મનમાઈલ ટી અને ગ્રીન ટીનો સમાવેશ થાય છે. તો વળી, ગ્રીન ટીમાં પણ જુદી જુદી પાંચ વેરાઈટીઝ હશે. ચા-કૉફીની સાથે કૂકીઝ પણ મૂકવામાં આવશે. કુલ 25 જેટલા કાઉન્ટર આ માટે મૂકવામાં આવશે.

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટેનું આ મેન્યૂ કંઈ હમણાં જ નક્કી કરવામાં નથી આવ્યું. છેલ્લા દોઢેક મહિનાથી મેન્યૂ પર ચર્ચા કરવામાં આવી રહી હતી જે આખરે ફાઈનલ કરી દેવાયું છે. NRI, NRG, વિવિધ રાજ્યોના અગ્રણીઓ, પ્રતિનિધિઓ અને ગુજરાતી ઉદ્યોગકારોને એકથી એક ચઢિયાતી વાનગીઓનો સ્વાદ ચાખવા મળે તેનું ધ્યાન રાખીને આ મેન્યૂ નક્કી કરવામાં આવ્યું છે.

[yop_poll id=616]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Next Article