લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને એક પછી એક ઝટકા મળી રહ્યા છે. અંબરીશ ડેરના કોંગ્રેસના છોડવાના સમાચાર વચ્ચે હવે અર્જુન મોઢવાડિયા પણ કોંગ્રસ પક્ષ છોડશે તેવી માહિતી સામે આવી છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપશે તેવી માહિતી સામે આવી છે. રાહુલ ગાંધીની ગુજરાત યાત્રા પહેલા કોંગ્રેસમાં આ મોટું ભંગાણ માનવામાં આવે છે.
એક તરફ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ગુજરાત પહોંચવાની છે, લોકસભા ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઇ ચૂક્યું છે, તેવા સમયે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ એક પછી એક કોંગ્રેસનો સાથ છોડી રહ્યા છે.અંબરિશ ડેર બાદ અર્જુન મોઢવાડિયા પણ કોંગ્રેસનો સાથ છોડશે.તેઓ ટૂંક સમયમાં ધારાસભ્યા પદ પરથી રાજીનામુ આપશે. રાહુલ ગાંધીની યાત્રા પહેલા જ કોંગ્રેસમાં આ મોટું ગાબડું પડશે.
#GujaratCongress gets one more shock; Arjun Modhwadia in queue to resign from the party #LokSabhaElections2024 #TV9News pic.twitter.com/qZXgJwOIfJ
— Tv9 Gujarati (@tv9gujarati) March 4, 2024
અર્જુન મોઢવાડિયા ન માત્ર કોંગ્રેસ પક્ષને છોડશે, પરંતુ ભાજપમાં જોડાશે તેવી માહિતી સામે આવી રહી છે. 7 માર્ચની આસપાસ રાહુલ ગાંધીની ન્યાય યાત્રા ગુજરાતમાં શરુ થવાની છે. જો કે ન્યાય યાત્રા શરુ થાય તે પહેલા જ અર્જુન મોઢવાડિયા કેસરિયા કરી શકે છે.આજે અથવા આવતીકાલે તેઓ કોંગ્રેસના ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી શકે છે.
અત્યારે ગુજરાતમાં કોંગ્રેસના જે ધારાસભ્યો બાકી રહ્યા હતા, તે પૈકીના અર્જુન મોઢવાડિયા સૌથી સિનિયર નેતા છે.પોરબંદરમાં જાતિનું જે સમીકરણ છે, મેર અને લેઉવા પાટિદારનું ત્યાં પ્રભુત્વ છે.એટલે જ સ્વાભાવિક રીતે જ જો અર્જુન મોઢવાડિયા ભાજપમાં આવે તો પોરબંદરની જે બેઠક છે, કે જ્યાં મનસુખ માંડવિયા પહેલી વખત ચૂંટણી લડવા જઇ રહ્યા છે, તે બેઠક વન વે થવા સાથે હાઇએસ્ટ માર્જિન જોવા મળી શકે છે.
પોરબંદરની લોકસભા બેઠક પરથી મનસુખ માંડવિયા ચૂંટણી લડવાના છે.જેથી અર્જુન મોઢવાડિયાના કોંગ્રેસમાં રાજીનામાથી સીધો ફાયદો ભાજપને જોવા મળી રહ્યો છે. છેલ્લા એક દોઢ મહિનાથી અર્જુન મોઢવાડિયાની ભાજપમાં જોડાવાની અટકળો ચાલી રહી હતી. સરકારના જુદા જુદા મંત્રીઓ દ્વારા તેમને એપ્રોચ કરવામાં આવ્યો હોવાની વાતો હતી. અર્જુન મોઢવાડિયાને લઇને કોંગ્રેસ હવે કોઇ પ્રકારનો બચાવ કરતી જોવા નથી, તે પરથી જ અર્જુન મોઢવાડિયાની કોંગ્રેસ છોડવાની વાત કન્ફર્મ જોવા મળી રહી છે.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ અંબરીશ ડેરની હકાલપટ્ટીની વાત કરી રહ્યા હતા ત્યારે તેમણે અર્જૂન મોઢવાડિયાના એક ચોક્કસ નિવેદનને ટાંકીને આવા નેતાઓને ભાજપમાં જોડવામાં આવી રહ્યાની ટકોર કરી હતી. જેથી એ વાતને બળ મળે છે કે,અર્જૂન મોઢવાડિયાને લઇને કોંગ્રેસે પણ હવે મન બનાવી લીધું છે.
Published On - 1:34 pm, Mon, 4 March 24