VIDEO: AMCમાં કોર્પોરેટર V/S કમિશનર! બોર્ડની બેઠક દરમિયાન થઈ બોલાચાલી

|

Dec 09, 2019 | 1:16 PM

અમદાવાદ મહાનગરપાલિકા કમિશનર અને સત્તાધીશો વચ્ચે શીતયુદ્ધ ચરમસીમાએ પહોંચી ગયું છે. જેનું તાદૃશ્ય ઉદાહરણ શહેરના નવા પશ્ચિમ ઝોનની યોજાયેલી બેઠકમાં જોવા મળ્યું. આ બેઠકમાં ન માત્ર શાબ્દિક યુદ્ધ પરંતુ અપશબ્દોનો વરસાદ થયો હોવાનો પણ આક્ષેપ થયો છે. વાત જાણે એમ હતી કે 2017થી રોડના કામ વ્યવસ્થિત ન થયા હોવાનું કોર્પોરેટર રશ્મિકાંતે લીસ્ટ બતાવ્યું હતું અને […]

VIDEO: AMCમાં કોર્પોરેટર V/S કમિશનર! બોર્ડની બેઠક દરમિયાન થઈ બોલાચાલી

Follow us on

અમદાવાદ મહાનગરપાલિકા કમિશનર અને સત્તાધીશો વચ્ચે શીતયુદ્ધ ચરમસીમાએ પહોંચી ગયું છે. જેનું તાદૃશ્ય ઉદાહરણ શહેરના નવા પશ્ચિમ ઝોનની યોજાયેલી બેઠકમાં જોવા મળ્યું. આ બેઠકમાં ન માત્ર શાબ્દિક યુદ્ધ પરંતુ અપશબ્દોનો વરસાદ થયો હોવાનો પણ આક્ષેપ થયો છે. વાત જાણે એમ હતી કે 2017થી રોડના કામ વ્યવસ્થિત ન થયા હોવાનું કોર્પોરેટર રશ્મિકાંતે લીસ્ટ બતાવ્યું હતું અને આ યાદી જોઈને કમિશનર વિજય નહેરા ભડકી ગયા. કોર્પોરેટરનો આરોપ છે કે, કમિશનરે તેમને અપશબ્દ કહ્યા, સ્ટુપિડ પણ કહ્યા.

 

ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo

આ મામલે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટે જણાવ્યું કે ઉત્તર અને દક્ષિણ પશ્ચિમ ઝોનની બેઠક હતી. જેમાં 2017-18ના રોડના કામ બાકી હતા. તેની માહિતી અને રજૂઆત કરવામાં આવી હતી. વોર્ડ સમિતિની બેઠકમાં પણ રોડને પ્રાથમિકતા આપી હતી. જેમાં વહીવટી અને ચૂંટાયેલી પાંખ વચ્ચે વિખવાદ ઉભો થયો હતો. કોર્પોરેટરે 2017 અને 18ના રોડ બાબતનું કમિશનરને લિસ્ટ બતાવ્યું હતું. તે જ દરમિયાન કોર્પોરેટર દિલીપ બગડિયા બોલવા ઉભા થયા અને વિવાદ વકર્યો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારે આ મામલે પૂર્વ મેયર અને કોર્પોરેશનમાં શાસક પક્ષના નેતા અમિત શાહે જણાવ્યું કે પૂર્વ મેયર મીનાક્ષી બહેને રોડ અંગે રજૂઆત કરી હતી. વહીવટી તંત્રના અધિકારીઓના વર્તનના કારણે વિરોધ કરતા ત્રણ કમિટીઓ મોકૂફ રાખવામાં આવી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પણ વાંચો: VIDEO: નકલી ચલણી નોટો છાપતાં બે શખ્સો ઝડપાયા, 15 હજારથી વધુ રકમની સાથે કલર પ્રિન્ટર જપ્ત

જો કે આખીય ઘટનામાં અનેક સવાલો ઉભા થાય છે. શા માટે ભાજપના જ કોર્પોરેટરોએ મ્યુનિસિપલ કમિશનર સામે ફરિયાદ કરવી પડી? શું મ્યુ. કમિશનર કોર્પોરેટરોની રજૂઆતને સાંભળતા નથી? શું મ્યુ. કમિશનર તુમાખીભર્યું વર્તન કરે છે? સવાલ કોર્પોરેટર્સ સામે પણ ઉભા થાય છે કે, કોર્પોરેટરોને રહી રહીને 2017ના રસ્તા કેમ યાદ આવ્યા? 2017ના રસ્તાઓની રજૂઆત અત્યારે મ્યુ. કમિશનરને કેમ કરી? શું અગાઉ પણ ખરાબ રસ્તાઓની રજૂઆત કરાઈ હતી? શું રજૂઆત છતાં મ્યુ. કમિશનરે આંખ આડા કાન કર્યા હતા? મ્યુ. કમિશનર અને કોર્પોરેટરો વચ્ચે શીતયુદ્ધમાં જનતાના કામોનું શું?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article