Valsad : કોરોનાના કપરા કાળમાં વાપીનો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પણ પ્રભાવિત, સરકાર પાસે રાહતની માંગ

|

Jul 23, 2021 | 7:33 PM

ઔધોગિક હબ વાપીમાં ટ્રાન્સપોર્ટ વ્યવસાય ખુબ મોટા પ્રમાણમાં પ્રભાવિત થયો છે અને ટ્રાન્સપોર્ટ(Trasport) ના વ્યવસાય સાથે સંકળાયેલા તમામ લોકોની હાલત કફોડી બની છે.

Valsad : કોરોનાના કપરા કાળમાં વાપીનો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પણ પ્રભાવિત, સરકાર પાસે રાહતની માંગ
Vapi transport industry affected By Corona Transporters seeks relief from Government( File Photo)

Follow us on

દેશમાં કોરોનાના કપરા કાળમાં અનેક વ્યવસાયની કમર ભાંગી ગઈ છે. તેવા સમયે ઔધોગિક હબ વાપી(Vapi) માં ટ્રાન્સપોર્ટ વ્યવસાય ખુબ મોટા પ્રમાણમાં પ્રભાવિત થયો છે અને ટ્રાન્સપોર્ટ(Trasport) ના વ્યવસાય સાથે સંકળાયેલા તમામ લોકોની હાલત કફોડી બની છે.કોરોનાના કારણે થયેલા લોકડાઉન બાદ ઘણા એવા વેપાર છે કે જે હજુ સુધી બેઠા થઇ શક્યા નથી.તો કેટલાક વેપારીઓએ પોતાનો વેપાર પણ બંધ કરી બીજા વ્યવસાય કે નોકરી તરફ વળ્યા હોવાના કિસ્સાઓ બની ચુક્યા છે.ત્યારે વાપીના ટ્રાન્સપોર્ટ વ્યવસાયને પણ કોરોના ભરખી ગયો છે.

વાપીમાં મોટા પ્રમાણમાં ઉદ્યોગો હોવાથી અહી ટ્રાન્સપોર્ટનો વ્યવસાય ખુબ મોટા પ્રમાણમાં ચાલી રહ્યો છે.જ્યારે વાપી ટ્રાન્સપોર્ટ એસોસિયેશનના માજી પ્રમુખ અરવિંદભાઈ શાહે જણાવ્યું કે કોરોનાના કારણે ઉદ્યોગોમાં ઉત્પાદન ઓછું થવાના કારણે ટ્રાન્સપોર્ટ ની માંગ એકદમ ઘટી ગઈ છે.તો બીજી બાજુ પેટ્રોલ ડીઝલના વધતા ભાવ સાથે ટાયરના ભાવો પણ વધી ગયા છે.જેના કારણે ટ્રાન્સપોર્ટરો માટે ભારે મુશ્કેલી ઉભી થઇ છે.

જેમાં મોટાભાગના ટ્રાન્સપોર્ટર લોન ઉપર ટ્રકો લેતા હોય છે.જોકે ધંધો પડી ભાંગવાના કારણે લોનની ભરપાઈ કરવી તેમના માટે અશક્ય છે.તો કેટલાક ટ્રાન્સપોર્ટરો ની ટ્રકો ફાયનાન્સ કંપનીએ જપ્ત કરી છે.તો કેટલાકે ટ્રકો વેચી કાઢી છે.આમ ટ્રાન્સપોર્ટરના દિનપ્રતિદિન ખિસ્સા ખાલી થઇ રહ્યા છે.પહેલા બહારના ફેરા ઉપર જતી ટ્રકોને પરત આવતી વખતે કોઈ ને કોઈ ભાડું પણ મળી રહેતું હતું.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

જોકે હવે ૪-૫ દિવસે પણ ભાડું મળતું નથી.તો ડ્રાઈવર ક્લીનર નો પગાર અને ભથ્થું તો ચૂકવવું જ પડે છે.તો હવે ટ્રાન્સપોર્ટરો સરકાર પાસે રાહત માટે મીટ માંડી રહ્યા છે. કોરોનાની ત્રીજી લ્હેર દસ્તક આપી રહી છે અને હાલમાં કોરોના ઓછો થતા થોડા ઘણા વ્યવસાય શરુ થયા છે.જોકે તેમ છતાં ટ્રાન્સપોર્ટનો ધંધો માત્ર ૩૦ ટકા જ રહી ગયો છે અને હજુ પણ તેમાં કોઈ ઝડપથી સુધારના કોઇ સંકેત નથી મળી રહ્યા.

આ પણ વાંચો : CBSEએ સ્કૂલોને કહ્યું, ’95 ટકાથી વધારે ગુણ સંદર્ભ વર્ષ જેટલા જ હોવા જોઈએ’, જાણો કેવી રીતે થશે ગણતરી

આ પણ વાંચો : રાજ કુન્દ્રાની ધરપક્ડ બાદ શિલ્પા શેટ્ટીની પહેલી પોસ્ટ, કહ્યું કે- મેં ઘણી તકલીફનો સામનો કર્યો છે હવે આવનારો સમય…

Next Article