યુક્રેનથી આવેલા વિદ્યાર્થીઓએ કહ્યું, અમે રોમાનિયાની બોર્ડરથી નજીક હતા તેથી વહેલી વ્યવસ્થા થઈ

|

Feb 27, 2022 | 12:39 PM

વિદ્યાર્થીઓએ જણાવ્યું કે આમારા ફ્રેન્ડ્સ રોમાનિયા બોર્ડર પર ફસાયેલા છે. ઇન્ડિયન એમ્બેસી આ બધા વિદ્યાર્થીઓને તરત રોમાનિયાના વીઝા મળી જાય તે માટેની વ્યવસ્થા કરી રહી છે. યુક્રેનની રોમાનિયા બોર્ડર પર અત્યારે પાંચ થી છ હજાર વિદ્યાર્થીઓ છે.

યુક્રેનથી આવેલા વિદ્યાર્થીઓએ કહ્યું, અમે રોમાનિયાની બોર્ડરથી નજીક હતા તેથી વહેલી વ્યવસ્થા થઈ
યુક્રેનથી આવેલા વિદ્યાર્થીઓએ કહ્યું, અમે રોમાનિયાની બોર્ડરથી નજીક હતા તેથી વહેલી વ્યવસ્થા થઈ

Follow us on

ભારતીય સરકારના ઓપરેશન ગંગા અંતર્ગત યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને સ્વદેશ પરત લાવવાનું અભિયાન શરૂ થયું છે. જેમાં સૌ પ્રથમ ફ્લાઇટ મુંબઈ ખાતે લેન્ડ થઈ હતી. લાંબા સમય બાદ પોતાના વતન પરત આવેલા આ વિદ્યાર્થીઓના મોઢા ઉપર અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. પોતાના સ્વજનોને મળવા માટે દરેક વિદ્યાર્થી ઉત્સુક છે.

જોકે હજુ પણ સેંકડો વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે અને મોતના ભય હેઠળ ભારત આવવાવા વ્યવસ્થા થાય તેની રાહ જોઈ રહ્યા છે. હાલમાં આવેલા વિદ્યાર્થીઓ પૈકી કેટલાક વિદ્યાર્થીઓના મિત્રો હજી ત્યાં ફસાયા છે અને ભારત આવવા માટે તેઓ સરકાર પાસે મદદ માગી રહ્યા છે. ગુજરાત પરત ફરેલા વિદ્યાર્થીઓએ તેના સંઘર્ષની કહાની વર્ણવી હતી.

ગુજરાતમાં પ્રવેશતા જ વલસાડ નજીક હોટેલમાં જમવા માટે રોકાયેલા વિદ્યાર્થીઓએ જણાવ્યું કે ત્યાં ખુબ જ ગંભીર સ્થિતિ હતા. અમે ખુબ જ ડરી ગયા હતા. આમારા ફ્રેન્ડ્સ રોમાનિયા બોર્ડર પર ફસાયેલા છે. ઇન્ડિયન એમ્બેસી આ બધા વિદ્યાર્થીઓને તરત રોમાનિયાના વીઝા મળી જાય તે માટેની વ્યવસ્થા કરી રહી છે જેથી રોમાનિયામાં રહેલા એર ઇન્ડિયાના વિમાનમાં તે પરત ફરી શકે. યુક્રેનની રોમાનિયા બોર્ડર પર અત્યારે પાંચ થી છ હજાર વિદ્યાર્થીઓ છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો


વિદ્યાર્થીઓએ જણાવ્યું કે ઇન્ડિયન અમ્બેસીએ અમારી મદદ કરી અને અમને ભારત લાવવાની વ્યવસ્થા કરી આપી હતી. અમને બોર્ડર ક્રોસ કરાવવા, વિઝા અપાવવા અને ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં મદદ કરી હતી. ત્યાં બોમ્બ ધડાકા શરૂ થયા બાદ ડર લાગવા લાગ્યો હતો. આ વિદ્યાર્થીઓએ જણાવ્યું કે તેઓ રોમાનિયા બોર્ડરથી નજીકના વિસ્તારોમાં હતા તેથી તરત તેમના માટે વ્યવસ્થા થઈ છે પણ જે લોકો દૂરના વિસ્તારોમાં છે અને ખાસ કરીને કીવ અને ખારકીવમાં હતા તેમની સ્થિતિ ખરાબ છે.

તેમણે જણાવ્યું કે અમે સેફ સિટીમાં હતા તેથી અમારે ખાસ કોઈ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નથી, પણ અત્યારની સ્થિતિ ઘણી ખરાબ છે. અમારા ફ્રેન્ડ્સ હજુ ત્યાં બોર્ડર પર ફસાયોલા છે. બોર્ડર પર તો વિદ્યાર્થીઓને જમાવડો થયો જ છે પણ કીવ અને ખારકીવ વિસ્તારોમાં પણ હજુ ઘણા વિદ્યાર્થીઓ ફસાયેલા છે.

આ પણ વાંચોઃ યુક્રેનમાં ફસાયેલા 32 વિદ્યાર્થી રેસ્ક્યૂ ફ્લાઈટથી સહી સલામત દિલ્હી એરપોર્ટ પહોંચ્યા, તમામ ગુજરાત આવવા થયા રવાના

આ પણ વાંચોઃ Mehsana: નેશનલ ઈમ્યુનાઈઝેશન ડે અંતર્ગત પલ્સ પોલિયો અભિયાનનો પ્રારંભ, જિલ્લામાં 2.42 લાખ બાળકોને રસી અપાશે

Next Article