Valsad: ઉમરગામમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, જન જીવન ખોરવાયું

|

Jul 18, 2021 | 10:16 AM

વલસાડ, વાપી, ધરમપુર, કપરાડા અને ઉમરગામ તાલુકામાં ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર વરસાદી પાણીની નદીઓ વહેવા માંડી હતી.

Valsad: આજ સવારથી જ જિલ્લાના મોટા ભાગના વિસ્તારોમાં મેઘરાજા ધોધમાર વરસી રહ્યા છે. જેથી મોટાભાગના નીચાણ વાળા વિસ્તારોમાં પાણી ભરાયાની સ્થિતિ સર્જાઈ છે જેને લઈને જન જીવન ખોરવાયુ છે.

જિલ્લાના વલસાડ, વાપી, ધરમપુર, કપરાડા અને ઉમરગામ તાલુકામાં ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર વરસાદી પાણીની નદીઓ વહેવા માંડી હતી. વરસાદને પગલે અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ હતી. ભારે વરસાદને કારણે જન જીવનને ભારે અસર થઈ છે.

આપને જણાવી દઈએ કે આજે 18 જુલાઈએ વહેલી સવારથી જ વલસાડ સહીત દક્ષિણ ગુજરાતના ભાગોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. વાપી માં બે કલાક માં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે, તો ઉમરગામ માં 1 ઇંચ અને કપરાડા માં 1.84 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદથી નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં છે.

આ પણ વાંચો: શું તમને ખબર છે કેમ કહેવામાં આવે છે ભગવાન શિવને મહાકાલ ? વાંચો આ રોચક કથા

આ પણ વાંચો: Tokyo Olympics 2020 : Olympic પર કોરોનાનું ગ્રહણ, બે એથ્લીટ થયા કોરોના પોઝિટીવ

Next Video