Valsad: વાપી નજીક મોહન ગામ ફાટક પાસે ત્રિપલ અકસ્માત, પુરપાટ દોડતી ટ્રકે કાર અને રીક્ષાને હડફેટે લેતા 2 વ્યક્તિના મોત

|

May 10, 2022 | 8:47 PM

વલસાડના વાપી નજીક મોહન ગામના ફાટક પાસે ત્રિપલ અકસ્માત (Triple accident) સર્જાયો હોવાની ઘટના સામે આવી હતી. અકસ્માતમાં બે વ્યક્તિના મોત જ્યારે ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

Valsad: વાપી નજીક મોહન ગામ ફાટક પાસે ત્રિપલ અકસ્માત, પુરપાટ દોડતી ટ્રકે કાર અને રીક્ષાને હડફેટે લેતા 2 વ્યક્તિના મોત
Valsad Triple accident

Follow us on

Valsad: વલસાડના વાપી નજીક મોહન ગામના ફાટક પાસે ત્રિપલ અકસ્માત (Triple accident) સર્જાયો હોવાની ઘટના સામે આવી હતી. અકસ્માતમાં બે વ્યક્તિના મોત (Two deaths) જ્યારે ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બેફામ ગતિએ દોડી આવતી ટ્રકે કાર અને રિક્ષા તેમજ રાહદારીઓને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની જાણ થતા જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માત બાદ હાલ ઈજાગ્રસ્તોને સારાવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

મહત્વનું છે કે, આજે રાજકોટના રેસકોર્ષ રિંગ રોડ પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. જેમાં જોઇ શકાય છે કે રેસકોર્ષ રિંગ રોડ પર આવેલા બિગ બાઇટ નજીક રસ્તો ક્રોસ કરી રહેલા રાહદારીને પુરપાટ ઝડપે આવતી કારે અડફેટે લીધો હતો. મહિલા કારચાલકે રાહદારીને અડફેટે લેતા તેને ગંભીર ઇજા પહોંચી છે. એટલું જ નહીં પાર્ક કરેલા વાહનોને પણ અડફેટે લેતા ચાર બાઇકને નુકસાન પહોંચ્યું છે. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે.

સગીરાનું અપહરણ કરનાર બારડોલીના કછોલીનો શખ્સ વાંસદાથી ઝડપાયો

વલસાડની સગીરાને લગ્નની લાલચે ભગાડી જનાર બારડોલીના યુવાનની પોલીસે ધરપકડ કરી હતી. વલસાડ તાલુકાના એક ગામમાં રહેતી સગીરાને બારડોલી તાલુકાના કછોલી ગામમાં રહેતો યુવાન પ્રેમ જાળમાં ફસાવી એક સપ્તાહ પહેલા ભગાવી ગયો હતો. ત્યારે આ મામલામાં તરુણીના પરિવારજનોએ અપહરણની ફરિયાદ નોંધાવી હતી. ડુંગરી પોલીસે યુવાનને સગીરા સાથે વાંસદા નાની ભમટી ગામમાંથી ઝડપી પાડ્યો હતો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

Next Article