Valsad : ખેરગામ ગુજરાત ક્વિન જોડાણ બસ સેવા શરૂ કરાતા મુસાફરોને રાહત

|

Jul 29, 2022 | 7:44 PM

વલસાડથી (Valsad) 4.40 કલાકે વધારાની ખેરગામ બસ ઉપડશે જે ખેરગામથી મળસ્કે 5.20 કલાકે વલસાડ જવા ઉપડશે. જેનાથી મુસાફરોને મોટી રાહત થશે.

Valsad : ખેરગામ ગુજરાત ક્વિન જોડાણ બસ સેવા શરૂ કરાતા મુસાફરોને રાહત
Bus Service in Valsad (File Image )

Follow us on

કોરોનાકાળમાં વલસાડ (Valsad )ડેપો દ્વારા ગુજરાત ક્વિન જોડાણની સાત સાત બસ(Bus ) સેવા દોડતી હતી પરંતુ ક્વિન અને બસ લાંબા ગાળા સુધી બંધ રહેતા તેના મુસાફરો (Passengers )ને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. મુસાફરોએ ખાનગી વાહનોનો સહારો લઈને નોકરી ધંધા કે અભ્યાસ માટે જવું પડ્યું હતું. વલસાડ ડેપો માત્ર ધરમપુર માટે જ રાત્રિ ક્વીન બસ સેવા દોડાવે છે અને ખેરગામ રૂમલાની ત્રણ-ચાર માસ પહેલાની માંગ 28 જુલાઈએ એસટી તંત્રએ શરુ કરી દેતા મુસાફરોએ રાહત અનુભવી છે. લાંબા સમયથી મુસાફરો દ્વારા આ બસ સેવા શરૂ કરવા માંગણી કરવામાં આવી રહી હતી.

આગોતરી જાણ વગર જ બસ સેવા શરૂ કરાતા ઘણા મુસાફરો રહ્યા અજાણ

વલસાડ વિભાગીય નિયામક અને ડેપો મેનેજર બંનેને બસ સેવા શરુ કરવા પૂર્વે આગોતરી જાણ કરવા માટે રજૂઆતો પણ કરવામાં આવી હતી. પણ આ બાબતની કોઈપણ સત્તાવાર જાહેરાત વિના કંટ્રોલ કેબિન પર પણ જાહેર નોટિસ મૂક્યા વિના કે મુસાફરોને કોઈપણ જાણ કર્યા વગર તારીખ 28મીએ મળસ્કે બસ સેવા શરૂ કરી દેવામાં આવી છે. તંત્રના અધિકારીઓ આવક નહીં આવે તો તરત બસ બંધ કરવાની વાત કરવામાં આવે છે, પણ નવી બસ સેવા શરૂ કરવા બાદ મુસાફરોને તેની જાણ ન હોવાથી આવક ન થાય તો તે માટે અધિકારીઓ સામે શું કરવું જોઈએ તેવું પણ ચર્ચાઈ રહ્યું છે.

ખેરગામ વિભાગના ક્વિનના સક્ષમ મુસાફરોએ માંગ કર્યા બાદ દોઢ મહિને કોઈપણ જાતની આગોતરી જાણ કર્યા વગર જ બસ સેવા શરૂ થઈ છે, જે શિડયુલ વલસાડથી મધરાતે સાડાબાર વાગે રેલવે સ્ટેશન જઈ ત્યાંથી ગુજરાત ક્વિન આવ્યા બાદ 12.40 વાગ્યે ખેરગામ રુમલા માટે ઉપડશે જે રૂમલાથી ક્વિન જોડાણ માટે મધરાતે અઢી વાગે ઉપડશે જે ખેરગામથી 2.55 કલાકે(દશેરા ટેકરીથી) ઉપડી રેલાવે સ્ટેશન જશે. ત્યારબાદ વલસાડથી 4.40 કલાકે વધારાની ખેરગામ બસ ઉપડશે જે ખેરગામથી મળસ્કે 5.20 કલાકે વલસાડ જવા ઉપડશે. જેનાથી મુસાફરોને મોટી રાહત થશે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

આમ ખેરગામ માટે બે બસ સેવા શરૂ થઈ છે જેનાથી ટ્રેન યાત્રિકોને ખૂબ જ રાહત થશે.જોકે  વલસાડ ડેપો રાત્રે સવા નવે ઉપડતી વાપી તથા ખેરગામ અગાસી બસને રેલ્વે સ્ટેશન થઈને ઉપાડે તો 3-4 ટ્રેનના મુસાફરોને ડેપો સુધી લાંબા થવું નહીં પડે અને રેલવે સ્ટેશનથી સીધા બસમાં જઈ શકે.

Next Article