
વલસાડ લોકસભા બેઠક ગુજરાતના દક્ષિણ ભાગમાં આવે છે. આ બેઠકનો મોટો હિસ્સો આદિવાસીઓનો છે. આ બેઠક પણ આદિવાસી સમુદાય માટે અનામત છે. છેલ્લી બે ચૂંટણીઓથી આ બેઠક ભાજપ પાસે છે. આ પહેલા આ બેઠક બે ટર્મથી કોંગ્રેસ પાસે હતી. આ ચૂંટણીમાં ભાજપે યુવા ચહેરાને તક આપીને ધવલ પટેલને મેદાનમાં ઉતાર્યા હતા. જ્યારે કોંગ્રેસે સારી દાવ રમતા વર્તમાન ધારાસભ્ય અનંત પટેલને ટિકિટ આપી હતી. 7 મેના રોજ યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં વલસાડ લોકસભા બેઠક પર સૌથી વધુ મતદાન થયું હતું.
આ બેઠક પર 72.71 ટકા મતદાન થયું હતું. આ બેઠક પર કોંગ્રેસ, ભાજપ ઉપરાંત બસપાએ પણ પોતાના ઉમેદવાર ઉતાર્યા હતા. આવી સ્થિતિમાં આ બેઠક પર અપક્ષ સહિત કુલ 7 ઉમેદવારો છે, પરંતુ મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે હતો. કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ ખાસ કરીને વલસાડના ધરમપુરમાં અનંત પટેલ માટે જાહેર સભા યોજી હતી.
વલસાડ લોકસભા બેઠકની સાત વિધાનસભા બેઠકો પૈકી વાસંદા બેઠક સિવાયની તમામ બેઠકો પર ભાજપનો કબજો છે. આ લોકસભા મતવિસ્તારમાં એક બેઠક નવસારીમાં અને એક બેઠક ડાંગ જિલ્લામાં છે. બાકીની પાંચ બેઠકો વલસાડ જિલ્લાની છે. અનંત પટેલ પોતે વાસંદાના ધારાસભ્ય છે.
2022ની ચૂંટણીમાં અનંત પટેલ બીજી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. જ્યારે ધવલ પટેલ પ્રથમ વખત ચૂંટણી લડી રહ્યા છે. આવી સ્થિતિમાં ભાજપ ગત વખતની જેમ હેટ્રિક નોંધાવી છે. ભૂતકાળની વાત કરવામાં આવે તો 1996, 1998 અને 1999માં ભાજપે આ સીટ પર સતત ત્રણ વખત જીત મેળવી હતી. જે આ હેટ્રીક ફરી ભાજપે વલસાડ લોકસભા સીટમાં જીત મેળવી છે.
2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપના વર્તમાન સાંસદ કે.સી.પટેલે વલસાડથી જંગી માર્જિનથી જીત મેળવી હતી. તેમણે કોંગ્રેસના ઉમેદવાર જીતુભાઈ ચૌધરીને 3,53,797 મતોની સરસાઈથી હરાવ્યા હતા. 2014ની ચૂંટણીમાં ડૉ.કે.સી.પટેલ 2.08 લાખ મતોથી જીત્યા હતા. ત્યારબાદ તેમણે તત્કાલીન સાંસદ કિશનભાઈ પટેલને હરાવ્યા હતા. હવે ભાજપના ઉમેદવાર ધવલ પટેલે ભાજપને જીત અપાવી છે.
હવે વાત ભાજપની જીતને લઈને કરવામાં આવે તો ગુજરાતની સત્તાને લઈ એવી લોકવાયકા છે કે, વલસાડ લોકસભા બેઠક પર જે પાર્ટીની જીત થાય તેની સરકાર કેન્દ્રમાં બનશે. ત્યારે આ લોકવાયકા ક્યાંક ને ક્યાંક સાચી પડી છે તેમ કહેવાય. ભાજપની વલસાડમાં જીત થઈ આ સાથે કેન્દ્રમાં પણ ભાજપની એક બેઠક સિવાય તમામ બેઠકો જીતી છે. એટલે કે વર્ષોથી ચાલતી આવતી લોકવાયકા સાચી ઠરી છે. વલસાડમાં ભાજપની જીતની વાત કરવામાં આવે તો
Published On - 4:58 pm, Tue, 4 June 24